ETV Bharat / bharat

CWC માં Sonia Gandhi એ પક્ષપ્રમુખો, મહાસચિવો સાથેની બેઠકમાં શું કહ્યું?

author img

By

Published : Oct 26, 2021, 4:34 PM IST

મંગળવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની ( Sonia Gandhi ) અધ્યક્ષતામાં મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને રાજ્ય એકમોના પ્રમુખો સાથે બેઠક (CWC) યોજાઈ છે. જેમાં કોંગ્રેસના સભ્યપદ અભિયાન, મોંઘવારી અંગે જનજાગૃતિ અભિયાન અને કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી હેડક્વાર્ટર ખાતે આયોજિત આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને અન્ય મહાસચિવો, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના પ્રભારીઓ અને પ્રમુખોએ હાજરી આપી હતી.

CWC માં Sonia Gandhi એ પક્ષપ્રમુખો, મહાસચિવો સાથેની બેઠકમાં શું કહ્યું?
CWC માં Sonia Gandhi એ પક્ષપ્રમુખો, મહાસચિવો સાથેની બેઠકમાં શું કહ્યું?
  • નવી દિલ્હીમાં મળી કોંગ્રેસની મહત્ત્વની બેઠક
  • સોનિયા ગાંધીએ કરી બેઠકની અધ્યક્ષતા
  • ભાજપ-આરએસએસ સામે વધુ મજબૂતીથી લડવા હાકલ કરી

નવી દિલ્હી: CWCમાં એકતા અને અનુશાસનની જરૂરિયાત પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ( Sonia Gandhi ) કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવું વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હોવું જોઈએ. 2022 ની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના નક્કી કરવા માટે પાર્ટીના ટોચના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરતાં સોનિયાએ કહ્યું કે પાર્ટીએ કેન્દ્ર સરકારની "સૌથી ખરાબ અતિરેક" સામેની લડતને વધુ મજબૂતીથી વેગવાન બનાવવી જોઈએ.

નેતાઓ કાર્યકરો સુધી પહોંચતા નથીઃ સોનિયા

સોનિયા ગાંધીએ ( Sonia Gandhi )મુખ્ય મુદ્દાઓ પર પક્ષના સંદેશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે પાયાના કાર્યકરો સુધી પહોંચી ન હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના નેતાઓમાં પણ સ્પષ્ટતા અને એકતાનો અભાવ છે.

પાર્ટીનું સંગઠન અને જનલક્ષી અભિયાન હાથ ધરાશે

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવો, પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષોની બેઠકમાં હાજરી આપી હતી. પાર્ટીની નવી સદસ્યતા ઝુંબેશ માટે વ્યૂહરચના ઘડવા અને તેના માટે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે નેતાઓ એકમત થયાં છે. આ અભિયાન 1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલશે.

શિસ્ત અને એકતા રાખવા સલાહ આપી

તેમના પ્રારંભિક સંબોધનમાં સોનિયાએ ( Sonia Gandhi ) કહ્યું કે, 'હું શિસ્ત અને એકતાની સર્વોચ્ચ જરૂરિયાત પર ફરીથી ભાર આપવા માગુ છું. આપણામાંના દરેક માટે જે મહત્વનું હોવું જોઈએ તે સંસ્થાની મજબૂતી છે. તેને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર રાખવું જોઈએ. તેમાં જ સામૂહિક અને વ્યક્તિગત સફળતા રહેલી છે.

ભાજપ-આરએસએસના ચાલાક અભિયાન સામે વૈચારિક રીતે લડવું જોઈએ

પાર્ટી કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમો પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષે ( Sonia Gandhi ) કહ્યું કે ભારતીય લોકશાહી, બંધારણ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને બચાવવાની લડાઈ ખોટા પ્રચારને ઓળખી તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાથી શરૂ થાય છે. તેમણે કહ્યું, 'આપણે ભાજપ-આરએસએસના ચાલાક અભિયાન સામે વૈચારિક રીતે લડવું જોઈએ. જો આપણે આ યુદ્ધ જીતવું હોય તો આપણે આ દૃઢ વિશ્વાસ સાથે કરવું જોઈએ અને લોકો સામે તેમના જૂઠાણાંનો પર્દાફાશ કરવો જોઈએ.

મોદી સરકાર સામે લડવાનો મંત્ર આપતાં સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું, 'મારો અનુભવ છે કે તેઓ (પક્ષના નેતાઓ) બ્લોક અને જિલ્લાસ્તરે આપણાં પાયાના કાર્યકર્તાઓ સુધી પહોંચતા નથી. આપણાં રાજ્યસ્તરના નેતાઓમાં પણ મને સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોવા મળે છે.

મોદી સરકાર પર લોકશાહી મૂલ્યો નષ્ટ કરવાનો આક્ષેપ

મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે ( Sonia Gandhi ) કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકારે આપણી સંસ્થાઓને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી તે જવાબદારીથી બચી શકે અને આપણા બંધારણના મૂળ મૂલ્યોને ક્ષીણ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી તે પોતાને નીચલા સ્તર પર રાખી શકે. તેમણે કહ્યું કે મોદી સરકારે આપણા લોકતંત્રના મૂળ સિદ્ધાંતો પર સવાલ ઉઠાવ્યા છે.

આગામી સમયની ચૂંટણીઓની તૈયારીઓ

પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સદસ્યતા અભિયાન, મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન અને સંગઠનાત્મક ચૂંટણી માટે નક્કી કરાયેલા કાર્યક્રમોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક યોજાઈ છે. તેની સાથે જ નક્કી કરવામાં આવ્યું છે કે, 1 નવેમ્બરથી કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સદસ્યતા અભિયાન, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલશે. આ સાથે નક્કી કરવામાં આવ્યું હતું કે 14 થી 29 નવેમ્બર વચ્ચે કોંગ્રેસ મોંઘવારી મુદ્દે રાષ્ટ્રીય સ્તરનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

પંજાબ કોંગ્રેસની હાલત અંગે વધુ ચિંતા

પંજાબ કોંગ્રેસના ઝઘડા વચ્ચે પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.

જણાવીએ કે કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુ, પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ અને રાજ્યના અન્ય નેતાઓ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધથી ચિંતિત છે. વિધાનસભા ચૂંટણી પહેલાં કેપ્ટન અમરિંદર દ્વારા નવી પાર્ટી બનાવવાની જાહેરાત થયા બાદ કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે, કારણ કે કેપ્ટનની નજીકના નેતાઓ કોંગ્રેસ છોડીને કેપ્ટન સાથે જોડાઈ શકે છે.

તાજેતરમાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રભારી હરીશ રાવતની કેપ્ટન વિરુદ્ધની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને 'ડેઈલી સોપ ઓપેરા' ગણાવી હતી.

વેણુગોપાલ આગામી કાર્યક્રમોની માહિતી આપી

શનિવારે, ETV Bharat સાથે વાત કરતાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું હતું કે CWCએ મોંઘવારી અને ખેડૂતોના શોષણ વિરુદ્ધ 14 થી 29 નવેમ્બર સુધી એક વિશાળ આંદોલનનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ગ્રાસરૂટ લેવલથી લઈને ટોપ લેવલ સુધીનું પાર્ટી નેતૃત્વ ભાગ લેશે.

આ પણ વાંચોઃ 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર થશે શરૂ

આ પણ વાંચોઃ Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.