ન્યૂઝ ડેસ્ક: ખેડતોની આવક વધારવા માટે સરકારે PM કિસાન માનધન યોજના (pm kisan mandhan yojana) શરુ કરી છે. ઘણા એવા પણ ખેડુતો છે, જેમને મોટી ઉંમર પછી અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉંમરના આ તબક્કે તેમની પાસે કમાવાનું કોઈ સાધન પણ ન હોય. દેશમાં ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે. આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. આ યોજનામાં નોંધણી (pm kisan mandhan yojana online registration) કર્યા પછી ખેડૂતોએ ચોક્કસ રકમનું રોકાણ કરવું પડશે.
કયા દસ્તાવેજની જરૂર પડશે: 18 થી 40 વર્ષની વચ્ચેના ખેડૂતો PM કિસાન માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. ભારત સરકારે આ યોજના ખાસ કરીને દેશના સીમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો માટે શરૂ કરી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન છે. તેઓ સ્કીમમાં અરજી કરી શકે છેે. જો આનાથી વધુ જમીન હોય તો, આ સ્થિતિમાં તમારી અરજી રદ કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જરૂરી રહેશે.
વાર્ષિક 36 હજાર રૂપિયા મળશે: દેશભરના ઘણા આર્થિક રીતે નબળા ખેડૂતો ભારત સરકારની આ યોજનામાં અરજી કરીને રોકાણ કરી રહ્યા છે. આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત જ્યારે 60 વર્ષના થશો. તે પછી તમને દર મહિને 3 હજાર રૂપિયા (વાર્ષિક 36 હજાર રૂપિયા) પેન્શન મળશે. સરકારની કેટલીક યોજનાઓ આર્થિક મૂશ્કેલીમાં સહાયરૂપ નિવળે છે. પરંતુ કેટલાક લોકો આવી સ્કિમથી અજાણ હોય છે. જેના કારણે લાભ લઈ સકતા નથી. ખેડુતો આ સ્કિમનો લાભ કઈ રિતે લઈ શકે છે તે માટે આ ખાસ માહિતી ધ્યાનમાં લો.
માનધન યોજના માટે નોંધણી: સૌથી પહેલા તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે. ત્યાં તમારે તમારી પોતાની અને પરિવારની વાર્ષિક આવક અને તમારી જમીન સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. પૈસા લેવા માટે તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ આપવી પડશે. તે પછી તમારા આધાર કાર્ડ સાથે ત્યાં મળેલા એપ્લિકેશન ફોર્મને લિંક કરો. આ પછી તમને પેન્શન એકાઉન્ટ નંબર આપવામાં આવશે. કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકો છો.