ETV Bharat / bharat

આશ્ચર્ય ! : આ કેરીની સુરક્ષા માટે રાખવામાં આવી 'Z Plus' સિક્યુરિટી

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ 'તઈયો નો તમાગો' ( Taiyo No Tamago ) ને કેરીની જાતનો રાજા કહેશો તો પણ ખોટું નથી. આ કેરી જાપાનમાં જોવા મળે છે. ત્યારે, મધ્યપ્રદેશના જબલપુર ( Jabalpur )ના સંકલ્પ પરિહારના બગીચામાં આ પ્રકારની વિવિધ કેરીઓ જોવા મળે છે. તઈયો નો તમાગો કેરીની કિંમત પ્રતિ કિલો 2 લાખ રૂપિયા છે. આથી, ભારતમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને આ કેરીની ચોરીનું જોખમ પણ વધ્યું છે. જેના કારણે બગીચાના માલિકે આ કેરીની સુરક્ષા માટે 9 શ્વાન અને 6 સુરક્ષા ( Protection Of Mango ) ગાર્ડ તૈનાત કર્યા છે.

world most expensive taiyo no tamago mango in Jabalpur
જબલપુરમાં વિશ્વની સૌથી મોંધી તઈયો નો તમાગો કેરી
author img

By

Published : Jul 2, 2021, 6:03 AM IST

  • આ કેરીનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયા
  • બગીચામાં સુરક્ષા માટે રાખવામાં આવ્યા 9 શ્વાન
  • દર મહિને સુરક્ષા માટે 50,000 રૂપિયાનો ખર્ચ

જબલપુર (મધ્યપ્રદેશ): કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પરંતુ આ એવી કેરી છે કે જેને કેરીની જાતનો રાજા કહેવામાં આવે છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક બગીચામાં જાપાનમાં જોવા મળતી આંબાની 8 જાત છે. જબલપુરના સંકલ્પ પરિહારના બગીચામાં આ પ્રકારની વિવિધ કેરીઓ જોવા મળે છે, જેની સુરક્ષામાં તેઓ દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ચોરોએ આ કેરી( Taiyo No Tamago )ઓ જોઇ લીધી છે. જેના કારણે તેમની સુરક્ષા ( Protection Of Mango )માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આથી, અંદાજો લગાવી શકીએ છીએ કે આ કેરી કેટલી ખાસ હશે. આ કેરીની કિંમત પ્રતિ કિલો 2 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: આ છે ભારત સરકારની 'સ્ટેમ્પવાળી કેરી', ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે સ્વાદ

9 શ્વાન અને 6 ગાર્ડ સાથે કેરીની સુરક્ષા

બગીચાના માલિક સંકલ્પ પરિહારે કહ્યું હતું કે, આ બગીચામાં જુદા જુદા ખૂણા પર 9 શ્વાન ગોઠવવામાં આવ્યા છે. આ સિવાય પાંજરામાં રહેલા શ્વાન નજીકમાં કોઈ અજાણ્યા વ્યક્તિને જોતાની સાથે જ ભસવાનું શરૂ કરે છે. શ્વાનને એવી રીતે રાખવામાં આવે છે કે, તે કોઈપણ બાજુથી આવતા વ્યક્તિ પર જોઇ શકાય છે. ગયા વર્ષે પણ ચોરોએ આ કેરીઓ ચોરી કરી હતી, તેથી આ વર્ષે તેમની સુરક્ષા વધું વધારી હતી. આ કેરીની સુરક્ષા માટે દર મહિને આશરે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.

જબલપુરમાં વિશ્વની સૌથી મોંધી તઈયો નો તમાગો કેરી

જાપાનની કેરીની કિંમત 2 લાખ રૂપિયા

જાપાનમાં આ વિશેષ કેરી મળી આવે છે, જેને 'તઈયો નો તમાગો' તરીકે ઓળખવામાં આવે છે. તેને 'સૂર્યનું ઈંડુ' ( એગ ઓફ ધ સન ) પણ કહેવામાં આવે છે. જાણીને આશ્ચર્ય થશે કે, જબલપુરમાં ચરગવાં રોડ પર સંકલ્પ પરિહાર અને રાની પરિહારનો બગીચો છે, ત્યાં 14 વિવિધ પ્રકારની કેરીઓ છે. ત્યાં સૌથી મોંઘી કેરીના કેટલાક વૃક્ષો પણ છે, તઈયો નો તમાગો કેરીનું છેલ્લા 4 વર્ષથી સતત ઉત્પાદન થઈ રહ્યું છે. આ કેરીનો ભાવ પ્રતિ કિલો 2 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: Miyazaki mango: જબલપુરના બગીચામાં દુનિયાના સૌથી મોંઘી કેરી, 2 લાખ રૂપિયા છે તેની કિંમત

પૂર્ણિયામાં પણ આ કેરીનો આંબો હોવાનો દાવો

બિહારના પૂર્ણિયા શહેરના ભટ્ટ દુર્ગાબારીમાં સ્થિત અજિત સરકારના મકાનમાં આ વિશ્વની સૌથી મોંઘી કેરીનો આંબો છે. અજિત સરકારના જમાઇ અને તેના પરિવારના સભ્યોએ આ દાવો કર્યો છે કે, લગભગ 30 વર્ષ પહેલાં પૂર્ણિયા સદરના ધારાસભ્ય રહી ચૂકેલા અજિત સરકારની પુત્રી રીમા સરકારને વિદેશથી આવેલા એક વ્યક્તિએ તેમની પત્નીને ભેટ આપી છે, ત્યારે તેને આ કેરીની વિશેષતાની ખબર નહોતી. પરંતુ આ ખબર પડ્યા પછી તેમણે આ કેરીની સુરક્ષા માટે ચોકીદાર પણ તૈનાત કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.