ETV Bharat / bharat

ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોને ડ્રગ્સ પાર્ટીમાં પકડનારા સમીર વાનખેડે કોણ છે? જાણો - ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ

મુંબઈથી ગોવા જતી એક ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી. NCBએ આ ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પાડી બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર ઓપરેશનને NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પાર પાડ્યું હતું, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. તો આવો જાણીએ કોણ છે આ સમીર વાનખેડે?

ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોને ડ્રગ્સ પાર્ટીમાં પકડનારા સમીર વાનખેડે કોણ છે? જાણો

author img

By

Published : Oct 4, 2021, 10:47 AM IST

Updated : Oct 4, 2021, 12:29 PM IST

  • મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટીના પર્દાફાશનો મામલો
  • ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ
  • આ ક્રુઝ પર NCBની ટીમે વેશ બદલીને રાતોરાત દરોડા પાડ્યા હતા

હૈદરાબાદઃ બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન મુંબઈથી ગોવામાં જઈ રહેલા એક ક્રુઝમાં હતો, જેમાં ડ્રગ્સ પાર્ટી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ક્રુઝ પર NCBની ટીમે વેશ બદલીને રાતોરાત દરોડા પાડ્યા હતા. સાથે જ NCBએ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરી હતી. NCB પાસે આ અંગે ગુપ્ત માહિતી હતી. આ સમગ્ર ઓપરેશન કરનારા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ચર્ચામાં આવી ગયા છે. તો આવો જાણીએ કોણ છે સમીર વાનખેડે, જેમણે રાતોરાત આ ડ્રગ્સ કેસનો પર્દાફાશ કર્યો હતો.

સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી છે

સમીર વાનખેડેનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમના પિતા પોલીસ અધિકારી હતા. તેમના પત્ની ક્રાંતિ રેડકર એક મરાઠી અભિનેત્રી છે. સમીર અને ક્રાંતિના લગ્ન વર્ષ 2017માં થયા હતા.

આ પણ વાંચો- Drugs Case: ધરપકડ બાદ શાહરૂખ પુત્ર આર્યનને કોર્ટ લઈને પહોંચી પોલીસ

સમીર વાનખેડે આટલા વિભાગમાં કર્યું કામ

સમીર વાનખેડે 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. NCBથી પહેલા સમીર વાનખેડે એર ઈન્ટેલિજન્સ યુનિટના ડેપ્યુટી કમિશનર અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના એડિશનલ એસપી રચી ચૂક્યા છે. આ ઉપરાંત સમીરે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)માં સંયુક્ત કમિશનર તરીકે પણ કામ કર્યું હતું. સમીર વાનખેડેની મહારાષ્ટ્ર કર વિભાગમાં વર્ષ 2010માં બદલી થઈ હતી. અહીં પણ સમીર વાનખેડેએ પોતાના કામથી ઓળખ બનાવી હતી. સમીરે તે દરમિયાન 200 બોલિવુડ કલાકારો સહિત અઢી હજારથી વધુ લોકો સામે ટેક્સ ચોરીનો કેસ નોંધ્યો હતો. સમીરના રેકોર્ડમાં એક મોટી સિદ્ધિ એ પણ છે કે, તેમણે ફક્ત 2 વર્ષમાં સરકારી ખજાનામાં 87 કરોડ રૂપિયાનો કર જોડ્યો હતો.

આ પણ વાંચો- કચ્છ S.O.G એ 14 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડયા

બોલિવુડ છે પસંદગી

સમીર વાનખેડે પોતાના કામથી જ નહીં, પરંતુ ઓપરેશનને પણ ખાનગી રીતે પાર પાડવા માટે જાણીતા છે. જાણવા મળે છે કે, મુબંઈ એરપોર્ટ પર તે કસ્ટમ વિભાગમાં હતા અને અહીં ડ્યૂટી કરતા સમયે તેમણે કથિત રીતે બોલિવુડ હસ્તીઓથી હેરાન હતા. ફિલ્મ કલાકારોના સામાનને લઈને તેઓ ઘણા હેરાન રહેતા હતા.

મિકા સિંહને પણ નહતા છોડ્યા

એક રિપોર્ટ અનુસાર, સમીર વાનખેડેએ પ્રખ્યાત ગાયક મિકા સિંહને વિદેશી નાણા સાથે પકડ્યા હતા. સમીર પોતે પણ એ વાત કહે છે કે, તેઓ બોલિવુડને પસંદ કરે છે. તેમનો બોલિવુડ પ્રત્યે કોઈ રોષ નથી. તેઓ ફક્ત તેમની ડ્યૂટી કરે છે.

જ્યારે ઈજાગ્રસ્ત થયા હતા સમીર વાનખેડે

આપને જણાવી દઈએ કે, સમીર વાનખેડે પોતાના જીવની ચિંતા કર્યા વગર ડ્યૂટીને કર્તવ્યથી નિભાવે છે. ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બર 2020ના દિવસે ડ્રગ પેડલર્સના હુમલામાં સમીર અને તેમની ટીમના પાંચ અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં સમીર વાનખેડેને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ તેમના અન્ય 2 સાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Last Updated : Oct 4, 2021, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.