ETV Bharat / bharat

Winter Session 2022 : તવાંગ અથડામણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યો છે. આજે આ મુદ્દે સંસદમાં (Winter Session 2022) હંગામો થવાની સંભાવના છે.

Winter Session 2022 : તવાંગ અથડામણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે
Winter Session 2022 : તવાંગ અથડામણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે
author img

By

Published : Dec 13, 2022, 9:23 AM IST

નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હત. જેમાં બંને પક્ષના જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ભારતીય સૈન્યના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં 30 મહિનાથી વધુ સમયથી બંને પક્ષો વચ્ચેના સરહદી અવરોધ વચ્ચે ગયા શુક્રવારે સંવેદનશીલ વિસ્તારમાં LAC પર યાંગત્સે નજીક અથડામણ થઈ હતી.

  • Congress MP Syed Nasir Hussain gives notice of short duration discussion under rule 176 in Rajya Sabha to discuss the India-China face-off in Tawang sector, Arunachal Pradesh

    Party's MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha to discuss the matter in the House pic.twitter.com/HqV6NQYH5A

    — ANI (@ANI) December 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તવાંગ અથડામણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે : ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, “અમારા સૈનિકોએ નિશ્ચિતપણે ચીની સૈનિકોનો સામનો કર્યો. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સેનાએ એમ પણ કહ્યું કે, બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા. આ પછી અમારા કમાન્ડરે સ્થાપિત મિકેનિઝમ મુજબ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ચીની સમકક્ષ સાથે 'ફ્લેગ મીટિંગ' કરી. સેનાના છ જવાનોને ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે : આ મુદ્દે આજે સંસદમાં મડાગાંઠ સર્જાવાની છે. વિપક્ષી પાર્ટીઓએ સરકારને તવાંગ કેસ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે, ચીન વારંવાર આવી ઉદ્ધતાઈ કેવી રીતે કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદી પાસે જવાબ માંગ્યો છે. સરકારને આડે હાથ લેતા કોંગ્રેસે કહ્યું કે, સૂત્રો પાસેથી આવા મોટા સમાચાર મળી રહ્યા છે, સરકાર ક્યાં છે.

કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને આપી હતી માહિતી : કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીન વચ્ચેના મડાગાંઠની ચર્ચા કરવા માટે નિયમ 176 હેઠળ રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાની સૂચના આપી હતી.

મનીષ તિવારીએ આપ્યો હતો સ્થગિત પ્રસ્તાવ : કોંગ્રેસ પાર્ટીના સાંસદ મનીષ તિવારીએ આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.

અરુણાચલના બીજેપી સાંસદે તવાંગ અથડામણ પર કરી વાત : તવાંગ અથડામણ પર અરુણાચલ પ્રદેશના બીજેપી સાંસદ તાપીર ગાઓએ કહ્યું છે કે ચીની સેનાને વધુ નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.