થ્રિસુર(કેરળ ): કેરળ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, તેઓએ સગીર વિદ્યાર્થીની છેડતી કરવા બદલ એક મહિલા ટ્યુશન ટીચરની ધરપકડ કરી છે. પીડિત પ્લસ વનનો વિદ્યાર્થી છે.(teacher accused of molesting student arrested) પોલીસે કહ્યું, "શિક્ષકની 28 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને તે હવે ન્યાયિક કસ્ટડીમાં છે."
POCSO એક્ટ : પોલીસે જણાવ્યું કે, શાળાના સત્તાવાળાઓએ છોકરાના વર્તનમાં ફેરફાર જોયો અને તેને કાઉન્સેલિંગ માટે લઈ ગયા હતા. આ દરમિયાન તેણે ઘટના વિશે જણાવ્યું હતુ. જેના પગલે શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
ગુનો કબૂલી લીધો: વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે ટ્યુશન ટીચરે દારૂ પીને તેની છેડતી કરી. એવી આશંકા છે કે છેડતીની આ જ પેટર્ન ઘણી વખત પુનરાવર્તિત થઈ હતી. પૂછપરછ દરમિયાન ટ્યુશન ટીચરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. શિક્ષિકાએ તેના ઘરે રિસેપ્શન પાર્ટીમાં વિદ્યાર્થીને દારૂ પીરસ્યો હતો. શિક્ષિકા તેના પતિથી અલગ થઈ ગઈ અને કોવિડ દરમિયાન ટ્યુશન લેવાનું શરૂ કર્યું. અગાઉ તે ફિટનેસ સેન્ટરમાં ટ્રેનર તરીકે પણ કામ કરતી હતી.