ETV Bharat / bharat

મહિલાએ યુવકને ચપ્પલ વડે જાહેરમાં ઢીબી નાંખ્યો, વીડિયો વાયરલ

હાથરસમાં બીચ માર્કેટની મહિલાએ યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો. (Viral video of Hathras Woman beat youth )તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો, જુઓ વીડિયો

author img

By

Published : Oct 17, 2022, 12:30 PM IST

હાથરસ(ઉતર પ્રદેશ): જિલ્લાના લક્ષ્મી ટોકીઝ પાસે મહિલા યુવકને ચપ્પલ વડે માર મારવાનો મામલો સામે આવ્યો છે.(Viral video of Hathras Woman beat youth ) આ વાયરલ વીડિયો રવિવારની મોડી સાંજનો છે. પીડિત યુવકના સાથીઓએ હાથરસ પહોંચીને પોલીસને મામલાની જાણ કરી હતી.

મહિલાએ યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો, જુઓ વીડિયો

પોલીસે તપાસ શરૂ કરી: સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, મહિલાએ તેના સાસરિયાઓના કહેવાથી યુવકને માર માર્યો હતો. જ્યારે બજારમાં હંગામો થયો ત્યારે લોકોએ પોલીસને બોલાવવાનું કહ્યું ત્યારે મહિલા ત્યાંથી ચાલી ગઈ હતી. આ મામલાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી.

યુવકને ચપ્પલ માર્યા: ફિરોઝાબાદના ગામમાં રહેતો યુવક સવારની પાળીમાં પીઈટીની પરીક્ષા આપવા શહેરની બગલા ઈન્ટર કોલેજમાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા આપ્યા બાદ તે બપોરે તેના મિત્રો સાથે બીજા પરીક્ષા કેન્દ્ર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત એક યુવક સાથે થઈ હતી. જેણે ત્રણ-ચાર લોકોને બોલાવ્યા હતા. તેઓએ પીડિતને ઘેરી લીધો હતો અને માર મારવા લાગ્યા હતા. તે જ સમયે, મહિલાએ ઉગ્રતાપૂર્વક મધ્યબજારમાં યુવકને ચપ્પલ માર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ: પીડિતે આરોપ લગાવ્યો છે કે, જે લોકોએ તેને રસ્તામાં ઘેરી લીધો હતો. આ જ લોકોએ એક મહિલાને ફોન કરીને બોલાવી અને પછી તેની સાથે મારપીટ કરી હતી. મહિલાએ યુવકને જમીન પર પછાડીને ચપ્પલથી માર માર્યો હતો. તેનો લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તે જ સમયે, પોલીસને બોલાવવાની વાત સાંભળીને, મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી. જે બાદ પીડિત યુવકના મિત્રોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ અંગે મિત્રોએ કોતવાલી સદરમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એક યુવકને કસ્ટડીમાં લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.