ETV Bharat / bharat

ચોખામાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ નીષ્ફળ જતા મહિલાએ પ્રેમીની મદદથી પતિને પતાવી દીધો - Siddhipet district of telangana

તેલંગાણામાં માતા-પિતાના દબાણમાં લગ્ન કરનાર યુવતીએ તેના પ્રેમીની મદદથી લગ્નના 36 દિવસ બાદ તેના પતિની હત્યા (Telangana Woman Killed Husband) કરી નાખી હતી. જો કે, અગાઉ પણ તેણીએ ચોખામાં ઝેર ભેળવીને પતિની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.

ચોખામાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ નીષ્ફળ જતા મહિલાએ પ્રેમીની મદદથી પતિને પતાવી દીધો

author img

By

Published : May 9, 2022, 7:41 PM IST

હૈદરાબાદઃ તેલંગાણામાં એક મહિલાએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી નાખી (Telangana Woman Killed Husband) હતી. અગાઉ પણ તેણીએ તેના પતિને મારવા માટે ચોખામાં ઝેર (Telangana poison in rice) ભેળવ્યું હતું, પરંતુ બીજી વખત તેણી મોતને ઘાટ ઉતારવામાં સફળ રહી હતી. મહિલાએ ઢોંગ કર્યો કે, તેના પતિનું છાતીમાં દુખાવાથી મૃત્યુ થયું છે. બાદમાં પોલીસને જાણવા મળ્યું કે તેણે તેની હત્યા કરી છે.

ત્રણ વર્ષથી શ્યામલાના પ્રેમમાં: લગ્નના 36 દિવસ બાદ જ આ બધુ થયું છે, જે જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. હાલ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગયા મહિનાની 28 તારીખે સિદ્ધીપેટ જિલ્લા (Siddhipet district of telangana)માં બની હતી. હત્યાનો ખુલાસો કરતા, શહેરના ટુ ટાઉન સીઆઈ વી રવિકુમારે રવિવારે જણાવ્યું કે, થોગુટા ઝોનના ગુડીકંદુલા ગામની શ્યામલાના લગ્ન દુબ્બાકા મંડલ ચિન્ના નિઝામપેટાના કોનાપુરમ ચંદ્રશેખર સાથે થયા હતા. આ લગ્ન આ વર્ષે 23 માર્ચે થયા હતા. ગુડીકંદુલાના રહેવાસી શિવકુમાર ત્રણ વર્ષથી શ્યામલાના પ્રેમમાં હતા.

આ પણ વાંચો: Bengal Safari Park video: શાવકોએ માં સાથે કરી મસ્તી, જૂઓ વીડિયો

જો કે યુવતીએ પરિવારના સભ્યોના દબાણમાં ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પ્રેમી શિવની મદદથી તેના પતિની હત્યા (woman killed husband with lover) કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. 19 એપ્રિલે તેણે ચોખામાં ઝેર ભેળવીને તેના પતિને પીરસ્યું, પરંતુ સદનસીબે હોસ્પિટલ પહોંચ્યા બાદ તેનો જીવ બચી ગયો હતો. તેણે વિચાર્યું કે તે માત્ર ફૂડ પોઈઝન છે. ત્યારબાદ 28 એપ્રિલે તે તેના પતિને મંદિરે લઈ ગઈ હતી. તે ટુ-વ્હીલર પર અનંત સાગર ઉપનગરીય વિસ્તારમાં ગયો હતો, જ્યાં થોડો સમય એકલા વિતાવવાની વાત થઈ હતી.

આ પણ વાંચો: Bulldozer return from shaheen bagh: શાહીન બાગથી વીલા મોઢે પરત ફર્યુ બુલડોઝર, જાણો લોકોએ શું કર્યું

શ્યામલાના બોયફ્રેન્ડ શિવ, તેના મિત્ર રાકેશ, રણજીત, તેના સાળા સાઈ કૃષ્ણ અને તેના ભાઈ ભાર્ગવે કારમાં તેમનો રસ્તો રોક્યો હતો. તે ચાર સભ્યોની મદદથી શ્યામલા અને તેના પ્રેમી શિવાએ ચંદ્રશેખરનું ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ શ્યામલાએ પરિવારને જણાવ્યું કે, તેના પતિનું છાતીમાં દુખાવાથી મૃત્યુ થયું છે. શ્યામલાની શંકાના આધારે ચંદ્રશેખરની માતા માનેવા અને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો. છ આરોપીઓને રવિવારે સિદ્ધિપેટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. તમામ ગુનેગારોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.