ETV Bharat / bharat

Home loans instead of personal loans: શા માટે વ્યક્તિગત લોનને બદલે ટોપ-અપ હોમ લોન પસંદ કરવી જાણો - Tax exemption for home loans

બેંકો હાલના હોમ લોન ગ્રાહકોને ટોપ અપ લોન (Home loans instead of personal loans) ઓફર કરે છે પણ જો તેમના હપ્તાની ચૂકવણી સારી હોય તો જ. ટોપ અપ પરનું વ્યાજ મોટે ભાગે મુખ્ય હોમ લોન જેવું જ હોય છે. જોકે, ટેક્સમાં છૂટ મળશે નહીં. જો તમને પૈસાની જરૂર હોય, તો ટોપ અપ લોન (Top up loans on home loans) લઈ શકાય છે કારણ કે, તે વ્યક્તિગત અને ગોલ્ડ લોનની (Personal and gold loans) તુલનામાં ઓછા વ્યાજે અને લાંબા સમયગાળાની હોય છે.

Home loans instead of personal loans: શા માટે વ્યક્તિગત લોનને બદલે ટોપ-અપ હોમ લોન પસંદ કરવી જાણો

author img

By

Published : Jan 17, 2023, 4:25 PM IST

હૈદરાબાદ: બેંકો વર્તમાન ગ્રાહકોને સારી ઓફરો આપી રહી છે પરંતુ જેઓ નિયમિત હપ્તા ભરતા આવે છે એ લોકોને જ. જો તમે પાંચ વર્ષ પહેલા હોમ લોન લીધી હોય તો તમારા ઘરની કિંમત અત્યાર સુધીમાં વધી ગઈ હશે. તે જ સમયે, તમારી આવક પણ વધી હશે. આ પાસાઓ અને તમારી ચુકવણીઓને ધ્યાનમાં રાખીને, બેંકો તમને તમારી હાલની હોમ લોન પર ટોપ અપ લોન ઓફર કરે છે. તમે આવા ટોપ અપ્સ માટે ક્યારે જઈ શકો છો? ચાલો જાણીએ.

આ પણ વાંચો: Petrol Diesel Price: તહેવાર બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલો થયો ફેરફાર જાણો

હોમ લોન પરના વ્યાજ દરમાં વધારો: આ દિવસોમાં હોમ લોન પર વ્યાજ દર વધી રહ્યા છે. વ્યાજ દર પહેલાથી જ 8.5 થી 9 ટકા સુધી પહોંચી ગયો છે. કેટલાક અનુમાન મુજબ, ભવિષ્યમાં વ્યાજના દરમાં વધુ 35 થી 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે. આ વચ્ચે, બેંકો નવી લોન ઓફર કરવા માટે હાલાકી કરી રહી છે. તેઓ જેઓ અત્યાર સુધી શિસ્તબદ્ધ હપ્તા ચૂકવી રહ્યા છે તેમને જાળવી રાખવા અને પુનઃધિરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તદુપરાંત, બેંકો પહેલાથી જ ઋણ લેનારાઓને ઓળખતી હોવાથી કોઈ મુશ્કેલી થશે નહીં.

હોમ લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ: જો કે, હોમ લોન હેઠળના તમામ લાભો ટોપ-અપ લેનારાઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવકવેરા અધિનિયમની કલમ 24 મુજબ, હોમ લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ 2 લાખ રૂપિયા સુધી કર કપાતપાત્ર છે અને મૂળ કલમ 80Cની મર્યાદા સુધી કર કપાતપાત્ર છે. ટોપ-અપ લોનમાં સામાન્ય રીતે આ સુવિધા હોતી નથી. જ્યારે ઘરના વિસ્તરણ માટે ઉપયોગ થાય ત્યારે જ મુક્તિ લાગુ થાય છે. આ અંગે પૂરતા પુરાવા આપવા જોઈએ.

ટોપ-અપ લોનની મુદત: જ્યારે તમને ખરેખર પૈસાની જરૂર હોય ત્યારે ટોપ અપ હોમ લોન તમને કેટલાક ફાયદા આપે છે. પર્સનલ અથવા ગોલ્ડ લોનની સરખામણીમાં લાંબા સમય સુધી અને ઓછા વ્યાજે ટોપ અપ લોન લઈ શકાય છે. હોમ લોનની મુદતના આધારે, ટોપ-અપ લોનની મુદત પણ નક્કી કરવામાં આવે છે. જો હોમ લોન 15 વર્ષ માટે ચૂકવવાની હોય, તો ટોપ-અપ લોન પણ 15 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે અન્ય લોનમાં આ સમયગાળો નથી.

આ પણ વાંચો: Oxfam Report on Inequality Income: ભારતના એક ટકા અમીરો પાસે દેશની કુલ સંપત્તિના 40 ટકા

ટોપ-અપ લોનના નિયમો જાણવા: જુદી જુદી બેંકો જુદા જુદા નિયમો નક્કી કરે છે. તમારે પહેલા તમારી બેંકના ટોપ-અપ નિયમો જાણવા જોઈએ. જો તમને એક સાથે પૈસાની જરૂર ન હોય, તો તમે ટોપ અપ લોનમાં જ ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકો છો. તેમાં હોમ લોનની સરખામણીમાં થોડો વધારે વ્યાજ દર છે. જરૂરી હોય ત્યારે જ અને લાંબા સમય માટે નાણાં ઉછીના લેવાનું શક્ય છે. વપરાયેલી રકમ પર વ્યાજ વસૂલવામાં આવે છે. પરિણામે, વધુ બોજ રહેશે નહીં.

પ્રોપર્ટીની બજાર કિંમત પર આધાર: હાલની હોમ લોનના કિસ્સામાં, બેંકો પાસે પહેલાથી જ લોન લેનારની તમામ વિગતો હોય છે. તે એ પણ દર્શાવે છે કે, લોનના હપ્તાઓ કેવી રીતે ચૂકવવામાં આવે છે. ટોપ અપ લોન લેવા માટે, તમામ લોન લેનારને હપ્તાની સાચી ચુકવણીની વિગતો, આવકનો પુરાવો અને કેટલાક અન્ય દસ્તાવેજો આપવાની હોય છે. ટોપ-અપ લોનની રકમ આવક, હોમ લોનની રકમ, મોર્ટગેજ પ્રોપર્ટીની બજાર કિંમત વગેરે પર આધાર રાખે છે.

ઓછા વ્યાજની લોન: સામાન્ય રીતે આ ટોપ-અપ લોન પરના વ્યાજ દરો હોમ લોનના વ્યાજ જેવા જ હોય છે. તેથી, વર્તમાન પરિસ્થિતિમાં આને ઓછા વ્યાજની લોન કહી શકાય. હવે કેટલીક બેંકો અને લોન સંસ્થાઓ અગાઉથી જ ટોપ અપ લોન મંજૂર કરી રહી છે. ઊંચા વ્યાજની લોન લેવાને બદલે, જ્યારે તમને પૈસાની જરૂર હોય ત્યારે આ પસંદ કરવું વધુ સારું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.