નવી દિલ્હીઃ IMDના ડેપ્યુટી ડાયરેક્ટર બુઇ લાલના જણાવ્યા અનુસાર તારીખ 29-30 એપ્રિલ અને 1-2 મેના રોજ, મધ્ય અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં વરસાદ, કરા અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં પણ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ક્ષેત્રની હવામાન સેવા અનુસાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવશે. આ ઉપરાંત 1 મેથી પૂર્વ ભારતીય રાજ્યોમાં ભારે પવનની પણ શક્યતા છે.
આ પણ વાંચોઃ Gujarat Foundation Day: સ્થાપના દિવસ નિમિતે જામનગરમાં મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે
મોટી આગાહીઃ IMD એ 1 અને 2 મે પછી વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. IMD અનુસાર, હિલ રિસોર્ટ શિમલામાં 4.5 mmની સરખામણીમાં સિરમૌર જિલ્લાના સંગ્રાહમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યભરમાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો. IMDના એક અગ્રણી વૈજ્ઞાનિકે આગાહી કરી હતી કે ભારતમાં આ વર્ષે 11 એપ્રિલે સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે. જોકે, ગુજરાતની વાત કરવામાં આવે તો રવિવારથી ચાર દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
વીજળી પડીઃ ભાવનગર અને મોરબીમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે લોધીકામાં 16 વીજપોલ પડી ગયા હતા. 30 એપ્રિલ,1 મે, 3 અને 4 મે ના રોજ વરસાદ પડી શકે છે. 30 એપ્રિલના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અમરેલી, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકામાં વરસાદ પડી શકે છે. 1 મેના રોજ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Forecast: સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ,ખેડૂતોના ચિંતામાં વધારો
ગુજરાતમાં વરસાદ થશેઃ 3 મેંના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. 4 મે ના રોજ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, ડાંગ, તાપી, અમરેલી મેઘો વરસે એવા એંધાણ છે. જોકે, છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક ભાગમાં તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને કિનારના પ્રદેશમાં ભેજવાળું વાતાવરણ વધારે જોવા મળી રહ્યું છે.