ETV Bharat / bharat

અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ - શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાલી રહેલી રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારબાદ ચંપત રાયે મંદિર નિર્માણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, વર્ષની ગંભીરતાને જોતા પાયા ભરાવવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્ય સપ્ટેમ્બર મહિના સુધી પૂર્ણ થઈ જશે.

અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ

author img

By

Published : Apr 12, 2021, 11:14 AM IST

Updated : Apr 12, 2021, 3:21 PM IST

  • રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ
  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપી માહિતી
  • રામ મંદિરના મુખ્ય લેઆઉટમાં હવે મોટું પરિવર્તન નહીં થાયઃ ચંપત રાય

અયોધ્યા (ઉત્તરપ્રદેશ): રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ છે. આ મહત્વપૂર્ણ બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, રામ મંદિર માટે પાયા ભરાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રામ મંદિરના પાયામાં હવે મટિરિયલ ભરવામાં આવશે. આ દરમિયાન મટિરિયિલની એક એક ફૂટ મોટી મજબૂત લેયર બનાવીને પાયાનું નિર્માણ થશે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા તમામ બાબતોની તપાસ કરી લેવાઈ છે. મંદિરના મુખ્ય લેઆઉટમાં હવે મોટું પરિવર્તન નહીં થાય.

આ પણ વાંચોઃ નડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાનું દાન

રામ મંદિરના પાયામાં 44 લેયર રાખવામાં આવશે

ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના પાયામાં 44 લેયર હશે, જેમાં દરેક લેયર 300 મિલીમીટરની હશે. આ માટે 10 ટનથી લઈને 12 ટનના રોલર ચલાવી લેયર દબાવવામાં આવશે. ત્યારબાદ લગભગ દરેક લેયર 2 ઈન્ચની બેસશે. રામ મંદિરના પાયામાં એક ફિટના મોટી લેયર નાખ્યા બાદ રોલર ચલાવવામાં આવશે. આ રોલર 2 પ્રકારના હશે. પહેલા સામાન્ય અને બીજા ધ્રુજારી ઉત્પન્ન કરનારા, જેનાથી પાયા સંપૂર્ણ રીતે મજબૂત થશે.

આ પણ વાંચોઃ રામ મંદિરના નિર્માણ માટે ખોદકામ દરમિયાન ખંડિત મૂર્તિઓ મળી

પાયા ભરાવવાનું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, વર્ષની ગંભીરતાને જોતા પાયા ભરાવવાનું કાર્ય શરૂ થયું છે. આ કાર્ય સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ દરમિયાન લગભગ 1,25,000 ઘન મીટર બેક ફિલિંગ થશે.

Last Updated : Apr 12, 2021, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.