- બિહાર વિધાનસભા ચૂંટણી
- હાલ બીજા તબક્કાનું મતદાન શરૂ
- 1463 ઉમેદવારો મેદાનમાં
પટનાઃ બિહાર વિધાનસભાના બીજા તબક્કાના મતદાનમાં 17 જિલ્લાના 94 વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મતદાન શરૂ ચૂક્યું છે. કોરોનાકાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. બિહારમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 32.82 મતદાન નોંધાયું છે.
બીજા તબક્કામાં 1463 ઉમેદવારો મેદાને...
ચૂંટણીના બીજા તબક્કામાં 1463 ઉમેદવારમાં 1316 પુરુષ, 146 મહિલાઓ અને થર્ડ જેન્ડરનો એક ઉમેદવાર સામેલ છે. આ ચરણમાં 623 નોંધાયેલા અપક્ષ દળોમાંથી 513 ઉમેદવારો પોતાનું નશીબ અજમાવી રહ્યા છે. કુલ 2 કરોડ 86 લાખ 164 મતદાતા છે. જેમાંથી 1,50,33,034 પુરુષ મતદાતા, 1,35,16,271 મહિલા મતદાતા અને 980 થર્ડ જેન્ડર મતદાતા સામેલ છે. આ ચરણમાં 60,889 સર્વિસ મતદાતા છે. બીજા ચરણમાં મતદાન માટે 41,362 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
બીજા તબક્કામાં રાજ્યમાં 94 વિધાનસભા વિસ્તારમાં મતદાન થઇ રહ્યું છે. રાજ્ય નિર્વાચન આયોગના અનુસાર બીજા તબક્કામાં 2.85 કરોડથી વધારે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચરણમાં 41,362 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
સૌથી વધુ ઉમેદવાર મહારાજગંજમાં...
ચૂંટણી આયેગ મુજબ આ ચરણમાં 1,463 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. જેમાં 1463 ઉમેદવારમાં 1316 પુરુષ, 146 મહિલાઓ અને થર્ડ જેન્ડરનો એક ઉમેદવાર સામેલ છે. આ તબક્કામાં મહારાજગંજ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે 27 ઉમેદવાર છે, જ્યારે દરૌલીમાં સૌથી ઓછા 4 ઉમેદવાર મેદાનમાં છે.
બિહાર વિધાનસભાની કુલ 243 સીટ છે. ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત પ્રથમ તબક્કા માટે 28 ઓક્ટોબરે 71 સીટ પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રીજા ચરણના તબક્કા માટે 78 બેઠક પર મતદાન થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે.