કોલકાતા: પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં રામ નવમીના શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા હજુ પણ ચાલુ છે. હુગલીના રિશ્રા વિસ્તારમાં સોમવારે સાંજે હિંસાનો એક નવો મામલો સામે આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે ફરી સ્ટેશનની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો.
ઘટનાસ્થળનું નિરીક્ષણ: દાર્જિલિંગનો પ્રવાસ છોડીને પશ્ચિમ બંગાળના ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝ, જેઓ હુગલી જિલ્લાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓ અને પીડિતો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ રિશ્રા સ્ટેશનના ગેટ નંબર 4 પર પણ ગયા હતા. ત્યાં તેમણે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ગુનેગારો સામે કડક કાર્યવાહી: તેમણે કહ્યું કે હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બંગાળની શાંતિને ખલેલ પહોંચાડનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મોબ લિંચિંગને જડમૂળથી ઉખેડવા માટે સાથે મળીને કામ કરશે. ગુંડાઓને કાયદો તેમના હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: WB Violence Hooghly: હુગલીમાં ફરી થયો પથ્થરમારો, ટ્રેન સેવા કરવામાં આવી સ્થગિત
શું હતી ઘટના: રવિવારે સાંજે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ અને પાર્ટીના ધારાસભ્ય બિમન ઘોષ પણ હાજર હતા. આ દરમિયાન ધારાસભ્ય ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રીરામપુરના કેટલાક ભાગોમાં તોડફોડની ઘટનાઓ બની હતી જેના પગલે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. બોસ જી-20 બેઠકમાં ભાગ લેવા માટે દાર્જિલિંગ ગયા હતા.
આ પણ વાંચો: ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટીકમ સિંહ નેગી ચીન બોર્ડર પર શહીદ, કાલે દેહરાદૂનમાં થશે અંતિમ સંસ્કાર
હિંસા બાદ કડક નિવેદન: રાજ્યપાલ સીવી આનંદ બોઝ જી-20 કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્તર બંગાળના પ્રવાસે હતા. આ પહેલા તેમણે રામ નવમીના દિવસે હાવડામાં હિંસા બાદ કડક નિવેદન જાહેર કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમની સાથે હિંસા અંગે વાત કરી હતી.