ETV Bharat / bharat

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું શું છે કનેક્શન - અંગ્રેજી અખબાર નેશનલ હેરાલ્ડ

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) રાહુલ ગાંધી સોમવારે ED હેડક્વાર્ટરમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કોંગ્રેસે દેશમાં દેખાવો કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ સરકાર રાજકીય બદલાની ભાવનાથી EDનો દુરુપયોગ કરી રહી છે. જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ.

નેશનલ હેરાલ્ડ કેસ શું છે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું શું છે કનેક્શન

author img

By

Published : Jun 14, 2022, 2:36 PM IST

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. EDએ આ મામલામાં કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ કોરોના સંક્રમિત હોવાને કારણે તે પૂછપરછ માટે ઉપલબ્ધ ન હતા. નેશનલ હેરાલ્ડ કેસ 10 વર્ષ જૂનો છે, તેને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો હતો. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ આ મામલો ચર્ચામાં રહ્યો હતો. હવે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે, ત્યારે દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે.

આ પણ વાંચો: National Herald Case : રાહુલ EDની ઓફિસે પહોંચ્યા, સતત બીજા દિવસે પૂછપરછ

જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ : જવાહરલાલ નેહરુએ 1937માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીની (Associated Journal Limited Company) રચના કરી, જેમાં અન્ય 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરધારકો હતા. એટલે કે, કંપની ખાસ કરીને કોઈ વ્યક્તિ સાથે સંબંધિત ન હતી. આ કંપની નેશનલ હેરાલ્ડ નામનું અંગ્રેજી અખબાર (English Newspaper National Herald) પ્રકાશિત કરતી હતી. આ સિવાય AJL ઉર્દૂમાં કૌમી આવાઝ અને હિન્દીમાં નવજીવન નામના અખબારો પ્રકાશિત કરતું હતું. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) એ 2008 સુધી ત્રણ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કર્યા હતા. અખબારોના નામે કંપનીએ સરકાર પાસેથી ઘણા શહેરોમાં પોષણક્ષમ ભાવે જમીન મેળવી હતી. અહેવાલો અનુસાર, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસે 2010 સુધીમાં 1,057 શેરધારકો હતા. 2008 માં, કંપનીએ ખોટ જાહેર કરી અને તમામ અખબારો પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું હતું.

26 ફેબ્રુઆરી 2011 ના રોજ થઈ હતી યંગ ઈન્ડિયા કંપનીની રચના : ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીના આરોપો અનુસાર કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી વ્યાજ વગર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને 90 કરોડ રૂપિયાની લોન આપી હતી. ત્યારબાદ આ લોનની વસૂલાત કરવા અને AJLની માલિકી મેળવવા માટે નકલી કંપની બનાવીને હેરાફેરી કરવામાં આવી હતી. યંગ ઈન્ડિયા કંપનીની રચના 26 ફેબ્રુઆરી 2011ના રોજ 50 લાખના ખર્ચે કરવામાં આવી હતી. સોનિયા અને રાહુલ યંગ ઈન્ડિયા કંપનીમાં 38-38 ટકા હિસ્સો ધરાવે છે. કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ પાસે બાકીના 24 ટકા હતા.

રાહુલ-સોનિયા ગાંધીને મફતમાં મળી હતી AJLની માલિકી : યંગ ઈન્ડિયા કંપનીએ એસોસિએટ જર્નલ લિમિટેડની (AJL) 90 કરોડની જવાબદારીઓ ક્લિયર કરવાની જવાબદારી લીધી હતી. બદલામાં, AJL એ યંગ ઇન્ડિયા કંપનીને 10-10 રૂપિયાના નવ કરોડ શેર આપ્યા હતા. આ રીતે યંગ ઈન્ડિયાને એસોસિએટ જર્નલ લિમિટેડના 99 ટકા શેર મળ્યા હતા. એકંદરે, એસોસિયેટ જર્નલ લિમિટેડને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની માલિકીની AJL દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ AJLને આપવામાં આવેલી 90 કરોડની લોન માફ કરી દીધી. જ્યારે આ ઋણ યંગ ઈન્ડિયાને ચૂકવવાનું હતું. આ રીતે રાહુલ-સોનિયા ગાંધીને મફતમાં AJLની માલિકી મળી હતી.

નેશનલ હેરાલ્ડની અનેક શહેરોમાં છે મિલકતો : સોદા પછી, 2012 માં, સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડના ખોટા સંપાદનનો આરોપ લગાવતા દાવો દાખલ કર્યો હતો. નેશનલ હેરાલ્ડની અનેક શહેરોમાં મિલકતો છે. સ્વામીનો આરોપ છે કે, અધિગ્રહણ દ્વારા દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર હેરાલ્ડ હાઉસની ઇમારત સહિતની તેમની સંપત્તિ, જેની કિંમત 2000 કરોડ રૂપિયા છે, પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: યુવાનો માટે મોટા સમાચાર, તમામ વિભાગો અને મંત્રાલયોમાં થશે મોટા પ્રમાણમાં ભરતી

કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને 2015માં મળ્યા હતા જામીન : જૂન 2014માં સુબ્રમણ્યમ સ્વામીની અરજીના આધારે કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યા હતા. આ પછી ઓગસ્ટમાં EDએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને 2015માં જામીન મળ્યા હતા. 2016માં સુપ્રીમ કોર્ટે પણ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. આ કેસમાં મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સેમ પિત્રોડા અને સુમન દુબેના નામ પણ છે. મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.