ETV Bharat / bharat

તાલિબાન સાથે વાતચીત શરૂ થઇ ગઇ, તો પછી ભારત સરકારને કઇ ચિંતા સતાવી રહી છે? - etv bharat explainer

ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ મૂલાકાત તો થઇ ગઇ છે, પરંતું ભવિષ્યની તમામ ચિંતાઓ વચ્ચે ભારત સરકાર હજુ પણ વેઇટ એન્ટ વોચની પોલીસી અપનાવી રહ્યું છે. તાલિબાન વિશે ભારતની ચિંતા અને તાલિબાન પ્રત્યેનું તેનું વલણ શું છે

તાલિબાન
તાલિબાન
author img

By

Published : Sep 3, 2021, 10:48 PM IST

  • ઓગસ્ટના અંતમાં દોહામાં ભારત અને તાલિબાન વચ્ચે બેઠક થઈ હતી
  • અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા
  • અફઘાનિસ્તાનથી ભારત સહિત કોઇ પાડોશી દેશને કોઇ ખતરો નહોતો

હૈદરાબાદ- ઓગસ્ટના અંતમાં દોહામાં ભારત અને તાલિબાન વચ્ચે બેઠક થઈ હતી. હકીકતમાં, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી સવાલો ઉઠી રહ્યા હતા કે, તાલિબાન પર ભારતનું શું વલણ રહેશે? શું ભારત તાલિબાનને આતંકવાદી સંગઠન માનશે કે તેને સરકાર તરીકે માન્યતા આપશે? દોહામાં આ બેઠક બાદ આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવટે, આ પ્રશ્નો શું છે અને ભારતની ચિંતા શું છે? જાણવા માટે વાંચો ઇટીવી ભારત એક્સપ્લેનર((etv bharat explainer)

ભારત-તાલિબાનની પ્રથમ બેઠક

31 ઓગસ્ટ મંગળવારે કતારની રાજધાની દોહામાં ભારતના રાજદૂત દીપક મિત્તલ અને તાલિબાનના પ્રતિનિધિ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇની મૂલાકાત થઇ હતી. જો કે આ મૂલાકાત પહેલા તાલિબાન તરફથી સ્ટેનકજઇએ જ ભારત સાથે સંબંધની વાત કરી હતી, ત્યારબાદ આ મૂલાકાત થઇ. બેઠક પરથી પહેલી નજરે જ નક્કી કરવામાં આવ્યું હતું કે, ભારત તાલિબાન સાથેના સંબંધોને નકારી રહ્યું નથી, પરંતુ જો આ બન્ને દેશો વચ્ચેના સંબંધો પહેલાની જેમ જ રહેશે તો તે ભારત કરતાં તાલિબાન પર વધુ નિર્ભર રહેશે.

તાલિબાન શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ (ડાબે) અને કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ (જમણે) દોહામાં મળ્યા હતા

મૂલાકાત સમયે શું વાત થઇ?

  • ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ બેઠક તાલિબાનની વિનંતી પર થઈ હતી. આ દરમિયાન, ભારતનું ધ્યાન વર્તમાન યુગની ચિંતાઓ પર હતું, તેને લઇને જ ભારતે તાલિબાન સાથે વાતચીત શરૂ કરી હતી.

  • ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઈએ.

તાલિબાનનું આશ્વાસન

આ બેઠકમાં તાલિબાને ભારતની દરેક શરત સ્વીકારી અને ખાતરી આપી કે, આ તમામ મુદ્દાઓને હકારાત્મક રીતે જોવામાં આવશે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવા માટે કહેવામાં આવ્યું છે, પછી ભલે તે રાજકીય સ્તરે હોય કે વ્યાપારિક સ્તરે.

શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઇ વતી કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનથી ભારત સહિત કોઇ પાડોશી દેશને કોઇ ખતરો નહોતો, ન તો ભવિષ્યમાં હશે. ભારત-પાકિસ્તાન સંબંધો અંગે તાલિબાને કહ્યું કે, બન્ને દેશો આંતરિક ઝઘડા માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ નહીં કરે, અમે લડાઈ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ કોઈને થવા દઈશું નહીં.

શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ
શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ

કોણ છે શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઇ

ભારતીય રાજદૂતની તાલિબાનના પ્રતિનિધિ શેર મોહમ્મદ અબ્બાસ સાથે બેઠક થઇ, તેમણે દહેરાદૂનમાં ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) માંથી તાલીમ લીધી છે. શેર મોહમ્મદ અબ્બાસ હાલમાં તાલિબાનના ટોચના કમાન્ડર છે અને તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. દોહામાં અમેરિકા સાથે કરાર હોય કે ભારતીય રાજદૂત સાથેની મુલાકાત, સ્ટેનકઝઈની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. એકંદરે, તાલિબાને પોતાનો બદલાયેલ અવતાર દુનિયા સમક્ષ લાવવા માટે આ ચહેરાને મોરચા પર મૂક્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે, તાલિબાન તેમને રચાયેલી નવી સરકારમાં વિદેશપ્રધાનની જવાબદારી આપી શકે છે.

તાલિબાનનું બદલાયું વલણ

નિષ્ણાતો માને છે કે, આ બેઠક ઘણી રીતે ખાસ છે. ભારત માટે તાલિબાનનું બદલાયેલું વલણ આ બેઠકનું સૌથી સકારાત્મક પાસું છે. તાલિબાન દ્વારા ભારતને મળવાની વિનંતી ભારતીય પક્ષે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવાની ઈચ્છા વ્યક્ત કરવી અને તેને ભારતીય બાજુએ સ્વીકારવી એ બે વળાંકનું પ્રથમ ઉદાહરણ છે.

ભારત સાથે સારા સંબંધો માટે તાલિબાન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વખતે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને સરકાર ચલાવવા તરફ સકારાત્મક વલણ દર્શાવ્યું છે, સરકાર તરીકે તે ભારત સહિત અન્ય દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે.

શું ભારત તાલિબાનને માન્યતા આપશે?
શું ભારત તાલિબાનને માન્યતા આપશે?

ભારતની ચિંતા અને જરૂર વચ્ચે તાલિબાન માટે બદલાયું વલણ

અગાઉ, ભારત તાલિબાનને આતંકવાદી જૂથ તરીકે ગણતું રહ્યું છે. ભારત તાલિબાનના હક્કાના ગ્રુપથી પણ ચિંતિત છે, જે ભારતીય દૂતાવાસ પર 2009 ના હુમલા માટે જવાબદાર છે. આતંકવાદ પર ભારતનું વલણ પણ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં ભારતે પણ તાલિબાનના બદલાયેલા વલણ સાથે એક પગલું આગળ વધાર્યું છે. નિષ્ણાતો માને છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી પણ ભારતે રાજદ્વારી સંબંધો તોડ્યા ન હતા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય હોવા છતાં પણ ભારતે તાલિબાન સામે કોઈ પ્રતિકૂળ વલણ અપનાવ્યું ન હતું.

અશરફ ગની રાષ્ટ્રપતિ હતા, ત્યારે ભારતના અફઘાનિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો હતા. જેના વિશે પાકિસ્તાન જેવા દેશો હંમેશા ચિંતિત રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનથી અફઘાનિસ્તાન સુધી આતંકનો મુદ્દો ભારત માટે સર્વોપરી રહેશે. પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સી સાથે તાલિબાનની નિકટતા પણ ચિંતાનું કારણ છે.

એક અંદાજ મુજબ ભારતે અફઘાનિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જેમાં સલમા ડેમથી 218 કિલોમીટર લાંબા ઝરાંજ-દેલારામ હાઇવે, અફઘાનિસ્તાનની સૌથી મોટી હોસ્પિટલ સહિતના ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સામેલ છે. આ સિવાય, અફઘાનિસ્તાનનું સંસદ ભવન પણ 900 કરોડ ડોલર એટલે કે લગભગ 660 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

કેટલાક નિષ્ણાતો માને છે કે, ભારતે અફઘાનિસ્તાનમાં અને ત્યાંથી મધ્ય એશિયામાં તેનું રોકાણ જાળવી રાખવા માટે તાલિબાન સાથે વાતચીતની નવી ચેનલ ખોલવાની જરૂર હતી. જેની શરૂઆત થઈ ગઈ છે.

અફઘાનિસ્તાનની સંસદ
અફઘાનિસ્તાનની સંસદ

શું કહે છે જાણકાર?

નિષ્ણાતોનો ડર પણ ભારતની ચિંતા સમાન છે. તાલિબાન અને પાકિસ્તાનની નિકટતાને જોતા, આતંકવાદનું આશ્રયસ્થાન રહી ચૂકેલા અફઘાનિસ્તાન અંગેની આ ચિંતાઓ પણ માન્ય છે. આ ચિંતાઓના કારણે ભારતે હજુ તાલિબાન પર પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું નથી. કારણ કે તે સંપૂર્ણપણે તાલિબાન પર નિર્ભર છે.

કેટલાક નિષ્ણાતોના મતે અત્યારે ભારત માટે ઉતાવળ કરવાની જરૂર નથી. કારણ કે તાલિબાન ભલે પોતાનામાં પરિવર્તનની વાત કરી રહ્યું હોય, પરંતુ અત્યારે તે દેખાતું નથી. કોઈપણ રીતે, ભારતે ક્યારેય તાલિબાનને માન્યતા આપી નથી.

કેટલાક નિષ્ણાતો માને છે કે, ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં શાળાઓથી લઈને હાઈવે, પુલ અને હોસ્પિટલ બનાવવા સુધી જે રોકાણ કરવામાં આવ્યું છે, ભલે તે કોઈ વળતર અથવા બદલામાં કંઈપણ મેળવવાના ઈરાદાથી કરવામાં ન આવ્યું હોય, પરંતુ તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા બન્ને મજબૂત થયા છે. જો તાલિબાન ખરેખર બદલાઈ ગયું છે અને દેશ ચલાવવાનું વિચારી રહ્યું છે, તો તે આ વિકાસ પ્રોજેક્ટ્સને નષ્ટ કરવાનું વિચારશે નહીં. તેનાથી તેની છબીને વધુ નુકસાન થઈ શકે છે. તેથી, ભારતના રોકાણ માટે કોઈ ખતરો નથી, આનું એક કારણ એ છે કે તાલિબાન વિકાસ માટે અન્ય દેશોનો સહયોગ પણ માગી રહ્યો છે.

શું તાલિબાનને ભારત માન્યતા આપશે?

વર્તમાન યુગમાં આ પ્રશ્ન સૌથી મહત્વનો છે. નિષ્ણાતો માને છે કે, ભારત તાલિબાનના પ્રતિનિધિને મળી શકે છે, પરંતુ તેને ભારતની ચુસ્ત માન્યતા તરીકે ગણી શકાય નહીં. ભારત દ્વારા મુકવામાં આવેલી શરતોને પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી. તેના બદલે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોનું ભવિષ્ય તાલિબાનના ઇરાદા અને કામગીરી પર નક્કી થશે.

અત્યાર સુધી તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સરકાર પણ બનાવી નથી, સરકારની રચના અને કામગીરીને જોતા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી શકાય છે. નિષ્ણાતો માને છે કે, એક સારી અને ભારતની શરતોમાં ધ્યાન રાખનારી સરકાર ખાસ કરીને આતંકવાદ વિરુદ્ધ સરકાર બનવા પર જ ભારત તાલિબાનને માન્યતા આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.