ETV Bharat / bharat

Ram Navami Violence: ફરી રામ નવમીની શોભાયાત્રામાં ભડકી હિંસા, BJP MLA ઈજાગ્રસ્ત, ઈન્ટરનેટ બંધ - Amit Shah spoke to Governor

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે બંગાળના હુગલીમાં હાવડા જિલ્લાના શિબપુર અને કાઝીપાડા વિસ્તારોમાં રામ નવમીના સરઘસો દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. IPS અધિકારીએ કહ્યું, "સ્થિતિ સામાન્ય છે અને છેલ્લા 24 કલાકમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલની કોઈ ઘટના નથી."

Ram Navami Violence
Ram Navami Violence
author img

By

Published : Apr 3, 2023, 7:15 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં, રવિવારે સાંજે હુગલી જિલ્લાના રિશ્રામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થયા પછી પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે રિષડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામ નવમીના અવસર પર બે સરઘસ કાઢવામાં આવ્યા હતા અને બીજા સરઘસ પર જીટી રોડ પર વેલિંગ્ટન જ્યુટ મિલ ટર્ન પાસે સાંજે 6.15 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હિંસામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટના: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ રામ નવમીની શોભાયાત્રામાં ભાગ લીધો હતો. દિલીપ ઘોષના કાર્યક્રમમાંથી જવાની સાથએ જ અચાનક જ હિંસાનું સ્વરુપ ધારણ કર્યુ અને બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે આ ઘટના રિષડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટી રોડ પર બની હતી. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે મહેશમાં લોકો સરઘસ સાથે જગન્નાથ મંદિર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Navjot Sidhu Moosewala House:નવજોત સિદ્ધુ આજે સિદ્ધુ મૂસેવાલાના ઘરે જશે

જૂથે તેમના પર પથ્થરમારો કર્યો: ચંદન નગર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અથડામણ લગભગ 6.15 વાગ્યે શરૂ થઈ. IPS અધિકારીએ કહ્યું કે, 'સરઘસ તેના પરંપરાગત રૂટ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે એક જૂથે તેમના પર પથ્થરમારો કર્યો. અમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધાં. તેમણે કહ્યું કે, પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને સ્થિતિ હવે નિયંત્રણમાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અથડામણ ફરી ભડકતી અટકાવવા માટે હાલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Rti Against Kiran Patel: હવે શ્રીનગરના વકીલે ગુજરાતી કોનમેન વિશે RTI ફાઇલ કરી

સ્ત્રીઓ અને બાળકો ભગવા ઝંડા લઈને આવ્યા: બીજેપીના દિલીપ ઘોષે ફરી આવી ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે. ઘોષે કહ્યું કે, ભાજપના પુરસુરાના ધારાસભ્ય બિમન ઘોષ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે, “સરઘસમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો ભગવા ઝંડા લઈને આવ્યા હતા. અચાનક રસ્તાની એક બાજુથી તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. મને અને અન્ય કેટલાક નેતાઓને બચાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.