- બંગાળમાં વ્હિલચેર સરકાર નહીં ચાલે
- ભાજપના નેતાનો બંગાળના મુખ્યપ્રધાન પર પ્રહાર
- લોકો હવે દીદીનો ચહેરો જોવા નથી માંગતા
પુરુલીયા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતાં ભાજપના નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતું કે રાજ્યમાં વ્હીલચેર વાળી સરકાર ચાલશે નહીં. તેણે પુરુલિયામાં એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે પહેલાં તેમણે કહ્યું હતું કે દીદીને કહો અને હવે તે કહી રહ્યાં છે કે દીદીને ધક્કો મારો. હવે તેમના કહ્યા પ્રમાણે હવે આપણે દીદીને ધક્કો મારવાનો છે. હવે અમે વ્હિલચેર સરકાર જોઇ રહ્યાં છીએ. આ વ્હિલચેર સરકાર ચાલશે નહીં. આપણે પરિવર્તન જોઇએ છીએ. ભાજપના નેતાનું આ નિવેદન બંગાળના મુખ્યપ્રધાન જ્યારે વ્હિલચેર સાથે સભા સંબોધી રહ્યાં છે ત્યારે આવ્યું છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે નંદિગ્રામમાં તેમના પર આ હુમલો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે
લોકો દીદીનો ચહેરો જોવા નથી માંગતા
ઘોષે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મમતા બેનર્જી એવું કહે છે કે લોકો નરેન્દ્ર મોદીનો ચહેરો જોવા નથી માંગતા, તો સભામાં લોકો કેવી રીતે આવે છે. વાસ્તવિક રીતે લોકો આ લોકો દીદીનો ચહેરો જોવા માંગતા નથી. આથી હવે દીદી તેમને પોતાનો તૂટેલો પગ બતાવી રહી છે.
વધુ વાંચો: ભાજપને માત્ર ખોટા વાયદા કરતા આવડે છેઃ મમતા બેનરજી
27મી માર્ચથી બંગાળમાં યોજાશે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે આગામી વિધાનસભાની ચૂંટણીને અંગે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના અગ્રણી નેતાઓ છેલ્લા ઘણા સમયથી બંગાળમાં ચૂંટણી સભાઓ યોજી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે પશ્ચિમબંગાળમાં 27 માર્ચેથી 294 વિધાનસભા બેઠક માટે 8 તબક્કામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેનો છેલ્લો તબક્કો 29 એપ્રિલે યોજાશે. આ ચૂંટણીની મતગણતરી 2જી મેના રોજ યોજાશે.