- આર્યન ડ્રગ્સ કેસમાં એક દાવાના આધારે નવો ખુલાસો થઈ શકે છે
- સાક્ષીએ NCBના સમીર વાનખેડે પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો
- પ્રભાકરે ગોસાવીને 50 લાખ રોકડા આપ્યા હોવાનો દાવો કરાયો
મુંબઈ, મહારાષ્ટ્ર : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ( ARYAN KHAN DRUGS CASE ) નવો ખુલાસો કેસની દિશા બદલી શકે છે. એક સાક્ષીએ NCBના ઝોનલ ચીફ સમીર વાનખેડે (NCB Zonal Chief Sameer Wankhede) પર પૈસા લઈને વાટાઘાટો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેસના અન્ય સાક્ષી કે.પી. ગોસાવી પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ક્રુઝ પર દરોડા દરમિયાન ગોસાવી અને આર્યનની તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં ગોસાવી આર્યન સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. જોકે, NCBએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
સમગ્ર મામલે સાક્ષી પ્રભાકરનો દાવો
સાક્ષી પ્રભાકરનો દાવો છે કે, તેણે ગોસાવી અને સેમ વચ્ચેની વાતચીત સાંભળી હતી. આમાં બન્ને 25 કરોડ રૂપિયાની વાત કરતા હતા. આ મામલે બન્ને 18 કરોડ પર સહમત થયા હતા. તેણે આમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાની પણ વાત કરી હતી. સાક્ષી પ્રભાકરે એવો પણ દાવો કર્યો હતો કે, ક્રૂઝ પર દરોડા દરમિયાન સેમ અને ગોસાવી શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે જોવા મળ્યા હતા. તેઓએ એકબીજા સાથે 15 મિનિટ સુધી વાતચીત પણ કરી હતી. પ્રભાકરે દાવો કર્યો હતો કે. ગોસાવીએ તેમને પંચ બનવા માટે પણ કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે, NCBએ તેને 10 અલગ-અલગ પેજ પર સહી કરાવી હતી.
પ્રભાકરે ગોસાવીને 50 લાખ રોકડા આપ્યા
NDTVના અહેવાલ મુજબ પ્રભાકરે ગોસાવીને 50 લાખ રોકડા આપ્યા હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ સમીર વાનખેડેએ આ તમામ આરોપોને મનઘડત ગણાવ્યા છે. સૂત્રોનો દાવો છે કે, એજન્સીની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ મામલામાં સ્વતઃ સંજ્ઞાન લેવાની જરૂર છે. મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. NCB આ મામલે અભિનેત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરી રહી છે. આર્યન સાથે તેનો ઘણો ગાઢ સંબંધ છે.
શું છે સમગ્ર મામલો ?
2 ઓક્ટોબરની રાત્રે, મુંબઈથી ગોવા જતી કોર્ડેલિયા ક્રૂઝ પર NCB એ ડ્રગ્સ પાર્ટીની શંકાના આધારે ઘેરાબંધી કરી અને આર્યન ખાન સહિત 7 લોકોને સ્થળ પરથી પકડ્યા હતા. NCBની એક ટીમને ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીની ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમ પ્લાન મુજબ ક્રૂઝ પર દરોડો પાડવા ગઈ હતી.
આ પણ વાંચો: