ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ - બંગાળના રાજ્યપાલ

પશ્ચિમ બંગાળ (West Bengal)નું બજેટ સત્ર ધમાકેદાર રહેવાના આસાર છે. હાલમાં જ મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjeeએ રાજ્યપાલ ધનખડ (Governor Dhankhad)ને એક ભ્રષ્ટ વ્યક્તિ કહ્યા હતા અને તેમની ઉત્તર બંગાળની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા હતા, તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ઉત્તરી ભાગને વિભાજીત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 2 જુલાઈએ રાજ્યની 17મી વિધાનસભાના ઉદ્ઘાટન સત્ર પહેલા એ વાતને લઈને પણ અનિશ્ચિતતા છે કે રાજ્યપાલ ઉદ્ધાટન સત્રમાં જોડાશે કે નહી. ?

વિધાનસભા
પશ્ચિમ બંગાળ વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થશે
author img

By

Published : Jul 2, 2021, 10:08 AM IST

  • મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખડ પર કર્યા આક્ષેપ
  • તમામ આક્ષેપો પાયાવિહોણા: રાજ્યપાલ ધનખડ
  • મમતા અને ધનખડ વચ્ચે તણાવ ચરમ સીમાએ

કોલકત્તા: પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાનુ બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar) અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને છે. વિવાદોની વચ્ચે આજે ( 2 જુલાઈ)ના રાજ્યની 17મી વિધાનસભાના ઉદ્ધાટન સત્રમાં રાજ્યપાલની હાજરી અંગે અનેક કયાસો લગાવામાં આવી રહ્યા છે. આ વાતને લઈને પણ અનિશ્ચિતતા છે કે રાજ્યરપાલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું પોતાનું ભાષણ વાંચશે કે નહીં. વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલની ભાષણથી થાય છે. આ ભાષણ રાજ્ય સરકાર તૈયાર કરે છે અને તેને રાજ્યપાલને વાંચવા માટે આપવામાં આવે છે. જોકે રાજ્યપાલ ધનખડ કેટલીય વાર મમતા સરકાર (Mamata Government)ની કામગીરી પર સવાલ ઉઠાવી ચુક્યા છે.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચે તણાવ

કેટલાક સમયથી મમતા અને ધનખડ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. સોમવારે ધનખડને ભ્રષ્ટાચારી કહ્યા હતા. પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આક્ષેપ લગાવ્યા હતા કે રાજ્યપાલ જગદીપ ધનખડ જૈન હવાલા કેસમાં સામેલ છે, જોકે રાજ્યપાલને આ પર જવાબ આપતા આ આક્ષેપને પાયાવિહોણો કહ્યો હતો અને મુખ્યપ્રધાન બેનર્જી પર જૂઠ્ઠી અને ખોટી માહિતી ફેલાવવાના આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં શહેર ભાજપનું વિરોધ પ્રદર્શન

તમામ આક્ષેપો પાયાવિહોણા

આ વચ્ચે ધનખડે તાત્કાલીક રાજભવનમાં પત્રકારોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે , મુખ્યપ્રધાન બેનર્જી દ્વારા લગાવામાં આવેલા આક્ષેપોમાં તલભારની પણ સચ્ચાઈ નથી. આ દુરભાગ્ય છે કે તે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે અને તથ્યોની ખોટી વ્યાખ્યા કરી રહ્યા છે. એક મુખ્યપ્રધાન આવી રીતે આક્ષેપો લગાવે તે તેમને શોભા નથી આપતું. હાલમાં બંન્ને વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. સોમવારે મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખડને ભ્રષ્ટાચારી વ્યક્તિ કહ્યા હતા. આના જવાબમાં રાજ્યપાલે સોમવારે સાંજે એક પ્રેસ વાર્તાનુ આયોજન કર્યુ હતું અને પોતાના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા હતા.

બજેટ 7 જુલાઈએ રજૂ કરવામાં આવશે

પશ્ચિમ બંગાળમાં સંસદીય કાર્યમંત્રી પાર્થ ચેટર્જીએ ક્હ્યું હતું કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર વિધાન પરિષદ રચવાની ભલામણની તપાસ કરવા માટે તદર્થ સમિતિના રીપોર્ટ પર ચર્ચા અને આગામી બજેટ સત્રમાં તેને પસાર કરવા માટે રજૂ કરશે. સદનનું કામકાજ 2 જુલાઈથી લઈને 8 જુલાઈ સુધી ચાલશે. રાજ્યનું વર્ષ 2021-22નું બજેટ 7 જુલાઈએ રજૂ કરવામાં આવશે.

વિધાન પરિષદનો પ્રસ્તાવ 2011માં પસાર કરવામાં આવ્યો

ચેટર્જીએ કહ્યું કે વિધાન પરિષદનો પ્રસ્તાવ 2011માં પસાર કરવામાં આવ્યો હતો. પછી તેના પર વિચાર કરવા માટે એક તદર્થ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. પેનલની રીપોર્ટ પરીષદના નિર્માણ માટે ચર્ચા માટે મુકવામાં આવશે. ચેટર્જીએ કહ્યુ કે સદનમાં પસાર થયા બાદ આને રાજ્યપાલ અને પછી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિની સહમતિ પહેલા તેને સદનના બંન્ને ગૃહોમાંથી પસાર કરવામાં આવશે. નવા અહેવાલ ગૃહના વિધાનસભા સત્ર પહેલા સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્યોની સર્વપક્ષીય બેઠકમાં આ અહેવાલ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ

અર્ધસૈનિક બળોનને વિધાનસભા પરીષદમાં ઘુસવા પર પાબંદી

સાત જુલાઈ બેઠક દરમિયાન 8 જુલાઈના આગળ સત્ર વધારવા પર પણ ચર્ચા થશે. સોમવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાજપના કેટલાક ધારસભ્યની સુરક્ષામાં તૈનાત અર્ધસૈનિક બળોને વિધાનસભાના પરિષદમાં ધુસવાની પરવાનગી નહીં આપવામાં આવે.

બંગાળમાં બજેટના એક દિવલ પહેલા શુભેન્દુ અધિકારી અમિત શાહને મળ્યા

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દું અધિકારી વિધાનસભાના બજેટ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ચૂંટણી બાદ બંગાળમાં થયેલી હિંસાને લઈને ભાજપ TMCને ઘેરવાની તૈયારીમાં છે. સુત્રો દ્વારા જાણાવા મળ્યું છે કે અધિકારીએ અમિત શાહ સાથે બજેટ સત્ર અને રાજ્યના કેટલાક અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.