જામતારા(ઝારખંડ): જિલ્લાના એક ગામમાં પરણિત યુવકને પ્રેમની લાલચ મોંઘી પડી હતી. યુવકની પત્નીએ પાડોશની ગામની વિધવા સાથે તેની રાસલીલાનો પર્દાફાશ કર્યો હતો. (WOMAN REVEALED HER HUSBAND RASLEELA)મહિલા તેના પતિની ગર્લફ્રેન્ડના ગામ પહોંચી અને તેને વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો હતો. આ પછી લોકોનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો. (PEOPLE TIED COUPLES TO ELECTRIC POLE)લોકોએ પરિણીત યુવક અને વિધવાને એક થાંભલા સાથે બાંધીને બેફામ માર માર્યો (woman beats husband) હતો. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.
બંનેને મુક્ત કરાવ્યાઃ આ ઘટનાની જાણ યુવકના પિતાને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુવકના પિતા તેમની પુત્રવધૂને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સમાંથી કુંધિત હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહી અન્ય ગ્રામજનો પણ ત્યાં પહોંચી જતા તેઓએ યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. મામલાની જાણ થતાં પહોંચેલી પોલીસે ગ્રામજનોને સમજાવીને બંનેને મુક્ત કરાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.