નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 જૂન, 1961 પછી આ પ્રથમ વખત છે જ્યારે ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક સાથે ત્રાટક્યું છે. IMD અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, તમિલનાડુ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઈશાન ભારત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
-
Update on Onset of South-West Monsoon. #Monsoon #WeatherUpdate #India #IMD@moesgoi @DDNewslive @airnewsalerts @ndmaindia pic.twitter.com/k67xsXKlMU
— India Meteorological Department (@Indiametdept) June 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Update on Onset of South-West Monsoon. #Monsoon #WeatherUpdate #India #IMD@moesgoi @DDNewslive @airnewsalerts @ndmaindia pic.twitter.com/k67xsXKlMU
— India Meteorological Department (@Indiametdept) June 25, 2023Update on Onset of South-West Monsoon. #Monsoon #WeatherUpdate #India #IMD@moesgoi @DDNewslive @airnewsalerts @ndmaindia pic.twitter.com/k67xsXKlMU
— India Meteorological Department (@Indiametdept) June 25, 2023
ગુજરાતમાં થઇ વરસાદની એન્ટ્રી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘાનો અષાઢી રંગ જોવા મળ્યો છે. રવિવારથી વરસાદી માહોલ બંધાવવાનું શરૂ થઈ ગયું હતું. જેના ભાગરૂપે તાપમાન નીચું ઊતર્યું હતું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો ખુશખશાલ જોવા મળ્યા હતા. જામનગર જિલ્લામાં તથા શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી જૂનાગઢ ગીર, વાપી, ગીર ગઢડા, અંકલેશ્વર, બોટાદ, શિહોર, મોડાસા, રાજકોટ, બાબરા, કપરાડા, બોટાદ, સિહોર, ઉમરગામ, ઘોઘા, ભરૂચ, સાયલામાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ રવિવારે વલસાડાન ઉંમરગામે પડ્યો હતો.
-
#WATCH मध्य प्रदेश: भोपाल में बारिश के बाद लोगों को गर्मी से राहत मिली। pic.twitter.com/qxVMCT89sd
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH मध्य प्रदेश: भोपाल में बारिश के बाद लोगों को गर्मी से राहत मिली। pic.twitter.com/qxVMCT89sd
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023#WATCH मध्य प्रदेश: भोपाल में बारिश के बाद लोगों को गर्मी से राहत मिली। pic.twitter.com/qxVMCT89sd
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023
મોનસુન મૌસમ શરૂ જો IMDનું માનીએ તો, દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો અને ઉત્તર અરેબિયાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના ભાગો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણાના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન ચોમાસું પંજાબ અને જમ્મુ-કાશ્મીરના બાકીના ભાગોમાં પહોંચી જશે.
-
पिछले 24 घंटों में मुंबई में भारी से अति बारिश हुई थी। 25 जून से मुंबई के साथ पूरे राज्य में मॉनसून दाखिल हुआ है। हमने आने वाले 4-5 दिनों में तटीय इलाकों में भारी से अति भारी बारिश की चेतावनी दी है: सुषमा नायर, महाराष्ट्र IMD, मुंबई pic.twitter.com/9JUjKzpuVa
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">पिछले 24 घंटों में मुंबई में भारी से अति बारिश हुई थी। 25 जून से मुंबई के साथ पूरे राज्य में मॉनसून दाखिल हुआ है। हमने आने वाले 4-5 दिनों में तटीय इलाकों में भारी से अति भारी बारिश की चेतावनी दी है: सुषमा नायर, महाराष्ट्र IMD, मुंबई pic.twitter.com/9JUjKzpuVa
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023पिछले 24 घंटों में मुंबई में भारी से अति बारिश हुई थी। 25 जून से मुंबई के साथ पूरे राज्य में मॉनसून दाखिल हुआ है। हमने आने वाले 4-5 दिनों में तटीय इलाकों में भारी से अति भारी बारिश की चेतावनी दी है: सुषमा नायर, महाराष्ट्र IMD, मुंबई pic.twitter.com/9JUjKzpuVa
— ANI_HindiNews (@AHindinews) June 25, 2023
અતિ ભારે વરસાદ: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, આજે તે જ પ્રદેશ પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, કોસ્ટલ કર્ણાટક, કોંકણ, ઓડિશાના ભાગો અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે. રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, તટીય આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ વગેરેમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.
હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: પશ્ચિમ હિમાલયના પ્રદેશ પર છૂટાછવાયા વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 28મીએ પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ અને અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 26 અને 27 તારીખે પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વાવાઝોડું અને વીજળી પડશે. આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 27મીએ કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
તોફાન થવાની સંભાવના: હવામાન વેબસાઈટ સ્કાયમેટ મુજબ, આગામી 24 કલાક દરમિયાન, પશ્ચિમ કોસ્ટ ઓડિશા, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે. પૂર્વોત્તર ભારતમાં પણ થોડો તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. પૂર્વ ભારતના કેટલાક ભાગો તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ થોડો સારો વરસાદ થવાની સંભાવના છે. કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, કેરળ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાન થવાની સંભાવના છે.