ETV Bharat / bharat

Bengal News : બંગાળની સરકારી હોસ્પિટલમાં જીવંત નવજાતનું મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યું - Bengal News

પશ્ચિમ બંગાળની એક સરકારી હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એવો આરોપ છે કે અહીંના ડોકટરોએ નવજાત શિશુ જીવિત હોવા પર તેનું મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યું હતું. આ ઘટના શનિવારે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની સરકારી ઘાટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બની હતી.

Bengal News : બંગાળની સરકારી હોસ્પિટલમાં જીવંત નવજાતનું મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યું

author img

By

Published : Apr 9, 2023, 9:48 PM IST

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળની એક સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ નવજાતને મૃત જાહેર કર્યો, જ્યારે તે જીવિત હતો. પરિવારના સભ્યો તેના અંતિમ સંસ્કાર કરવાના હતા, ત્યારે તેઓએ જોયું કે બાળક જીવિત છે. આ ઘટના શનિવારે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની સરકારી ઘાટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બની હતી.

હોસ્પિટલના ડોકટરોએ માત્ર બાળકને મૃત જાહેર કર્યો : મળતી માહિતી મુજબ, મોનાલિસા ખાતૂનને શનિવારની વહેલી સવારે લેબર પેઈનને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બપોરે બે વાગ્યે તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. તબીબોએ દાવો કર્યો હતો કે બાળક પ્રી-મેચ્યોર છે. સાંજે 5 વાગ્યાની આસપાસ પરિવારજનોને બાળકનું મૃત્યુ થયું હોવાની જાણ થઈ હતી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલના ડોકટરોએ માત્ર બાળકને મૃત જાહેર કર્યો ન હતો, પરંતુ ડેથ સર્ટિફિકેટ જારી કર્યું હતું અને માતા-પિતાને સોંપતા પહેલા લાશને પેક કરી હતી.

આ પણ વાંચો : MP NEWS : મોત પહેલા યુવકે મધ્યપ્રદેશ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

ડૉક્ટર જીવિત બાળકનું મૃત્યુ પ્રમાણપત્ર કેવી રીતે જારી કરી શકે છે : પરિવારજનોએ બાળકના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા ત્યારે બાળકના શ્વાસ ચાલતા હતા. તેઓ બાળકને પાછા હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ ICU વોર્ડમાં તેની સારવાર ફરી શરૂ કરી. જોકે, બાળક બચી શક્યું ન હતું અને રવિવારે સવારે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકના પિતા અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે, ડૉક્ટર જીવિત બાળકનું મૃત્યુ પ્રમાણપત્ર કેવી રીતે જારી કરી શકે. તેણે આરોપ લગાવ્યો હતો કે, કેટલાંક કલાકો સુધી લોકઅપમાં રાખ્યા બાદ બાળકની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Bee attack : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મધમાખીના હુમલામાં 2 ના મોત, 5 ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ફરિયાદ કરશે : મૃતકના પરિવારજનોએ દોષિત તબીબોને સજાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, તેઓ આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ફરિયાદ કરશે. ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હોસ્પિટલના અધિક્ષકને મળ્યા હતા. હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે, આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે અને જે લોકો આ મામલે બેદરકારી દાખવશે તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.