- ભારતની જનતાના જીવનની કિંમતે ક્યારેય રસી નિકાસ કરી નથી
- દેશમાં રસીકરણ અભિયાનને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ
- વૈશ્વિક મહામારીને સમાપ્ત કરવા માટે વૈશ્વિક સ્તરે રસી વિતરણ કરી શકાય
પૂણે (મહારાષ્ટ્ર) : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)એ મંગળવારે કહ્યું હતું કે, તેણે ભારતની જનતાના જીવનની કિંમતે ક્યારેય રસી નિકાસ કરી નથી. દેશમાં રસીકરણ અભિયાનને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સરકાર અને SII સહિત ભારતીય રસી ઉત્પાદકોની રસી નિકાસના નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.
અમારૂં રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થયું
રસીના નિકાસના નિર્ણયની પૃષ્ઠભૂમિમાં SIIએ કહ્યું, "જાન્યુઆરી 2021માં અમારી પાસે રસી ડોઝનો નોંધપાત્ર સ્ટોક હતો." અમારૂં રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થયું હતું અને દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યા સૌથી ઓછી હતી. "
ભારતે હાઇડ્રોક્લોરોક્વિન અને રસીના નિકાસ દ્વારા અન્ય દેશોને મદદ કરી
તેમણે કહ્યું કે, આ દરમિયાન વિશ્વના બીજા ઘણા દેશોમાં ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને તેમને મદદની ખૂબ જ જરૂર હતી. ભારત સરકારે આવા સમયમાં દરેકને શક્ય મદદ કરી છે. SIIએ કહ્યું કે, "ભારતે હાઇડ્રોક્લોરોક્વિન અને રસીના નિકાસ દ્વારા અન્ય દેશોને મદદ કરી છે. તેથી આજે તેના બદલે અન્ય દેશો આપણને મદદ કરી રહ્યા છે." તેમણે કહ્યું કે, આ મહામારી કોઈ પણ ભૌગોલિક અથવા રાજકીય સીમાઓમાં સીમિત નથી.
આ પણ વાંચો : આદર પૂનાવાલા રસી માટે મળતી ધમકીઓના કારણે પહોંચ્યા લંડન
વૈશ્વિક સ્તરે દરેક જણ આ વાયરસને હરાવે નહિ, ત્યાં સુધી સલામત નહિ
SIIએ કહ્યું કે, "જ્યાં સુધી વૈશ્વિક સ્તરે દરેક જણ આ વાયરસને હરાવશે નહીં, ત્યાં સુધી અમે સલામત રહીશું નહીં." આ ઉપરાંત અમારા વૈશ્વિક જોડાણોને પગલે અમારી પાસે 'કોવાક્સ' માટે પણ પ્રતિબદ્ધતાઓ છે. જેથી તેઓ વૈશ્વિક મહામારીને સમાપ્ત કરવા માટે વૈશ્વિક સ્તરે રસી વિતરણ કરી શકે છે."
રસીકરણ અભિયાન બે-ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકાતું નથી
એક અન્ય અગત્યની બાબત જેને લોકોએ સમજી નથી તે એ છે કે, ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના બે દેશોમાં શામેલ છે અને આટલી મોટી વસ્તી માટે રસીકરણ અભિયાન બે-ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકાતું નથી. કારણ કે, ઘણા પરિબળો અને પડકારો સામેલ છે.
SII ભારતને પ્રાધાન્ય આપી અને ઉત્પાદનમાં વધારો કરી રહ્યું
SIIએ કહ્યું કે, "SIIએ 200 મિલિયનથી વધુ ડોઝ પહોંચાડ્યા છે. જ્યારે અમને યુએસ ફાર્માસ્યુટિકલ કંપનીઓના બે મહિના પછી EUA (ઇમર્જન્સીમાં ઉપયોગ કરવાની પરવાનગી) મળી છે." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, SII ભારતને પ્રાધાન્ય આપે છે અને ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે. આશા રાખે છે કે, આ વર્ષના અંત સુધીમાં કોવાક્સ અને અન્ય દેશોમાં રસી આપવાનું શરૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, "અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે અમે ભારતના લોકોના જીવનની કિંમતે ક્યારેય રસી નિકાસ કરી નથી અને દેશમાં રસીકરણ અભિયાનને સમર્થન આપવા અમે તમામ શક્ય પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છીએ."
આ પણ વાંચો : રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
વૈશ્વિક મહામારીને હરાવવા માટે હવે એકતાપૂર્વક કામ કરવાનો સમય
SIIએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારીને હરાવવા માટે હવે એકતાપૂર્વક કામ કરવાનો સમય છે. રવિવારે રાહુલ ગાંધીની આગેવાની હેઠળના કોંગ્રેસના નેતાઓએ ટ્વીટર પર વડાપ્રધાનની ટીકા કરતા પોસ્ટર સાથે તેમની પ્રોફાઇલ તસવીરો બદલવા માટે કોવિડની રસી વિદેશ કેમ મોકલાઈ છે ? તેવો સવાલ ઉઠાવ્યો હતો અને તેમણે સરકારને તેમની ધરપકડ કરવા પડકારી હતી.