- કોરોનાના કારણે થતા અન્ય રોગો પડકાર બન્યા
- નવી દિલ્હીમાં વિશ્વનો પહેલો કેસ સામે આવ્યો
- વ્હાઈટ ફંગસથી મહિલાઓના મોટા અને નાના આંતરડા તથા ફૂડ પાઈપમાં છિદ્ર પડ્યું
નવી દિલ્હીઃ કોરોનાના કારણે થતા અન્ય રોગ એ નવો પડકાર બનીને સામે આવી રહ્યા છે. હવે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલ(Sir ganga Ram Hospital)માં વિશ્વનો પહેલો એવો કેસ નોંધાયો છે, જેમાં એક મહિલાને કોરોના પછી વ્હાઈટ ફંગસ(White Fungus) થયું હતું. જેના કારણે તેના નાના અને મોટા આંતરડા તથા ફૂડ પાઈપમાં છિદ્રો પડી ગયા હતા. જો કે, ડૉક્ટર્સે આ પડકારનો સામનો કરી તેની સારવાર કરી હતી. હાલમાં તે મહિલાની તબિયત સારી છે.
આ પણ વાંચો- પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા
હોસ્પિટલમાં સિટી સ્કેન કરતા સમગ્ર બાબત સામે આવી
સર ગંગારામ હોસ્પિટલ(Sir ganga Ram Hospital) તરફથી મળતી માહિતી અનુસાર, 49 વર્ષીય મહિલાને 13 મેએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. આ સાથે જ મહિલાને ઉલટી અને ઝાડા પણ થયા હતા. આ મહિલાના કેન્સર હોવાથી તેને 4 અઠવાડિયા પહેલા તેની કિમિયોથેરાપી પૂર્ણ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થતા સમયે મહિલા આઘાતમાં હતી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જોકે, તેની વધુ સારવાર માટે સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલાના પેટમાં હવા અને તરલ દ્રવ્ય હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આંતરડાઓમાં છિદ્રો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે 'યેલો ફંગસ'નો કહેર, જાણો શું છે આ રોગ
ઓપરેશન દરમિયાન તમામ છિદ્રો પૂરવામાં આવ્યા
હોસ્પિટલના ડૉક્ટર અનિલ અરોડાએ જણાવ્યું હતું કે, મહિલાની તબિયત નાજુક હતી અને સારવાર માટે તરત તેના પેટમાં પાઈપ નાખીને લગભગ 1 લિટર દ્રવ્ય નીકાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર સમીરન નદીની અધ્યક્ષતામાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે સમયે મહિલાની ફૂડ પાઈપ અને નાના-મોટા આંતરડામાં થયેલા છિદ્રને પૂરવામાં આવ્યા હતા.