- સરકારે સો.મીડિયા માટે જાહેર કર્યા હતા નિયમો
- ફેસબુકે કરી નવી જાહેરાત
- સરકાર સાથે નિયમો સાથે કરશે ચર્ચા
નવી દિલ્હી: સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફેસબુકને જણાવ્યું કે ભારતમાં ઑપરેશનલ પ્રોસિજર લાગુ કરવા માટે કામ કરી રહ્યું છે અને આઇટીના નિયમોનું પાલન કરવા તરફ જઇ રહ્યાં છે. આ નિયમો 26મી મેથી લાગુ કરવામાં આવશે. સાથે જ ફેસબુકે જણાવ્યું છે કે ફેસબુકે જણાવ્યું કે તેઓ સરકાર સાથે પણ આ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખશે. ફેસબુરે મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું થે કે સોશિયલ મીડિયા કંપનીઓએ ડિઝિટલ મંચ માટે નવાનિર્દેશ આપવામાં આવ્યા છે. જેની સમય સીમા 25 મે સુધી આપવામાં આવ્યા છે.
વધુ વાંચો: તો શું આ તારીખથી બંધ થઈ જશે ફેસબુક અને ટ્વિટર...!?
કેન્દ્રએ ફેબ્રુઆરીમાં નવા નિયમોની ઘોષણા કરી હતી
નવા નિયમોની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. જેના કારણે ટ્વિટર, ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સઅપે પણ તપાસ કરવાની તૈયારી કરવી પડશે. સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ ચીફ કંપ્લેઇન્સ ઑફિસર, નોડલ લાઇસન ઑફિસર અને રેસિડન્ટ ગ્રીવિયન્સ રિડ્રેસલ ઑફસરની નિમણૂંક કરવી પડશે. ઇન્ફર્મેશન અને ટેક્નૉલોજી મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે જ્યારથી નિયમ લાગુ કરવામાં આવશે ત્યારથી ફરીયાદના સમાધાન કરવા માટે અધિકારીની નિયુક્તિ કરવી જરૂરી બની જશે.આ નિયમોનું પાલન કરવાથી સોશિયલ મીડિયા કંપની ઇન્ટરમિડીએટ નહીં રહે.
વધુ વાંચો: ભારતમાં ફેસબુકે પોતાના કોવિડ એનાઉન્સમેન્ટ ટૂલનું કર્યું વિસ્તરણ
ફેસબુકના પ્રવક્તાનું નિવેદન
ફેસબુકના એક પ્રવક્તાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો ઇરાદો આઇટીના નિયમોનું પાલન કરાવાનો છે અને અમે સરકાર સાથે આ મુદ્દે ચર્ચા પણ ચાલુ રાખીશું કેમકે તેની જરૂર છે. અમે આ વિષય પર ઓપરેશનલ કાર્ય શરૂ કરવાના વિષય પર કામ કરી રહ્યાં છે. પ્રવક્તાએ એવું પણ જણાવ્યું હતું કે ફેસબુક હંમેશાએ વાતનું ધ્યાન રાખે છે કે લોકો તેના મંચ પર મુક્ત અને સુરક્ષિત અનુભવે. ઉલ્લેખનીય છે કે સરકારે 25 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા કંપનીઓ માટે કડક નિયમોની જાહેરાત કરી હતી.