ETV Bharat / bharat

કોરોના વેક્સિનના બંને ડોઝ એક સાથે લેવાથી આડ અસર થાય? શું કહ્યું ડોક્ટરે જુઓ - ચંદીગઢ PGIના વરિષ્ઠ ડોક્ટર સોનુ ગોયલ

શું કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેતા જોખમ થઈ શકે છે? અને જો બીજો ડોઝ એક સાથે લાગે તો શું તે વ્યક્તિને બીજી વખત વેક્સિન લગાવવાની જરૂર છે? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે ETV Bharat હરિયાણાની ટીમે ચંદીગઢ PGIના વરિષ્ઠ ડોક્ટર સોનુ ગોયલ સાથે વાતચીત કરી હતી.

કોરોના વેક્સિનના બંને ડોઝ એક સાથે લેવાથી આડ અસર થાય? શું કહ્યું ડોક્ટરે જુઓ

author img

By

Published : Jun 1, 2021, 10:44 AM IST

  • એક સાથે વેક્સિનના બંને ડોઝ લાગે તો શું થાય? તે અંગે ડોક્ટરે આપી માહિતી
  • ETV Bharat હરિયાણાની ટીમે ચંદીગઢ PGIના વરિષ્ઠ ડોક્ટર સોનુ ગોયલ સાથે કરી વાતચીત
  • ડો. સોનુ ગોયલ PGIના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ વિભાગમાં પ્રોફેસરના પદ પર કાર્યરત છે

ચંદીગઢઃ દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો કહેર હજી પણ ઓછો નથી થયો. અત્યારે કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ કોરોનાની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં ઘણી પ્રભાવશાળી છે. તો બીજી તરફ કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના

રાજસ્થાનમાં એક મહિલાએ 10 મિનિટની અંદર વેક્સિનના બંને ડોઝ લેતા ચિંતામાં મુકાઈ હતી

કોરોના વેક્સિન અંગે લોકો હવે પહેલાથી વધુ જાગૃત થઈ રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નો વેક્સિનના બીજા ડોઝને લઈને છે. લોકોના મનમાં આવ્યું છે કે, જો બંને ડોઝ એકસાથે લગાવવામાં આવે તો શું તેનાથી કોઈ આડ અસર તો નહીં થાય ને? થોડા દિવસ પહેલા રાજસ્થાનના દોસામાં એક મહિલાને ભૂલથી 10 મિનિટના અંતરમાં જ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો હતો. વેક્સિનના 2 ડોઝ લીધા પછી મહિલા ઘણી ગભરાઈ ગઈ હતી. મહિલાને તે ડર હેરાન કરવા લાગ્યો કે એક સાથે 2 ડોઝ લેવાના કારણે તેને કંઈ થઈ તો નહીં જાય ને. આ અંગે ETV Bharat હરિયાણાની ટીમે ચંદીગઢ PGIના વરિષ્ઠ ડોક્ટર સોનુ ગોયલ સાથે વાતચીત કરી હતી. ડો. સોનુ ગોયલ PGIના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ વિભાગમાં પ્રોફેસરના પદ પર કાર્યરત છે.

આ પણ વાંચોઃ વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

બંને ડોઝ એકસાથે લેવાથી શું થાય તે અંગે કોઈ સંશોધન થયું નથીઃ ડો. ગોયલ

ડો. સોનુ ગોયલે જણાવ્યું હતું કે, સૌથી પહેલી વાત તો એ છે કે આ અંગે હજી સુધી કોઈ વધારે સંશોધન જ નથી થયું. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, 2 ડોઝ લેવાથી કોઈ આડઅસર થાય છે કે નહીં. કારણ કે, આવા મામલા નહીવત્ છે. આ ઉપરાંત જો કોઈ પણ ઉતાવળમાં વેક્સિનના બંને ડોઝ એક સાથે લગાવી પણ લે તો આવો કોઈ મામલો સામે નથી આવ્યો કે જેનાથી વ્યક્તિને નુકસાન થયું હોય.

ભલે એક સાથે 2 ડોઝ લગાવ્યા પણ ગણાશે એક જ

ડો. સોનુ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, આ વાત ખૂબ જ ધ્યાન આપવા જેવી છે. જો કોઈ વ્યક્તિને વેક્સિનના 2 ડોઝ એક સાથે લાગે તો એવું નથી કે પછીનો ડોઝ નહીં લે. કારણ કે, જો 2 ડોઝ તેને તરત લાગ્યા છે. તો તેને બીજા ડોઝ તરીકે નહીં ગણવામાં આવે. ડોક્ટરે જણાવ્યું હતું કે, પહેલા ડોઝ જેટલી જ અસર કરશે. તે માટે જો કોઈને 2 ડોઝ એક સાથે લગાવવામાં આવે તો તેને 1થી 3 મહિનાની અંદર બીજો ડોઝ લેવો જ પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.