અમદાવાદ: હિન્દુ ધર્મ માટે આ સપ્તાહ ખૂબ જ ખાસ છે. 30મી જાન્યુઆરી (સોમવાર)થી શરૂ થયેલું આ અઠવાડિયું 5મી ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ સમાપ્ત થશે. જ્યાં સપ્તાહના બીજા દિવસે રોહિણી વ્રત હોય છે, ત્યાં જયા એકાદશી અને ત્રીજા દિવસે ભીષ્મ દ્વાદશી હોય છે, જ્યારે પ્રદોષ વ્રત સપ્તાહના ચોથા દિવસે હોય છે. આ સિવાય આ સપ્તાહ માઘ પૂર્ણિમા અને લલિતા જયંતિ સાથે સમાપ્ત થઈ રહ્યું છે.
31 જાન્યુઆરી 2023 (મંગળવાર) - રોહિણી વ્રત: જૈન ધર્મમાં રોહિણી વ્રતનું વિશેષ મહત્વ છે. આ ઉપવાસ 31 જાન્યુઆરીના રોજ રાખવામાં આવશે. જૈન ધર્મના અનુયાયીઓ રોહિણી વ્રતના દિવસે વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરે છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રોહિણી વ્રત રાખે છે.
1 ફેબ્રુઆરી 2023 (બુધવાર) - જયા એકાદશી: માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી 1 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત જયા એકાદશીનું વ્રત કરે છે, તેના પર ભૂત-પ્રેતની અસર થતી નથી.
ફેબ્રુઆરી 1, 2023 (બુધવાર) - ભીષ્મ દ્વાદશી: માઘ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીને ભીષ્મ દ્વાદશી કહેવામાં આવે છે. આ વર્ષે ભીષ્મ દ્વાદશી વ્રત 1 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. ભીષ્મ દ્વાદશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે.
આ પણ વાંચો: શા માટે કરવામાં આવે છે સત્યનારાયણ કથા? અને જાણો તેનું મહત્વ
2 ફેબ્રુઆરી 2023 (ગુરુવાર) - પ્રદોષ વ્રત: પ્રદોષ વ્રત દર વર્ષે 24 વખત આવે છે, જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. ગુરુવારે મનાવવામાં આવતા પ્રદોષ વ્રતને ગુરુ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે, જેનું પાલન કરવાથી ભક્તને આર્થિક પ્રગતિનું ફળ મળે છે. પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન શિવની પૂજા કરવાથી માણસના તમામ કષ્ટ દૂર થાય છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
5 ફેબ્રુઆરી 2023 (રવિવાર) - માઘ પૂર્ણિમા: માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી માણસના તમામ પાપ નાશ પામે છે. આ સાથે આ દિવસે દાન વગેરે કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. એક પૌરાણિક માન્યતા અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ દાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: Ajmer Sharif Urs 2023: અજમેરમાં પાકિસ્તાની શ્રદ્ધાળુઓએ દરગાહ પર ચાદર ચઢાવી
5 ફેબ્રુઆરી 2023 (રવિવાર) - લલિતા જયંતિ: લલિતા જયંતિ દર વર્ષે માઘ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે 5 ફેબ્રુઆરીએ લલિતા જયંતિ પણ મનાવવામાં આવશે. માતા લલિતા 10 મહાવિદ્યાઓમાંથી એક છે. લલિતા જયંતિના ઉપવાસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.