ETV Bharat / bharat

મહિલાએ 31 વર્ષ બાદ ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ - ભાઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ

મહારાષ્ટ્રમાંથી એક હચમચાવી નાંખે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધો પર પ્રશ્નો ઊભા થાય એવી વાત છે. સૌથી ખાસ વાત તો એ છે કે, આ કેસમાં 31 વર્ષ બાદ ફરિયાદ થઈ છે. પીડિતા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના મોટા ભાઈએ તેના પર દુષ્કર્મ કર્યો હતો. આ પ્રકારનું જાતીય શોષણ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું હતુ.(WOMAN SEXUALLY ABUSED BY BROTHER )

મહિલાએ 31 વર્ષ બાદ ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ

author img

By

Published : Sep 21, 2022, 6:20 PM IST

અમરાવતી(મહારાષ્ટ્ર): લગભગ 31 વર્ષ પહેલા બનેલી જાતીય સતામણીની ઘટના અંગે 44 વર્ષીય મહિલાએ અમરાવતી પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસ અવાચક રહી ગઈ હતી. આ મહિલા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના ભાઈએ તેના પર દુષ્કર્મ કર્યો હતો. જ્યારે તેણે તેના માતા-પિતાને આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે તેઓએ પરિવારને તકલીફ ન પડે તે માટે આ ઘટનાની અવગણના કરી હતી, પરંતુ હવે ત્રીસ વર્ષ બાદ આખરે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે. (AMRAVATI POLICE)(WOMAN SEXUALLY ABUSED BY BROTHER )

ભાઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ: પીડિતા તેના પતિ અને પુત્ર સાથે દિલ્હી નજીક નોઈડામાં રહે છે. પીડિતા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના મોટા ભાઈએ તેના પર દુષ્કર્મ કર્યો હતો. આ પ્રકારનું જાતીય શોષણ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું હતુ. 1983 થી 1991 ના સમયગાળા દરમિયાન રાજાપેઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શહેરી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પીડિત મહિલાએ રાજપેઠ પોલીસમાં ફરિયાદ કર્યા પછી મંગળવારે રાત્રે મહિલાના ભાઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો.(maharashtra rape case)

31 વર્ષ બાદ ફરિયાદ નોંધાવી: પીડિતાનો 52 વર્ષીય ભાઈ મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. આ મામલે મહિલાએ દિલ્હી અને નોઈડા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પીડિતાના પિતા અમરાવતીમાં કામ કરતા હતા, ત્યારે તે રાજાપેઠ પોલીસ સ્ટેશનની હદમાં તેની માતા, પિતા અને ભાઈ સાથે રહેતી હતી. પીડિતાનું આઠ વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું હતું. તેણીએ તેના માતાપિતાને જાણ કરી, પરંતુ તેઓએ તેની અવગણના કરી હતુ. બાદમાં તેને અને તેના ભાઈએ લગ્ન કરી લીધા. તેના પિતાનું અવસાન થયું અને ત્યારબાદ તેની માતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તે એક શબ્દ પણ બોલી નહીં. પરંતુ તેના માથામાં વિચારો સતત ફરતા હતા. તેમા પર લાગેલો દુષ્કર્મનો ઘા રૂઝાઈ શક્યો નહીં અને આખરે 31 વર્ષ બાદ તેણીએ પોતાની સાથે થયેલા અન્યાય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.