- ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે વિક્રમ ઠાકોર
- રાજસ્થાનમાં કર્યા બબા રામદેવ પીરની સમાધિના દર્શન
- સ્થાનિકોએ ઉમળકાભેર કર્યું વિક્રમ ઠાકોરનું સ્વાગત
રાજસ્થાન: ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર શનિવારે પોતાના પરિવાર સાથે રામદેવરા પહોંચ્યા હાત. જ્યાં તેમણે બાબા રામદેવ પીરની સમાધિના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. રામદેવરામાં તેમણે બાબા રામદેવની સમાધિમાં દર્શ કર્યા બાદ બાબા રામદેવના વંશજ ગાદીપતિ રાવ ભોમસિંહ તવરના ઘરે જઈને આશીર્વાદ મેળવ્યા હતા. અહીં તેમને બબા રામદેવ સમાધિ સમિતિ તરફથી બાબા રામદેવની પ્રતિમા સ્મૃતિ ચિન્હ સ્વરૂપે આપવામાં આવી હતી.
ગુજરાતની જનતા મને ખૂબ પ્રેમ કરે છે: વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેઓ છેલ્લા ઘણા વખતથી ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા છે અને ગુજરાતની જનતા તેમને ખૂબ પ્રેમ કરે છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે, ફિલ્મ શૂટિંગ માટે તેમને અવારનવાર રાજસ્થાન આવવાનું થાય છે. તેમની ઘણી ફિલ્મોના શૂટિંગ રાજસ્થાનના રણ પ્રદેશમાં થયા છે.
આગામી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલે તેવી પ્રાર્થના
વધુમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, રાજસ્થાનની જનતાનો પ્રેમ તેમનામાં સમાયેલો છે. અહીંના લોકો તેના પ્રસંશકો અને ચાહકો છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેમની આગામી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલે એટલા માટે તેણે બાબાના દરબારમાં વિશેષ પ્રાર્થના કરી હતી અને માનતા માની હતી. યુવા વર્ગ માટે વિક્રમ ઠાકોરે કહ્યું કે, આજનો યુવાન જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા ઈચ્છે તો તેણે ખૂબ મહેનત કરવી જોઈએ તો સફળતા ચોક્કસ મળશે.
ભવિષ્યમાં કરી શકે છે હિંદી ફિલ્મોમાં કામ
વિક્રમ ઠાકોરે કહ્યું કે, ભવિષ્યમાં જો તક મળશે તો તેઓ ચોક્કસ બોલીવૂડમાં કામ કરવાનું પસંદ કરશે. આ સંદર્ભમાં જણીતા નિર્માતા સાથે તેમની વાત ચાલી રહી છે અને જલદી જ તેઓ હિંદી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે.