- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (CM Mamata Banerjee) આજે ઉમેદવારીપત્ર ભરશે
- રાજ્યમાં 30 સપ્ટેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે મમતા બેનરજી (Mamata Banerjee) ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારીપત્ર ભરશે
- મુખ્યપ્રધાનને પોતાની ખુરશી બચાવવા માટે પેટાચૂંટણી જીતવી જરૂરી હશે
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણી 2021 અંગે પ્રવૃત્તિઓ તેજ થઈ છે. 30 સપ્ટેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં તમામ રાજકીય દળ ઉમેદવાર ઉતારવામાં લાગ્યા છે. તો રાજ્યની તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા બેઠકથી આજે બપોરે નામાંકન કરશે. આપને જણાવી દઈએ કે, મમતા બેનરજી ભવાનીપુરથી 2 વખત પહેલા ચૂંટણી જીતી ચૂક્યાં છે. મુખ્યપ્રધાનને પોતાની ખુરશી બચાવવા માટે પેટાચૂંટણી જીતવી જરૂરી હશે.
આ પણ વાંચો- ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
વિધાનસભા ચૂંટણીમાં મળી હતી હાર
2 મેએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મમતા બેનરજીને નંદીગ્રામ બેઠકથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મમતા બેનરજીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. મમતા બેનરજી અત્યારે વિધાનસભાના સભ્ય નથી. તેવામાં મુખ્યપ્રધાન બન્યાના 6 મહિનાની અંદર સભ્યપદ મેળવવું જરૂરી છે. તો ભવાનીપુરના ધારાસભ્ય રહેલા સોભન દેબ ચટ્ટોપાધ્યાય હવે ખરદાહા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે, જેમણે મમતાના ચૂંટણી લડવા માટે ભવાનીપુર બેઠકથી રાજીનામું આપ્યું હતું. ભવાનીપુરથી મમતા બેનરજી 2 વખત પહેલા પણ જીતી ચૂક્યાં છે. ભવાનીપુર સિવાય 30 સપ્ટેમ્બરે શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર પણ મતદાન થશે. મતગણતરી ત્રણ ઓક્ટોબરે થશે.
આ પણ વાંચો- મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, BJP બદલો લેવાની રાજનીતિ કરતી હોવાનો લગાવ્યો આરોપ
ચૂંટણી આયોગે લગાવ્યા પ્રતિબંધ
પેટાચૂંટણી માટે ચૂંટણી આયોગે ઉમેદવારીપત્ર પહેલા અને પછીથી રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રચાર માટે બહારના સ્થાન પર 50 ટકા લોકોની હાજરી થઈ શકશે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય માન્યતા પ્રાપ્ત દળો માટે વધુમાં વધુ 20 સ્ટાર પ્રચારક હશે અને મતદાન પૂર્ણ થવા પહેલા 72 કલાક દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જ્યાં પેટાચૂંટણી થવાની છે. તે રાજ્યોમાંથી મળેલી સૂચનાના આધાર પર નિર્વાચન આયોગે કહ્યું હતું કે, તેમણે કોરોનાની સ્થિતિ, પૂર અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી અન્ય 31 વિધાનસભા ક્ષેત્રો અને ત્રણ સંસદીય ક્ષેત્રો (દેશભરમાં)માં પેટાચૂંટણી ન કરવાનો નિર્ણય લીધો છે.