હૈદરાબાદ: 14 જૂન, 2020ના રોજ ડબ્લ્યુએચઓ અને બધા દેશો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી હતી. 2005માં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા રક્તદાતાઓનો આભાર માનવા અને વધુ લોકોને મુક્તપણે રક્ત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂનના રોજ ઉજવાય છે.રક્તદાતાઓનો આભાર માનવા સાથે, સલામત રક્તની વૈશ્વિક આવશ્યકતા અને દરેક કેવી રીતે યોગદાન આપી શકે છે, તે વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ રક્તદાતા દિવસનો ઇતિહાસ: વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે કાર્લ લેન્ડ સ્ટીનર નોન ના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે જેઓનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો.વિશ્વ રક્તદાતા દિવસ, તમામ દાતાઓ માટે , કાર્લ લેન્ડસ્ટીનર (એબીઓ બ્લડ ગ્રુપ પદ્વતિની શોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક)ની જન્મદિવસ ઉજવણી અને તેમની યાદ માટેની અમૂલ્ય તક લાવે છે.
રક્તદાનનું મહત્વ: રક્તદાન થકી વિશ્વના કરોડો લોકોને નવજીવન મળી રહ્યું છે. રક્તદાનની આ એકમાત્ર ઉપલબ્ધિ નથી વિશ્વના અનેક લોકો વિવિધ રોગોથી પીડાય રહ્યા છે. જેમાં તેમને સમયાંતરે અને ચોક્કસ નિર્ધારિત સમયે બહારથી લોહી આપવું પડે તેવી જરૂરિયાત ઊભી થાય છે. આવા તમામ લોકોને રક્ત દાતાઓ દ્વારા દાન કરેલું લોહી નવજીવન આપવા માટે પૂરતું છે. રક્તદાન થકી નવજીવન મેળવેલા પ્રત્યેક વ્યક્તિને લોહી નવજીવન આપે છે. આ સાથે સાથે રક્તદાતાને પણ તે ખૂબ જ મદદગાર બને છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિને આરોગ્યની દ્રષ્ટીએ શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ બીમારી સામે ખૂબ સારી લડત આપી શકે છે. અન્ય વ્યક્તિઓ કરતા બીમારી સામે પ્રતિકારક શક્તિ મા સૌથી આગળ જોવા મળે છે. આ સાથે સાથે રક્તદાન કરતા પ્રત્યેક વ્યક્તિ લાંબુ દીર્ઘ આયુષ્ય પણ મેળવતા હોય છે. તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ રક્તદાન થકી વણજોઈતા વજનને ઘટાડવા માટે પણ ખૂબ મદદ મળે છે. જે વધુમાં રક્તદાનથી લિવરની તંદુરસ્તી ખૂબ સારી બન્ને છે. તેને કારણે શરીરમાં આયર્નનું પ્રમાણ સમાંતર જોવા મળે છે. સૌથી મોટી વાત રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાઓ હૃદયરોગના હુમલાની શક્યતાઓ પણ ખૂબ ઓછી જોવા મળે છે.
વિશ્વ રક્તદાતા દિવસ 2023 ની થીમ: “રક્ત આપો, પ્લાઝમા આપો, જીવન આપો, વારંવાર શેર કરો.” આ વર્ષે, વિશ્વ રક્તદાતા દિવસ 2023 ની વૈશ્વિક ઇવેન્ટનું આયોજન કરનાર દેશ અલ્જેરિયા તેની રાષ્ટ્રીય રક્ત ટ્રાન્સફ્યુઝન સેવા દ્વારા છે.
આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે: આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે, પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.
લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે: એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. જે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે, આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે.
રક્તદાન કરતા પહેલા ખાસ બાબતોનું ધ્યાન રાખો: 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.રક્તદાનના 24 કલાક પહેલા તમાકુ, દારૂ, ધુમ્રપાન વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ.રક્તદાન કરતા પહેલા ડૉક્ટર દ્વારા તબીબી તપાસ કરાવો. જો તમે ફિટ હોવ તો જ રક્તદાન કરો.ધ્યાન રાખો કે રક્તદાતાનું વજન 45 થી 50 કિલોથી ઓછું ન હોવું જોઈએ.
અહીં રક્તદાન કરવાના ફાયદા છે:
કેન્સરનું જોખમ: લોહીમાં આયર્નની માત્રા વધુ હોવાને કારણે બ્લડ કેન્સરનું જોખમ વધી જાય છે. રક્તદાન કરવાથી લોહીમાં હાજર આયર્નનું સ્તર સામાન્ય રહે છે. જેના કારણે બ્લડ કેન્સરનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.
રક્તદાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે: રક્તદાન કરવાથી નવા લાલ રક્તકણો બને છે. નવા લાલ રક્ત કોશિકાઓમાં ઉચ્ચ પ્રતિરક્ષા હોય છે, જે ઘણા પ્રકારના રોગો સામે લડવામાં મદદ કરે છે. એકંદરે, રક્તદાન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે: સાદી ભાષામાં કહીએ તો, સમયાંતરે રક્તદાન કરવાથી તેની સ્નિગ્ધતા ઓછી થાય છે, જેથી હૃદયને શરીરમાં લોહી પંપ કરવા માટે વધુ સંઘર્ષ કરવો પડતો નથી. જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન એટેકની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. દૃષ્ટિ સારી છે.
કમજોરી આવતી નથી: સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, લોકો રક્તદાન કરતા શરમાતા હોય છે. તેમને લાગે છે કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવશે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે. પણ એવું બિલકુલ નથી. રક્તદાન કર્યા પછી, સામાન્ય રીતે જ્યુસ ફળો વગેરે રક્તદાતાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પણ વાંચો: