- નો-કૉસ્ટ EMIથી રીટેલર, બેંક અને ગ્રાહક ત્રણેયને થાય છે ફાયદો
- જીરો પર્સેન્ટ ઇન્ટરેસ્ટની વ્યાખ્યા અસ્તિત્વ વગરની: RBI
- નો-કૉસ્ટ EMI પર પણ ગ્રાહક ચૂકવે છે વ્યાજ
હૈદરાબાદ: તહેવારોની સીઝન આવી ગઈ છે. ગ્રાહકોને અલગ-અલગ બ્રાન્ડ્સ, ઈ-કૉમર્સ કંપનીઓની સાથે બેંકોથી પણ શૉપિંગ પર ઑફર્સના પ્રપોઝલ મળી રહ્યા છે. ઘરમાં આવનારા સમાચારપત્ર હોય કે મોબાઇલ ફોન, દરેક જગ્યાએ ઑફર્સવાળી જાહેરાતો તમે જોઇ રહ્યા હશો. ટીવી, ફ્રીઝ, મોબાઇલ સહિત અન્ય મોટી અને મોંઘી પ્રોડક્ટ્સ પર નો-કૉસ્ટ EMIના ઑપ્શન મળી રહ્યા હશે. નો-કૉસ્ટ EMIથી ગ્રાહકોને એવું લાગે છે કે તે સામાન વગર વ્યાજ આપે હપ્તામાં ખરીદી રહ્યો છે, પરંતુ આ સત્ય નથી.
શું કહે છે RBI?
ભારતીય રિઝર્વ બેંકના 17 સપ્ટેમ્બર, 2013ના જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, જીરો પર્સેન્ટ ઇન્ટરેસ્ટની વ્યાખ્યા અસ્તિત્વ વગરની છે. એટલે કે લોન પર આપવામાં આવેલ ક્રેડિટ કાર્ડ લેણાં અથવા નો-કૉસ્ટ EMIમાં વ્યાજ દર છૂપાવવામાં આવે છે. રીટેલર અને બેંકો સીધા નહીં, પરંતુ પાછલા બારણે વ્યાજ વસૂલી લે છે અને તેની ગ્રાહકોને ખબર નથી રહેતી. સામાન્ય રીતે લોન અથવા હપતાવાળી પ્રોડક્ટ્સ પર વાસ્તવિક વ્યાજ દર સામાન્ય રીતે 16 ટકા થી 24 ટકાની વચ્ચે હોય છે.
જાણો શું છે નો-કૉસ્ટ EMI
જ્યારે ગ્રાહક ડાઉન પેમેન્ટ વગર કોઈ સામાન ખરીદે છે અને માસિક હપ્તામાં તેની ચૂકવણી કરે છે. હપ્તામાં ચૂકવણી કરવાની અવેજીમાં જો તેનાથી કોઈ વ્યાજ નથી વસૂલવામાં આવતું તો તેને નો-કૉસ્ટ EMI અથવા જીરો પર્સેન્ટ EMI કહેવામાં આવે છે. અંગ્રેજીમાં EMIને Equated Monthly Installment કહે છે, જેનો અર્થ છે સમાન માસિક હપ્તા.
નો-કૉસ્ટ EMIની પ્રક્રિયામાં મુખ્ય રીતે 3 પક્ષ સામેલ થાય છે. પહેલો ગ્રાહક જે પ્રોડક્ટ ખરીદે છે, બીજો રીટેલર એટલે કે જે સામાન વેચે છે અને ત્રીજો પક્ષ બેંક જે તમારા ટોટલ બિલને હપ્તામાં વહેંચે છે. કુલ મળીને આ નો-કૉસ્ટ EMI એક રીટેલર, બેંક અને ગ્રાહકની વચ્ચે નેટવર્ક છે. આ યોજનાથી ત્રણેય પક્ષ લાભની સ્થિતિમાં હોય છે. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ સંપૂર્ણ બિલ ચૂકવ્યા વગર મળી જાય છે. રીટેલરનો મોંઘો સામાન વેચાઈ જાય છે અને બેંકને છૂપી રીતે યોગ્ય વ્યાજ મળી જાય છે. સાથે જ બેંકને આવકનો એક નવો સ્ત્રોત મળે છે અને રીટેલર તેના માર્જિનનો એક ભાગ બેંક સાથે વહેંચે છે.
આ કેવી રીતે કામ કરે છે
યાદ રાખવું કે આ નો-કૉસ્ટ EMIવાળી ખરીદી પર હંમેશા એક કિંમત ચૂકવવી પડે છે. નો-કૉસ્ટ EMIની રજૂઆત કરનારા શૉ રૂમ અને ઑનલાઇન પ્રોડક્ટ વેચનારી-લોન આપનારી નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંક અથવા બિન-નાણાકીય કંપની જેવી કે બજાજ ફિનસર્વ સાથે જોડાણ કરે છે. સામાન્ય રીતે કંપનીઓ માત્ર પસંદગીના ઉત્પાદનો પર નો-કૉસ્ટ EMI ઓફર કરે છે કે જે તેઓ ઝડપથી વેચવા માંગે છે અથવા જેની કિંમત વધારે હોય છે.
વેચાણકર્તાઓ પસંદગીના બેંક ક્રેડિટ કાર્ડ્સ પર નો કોસ્ટ EMI ઓફર કરે છે, કારણ કે તેમની પાસે પહેલાથી જ તે બેંક સાથે કરાર છે. જો તમારી પાસે તે બેંકનું ક્રેડિટ કાર્ડ નથી, તો તમને માલ મળતો નથી. પછી ગ્રાહકે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીનો આશરો લેવો પડે છે, જ્યાંથી તે શૂન્ય ટકા વ્યાજ સાથે EMI કાર્ડ લે છે. તે કંપની લોન વહેંચતા પહેલા કાર્ડ ફી, વાર્ષિક ફી અને પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. સામાન્ય રીતે EMI ફાઇનાન્સિંગ કંપની માત્ર ઓફલાઇન પ્રોડક્ટ્સ માટે જ લોન આપે છે. ઈ-કોમર્સ કંપનીઓનું ધ્યાન ક્રેડિટ કાર્ડ પર રહે છે.
જાણો તમે કેવી રીતે આપો છો EMI પર વ્યાજ
વેચાણકર્તા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઑફર લાવે છે. જો તમે તેમાં (EMI)ની સુવિધા પણ ઇચ્છો છો તો તે ડિસ્કાઉન્ટ તો આપે છે, પરંતુ બેંક અથવા ફાઇનાન્સર કંપની તમારી પાસે EMIનો હપ્તો વસૂલી લે છે. આને સમજવા માટે તમે આપવામાં આવેલા ઉદાહરણો જૂઓે.
EMI પર વ્યાજ વસૂલવાની સીધી રીત
ટેલિવિઝનની ઑફર પ્રાઇઝ | 20,000 |
ડિસ્કાઉન્ટની કિંમત | 2000 |
ડિસ્કાઉન્ટ બાદ ટીવીની કિંમત | 18000 |
કાર્ડથી પેમેન્ટ કરવા પર હપ્તાનું સીધું વ્યાજ | 2000 |
ટીવીની છેલ્લી કિંમત જે તમે ચૂકવી | 20000 |
જો તમે એકવારમાં ડાઉન પેમેન્ટ કરો છો તો 18 હજાર રૂપિયા જ આપવા પડશે
વ્યાજ પહેલાથી જ જોડી દેવામાં આવે છે
વ્યાજ વસૂલવાની બીજી રીત ગ્રાહકોને ધ્યાને આવતી નથી. આ રીતમાં વેચાણકર્તા અને બેંક જે કિંમત ઑફર કરે છે તેના પર વ્યાજ પહેલાથી જ જોડી દેવામાં આવે છે.
ટેલિવિઝનની વાસ્તવિક કિંમત | 18000 |
જીરો પર્સેન્ટ વ્યાજવાળી ઑફરમાં કિંમત | 20,000 |
ગ્રાહકોએ હપ્તામાં ચૂકવણી કરી | 20,000 |
એટલે કે ગ્રાહકે ઑફરવાળી કિંમતમાં જ 2000 રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું.
આ પ્રક્રિયામાં ફક્ત એટલું જ જાણવા નથી મળતું કે કયા દરથી વ્યાજ વસૂલવામાં આવ્યું છે. એ ફક્ત વેચાણકર્તા અને બેંક જ જાણે છે. આ ખરીદીમાં નુકસાન એ લોકોનું થાય છે જે EMIની જગ્યાએ એક સાથે રકમ આપીને પ્રોડક્ટ ખરીદી લે છે. હવે તમે ખરીદી કરો ત્યારે ડિસ્કાઉન્ટની હોડમાં હપ્તા બંધાવતા પહેલા બજેટનું ધ્યાન રાખજો. સાથે જ એ તથ્યને નજરઅંદાજ ના કરતા, જેમાં જણાવવામાં આવ્યું છે કે દરેક ખરીદી અને દરેક EMIની કિંમત ચૂકવવાની હોય છે. યાદ રાખો નો-કૉસ્ટ EMIવાળી જાહેરાતોમાં એક સ્ટાર (*) જોડાયેલું હોય છે. આ સ્ટાર નિયમ અને શરતો માટે છે, જેને મોટાભાગના ગ્રાહકો વાંચતા નથી અને ના વેચાણકર્તા પાસેથી જાણવાનો પ્રયત્ન કરે છે. નિયમ અને શરતોમાં તમામ જાણકારી મળે છે. આ કારણે શૉપિંગથી પહેલા આ વિશે દુકાનદાર સાથે વાત કરો અથવા ડૉક્યુમેન્ટ જરૂર વાંચો.
આ પણ વાંચો: તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક, જાણો શું કિંમત છે?
આ પણ વાંચો: કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરાશેઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી