ETV Bharat / bharat

હરિયાણામાં ભાજપ નેતાઓ સામે વિરોધ પ્રદર્શનમાં કિસાન-જવાન આમનેસામને

author img

By

Published : Jul 10, 2021, 4:33 PM IST

હરિયાણામાં ભાજપના નેતાઓને કૃષિ બિલ ( Farm Amendment Bill 2020 )ને લઈને ખેડુતોના વિરોધનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના નેતાઓના આગમન પહેલા જ યમુનાનગરમાં ખેડૂતો દ્વારા જબરદસ્ત હંગામો કરવામાં આવ્યો હતી. જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.

Farmers protest against BJP ministers
ભાજપ નેતાઓના વિરોધ પ્રદર્શનમાં કિસાન-જવાન આમનેસામને

  • કૃષિ બિલને લઈને યમુનાનગરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
  • વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું
  • પોલીસે લગાવેલા બેરિકેડને ખેડુતોએ ટ્રેક્ટર વડે ઉથલાવ્યાં

યમુનાનગર ( હરિયાણા ): ભાજપના નેતાઓ અને પ્રધાનોને કૃષિ બિલ ( Farm Amendment Bill 2020 )ને લઈને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યમુનાનગરમાં મોટી સંખ્યામાં શનિવારે ખેડુતો એકઠા થયા હતા. આ દરમિયાન ખેડૂતો દ્વારા ભાજપના કાર્યક્રમમાં પહોંચેલા શિક્ષણ પ્રધાન કંવરપાલ ગુર્જર (Kanwar Pal Gujjar) અને પરિવહન પ્રધાન મૂળચંદ શર્મા(Transport Minister Moolchand Sharma)નો વિરોધ કરવામાં આવ્યો હતો. આથી, પોલીસ અને ખેડુતો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી

પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયું ઘર્ષણ

ખેડૂતોએ ભાજપના નેતાઓનો વિરોધ કરવાની ઘોષણા કરી દીધી હતી, જે સંદર્ભે પોલીસે બેરિકેડના લાઈનો લગાવી દીધી હતી, પરંતુ પોલીસ દ્વારા મુકવામાં આવેલા બેરિકેડને ખેડુતોએ ટ્રેક્ટર વડે ઉથલાવી નાખ્યા હતા. આથી, પોલીસ અને ખેડૂતો વચ્ચે ગંભીર માહોલ જોવા મળ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સુભાષ ગુર્જર, સાહેબસિંહ ગુર્જર, સુમન વાલ્મિકી સહિતના 20 અન્ય ખેડૂતો શામેલ હતા, જેની પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Save Agriculture Save Democracy: ખેડૂતો આજે દેશભરમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસની ઉજવણી કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.