ETV Bharat / bharat

Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ - australia won by 6 wickets

ICC મહિલા કપ 2022માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું (Womens World Cup 2022) છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની (Ind vs Aus) 5 મેચમાં આ ત્રીજી હાર છે. હવે ભારતીય ટીમનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.

Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ

author img

By

Published : Mar 19, 2022, 3:49 PM IST

ઓકલેન્ડઃ મહિલા વનડે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને સેમીફાઈનલનો રસ્તો (australia won by 6 wickets) સાફ કરી લીધો છે. ઓકલેન્ડમાં રમાઈ રહેલી આ (Ind vs Aus) મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારત તરફથી મળેલા 278 રનનો ટાર્ગેટ ત્રણ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો: Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...

મહિલા વનડે વર્લ્ડ કપની આ 18મી મેચ: ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 49.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે 107 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ: આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 5 માંથી 5 મેચ જીતી છે. ટીમના 10 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમની આ ટૂર્નામેન્ટમાં સતત બીજી અને એકંદરે ત્રીજી હાર હતી.

આ પણ વાંચો: Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયા સામે મિતાલીનું બેટ ગરજ્યું, વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ

ટીમ ચોથા સ્થાને યથાવત: ભારતના હવે 5 મેચમાં 2 જીત અને 3 હાર સાથે 4 પોઈન્ટ છે. ટીમ ચોથા સ્થાને યથાવત છે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે તેની આગામી 2 બાકીની મેચો જીતવી પડશે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 22 માર્ચે બાંગ્લાદેશ સામે રમવાની છે. અને 27 માર્ચે ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.