ETV Bharat / bharat

Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો - vodafone idea latest news

વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) મોબાઈલ સેવાઓની કિંમતમાં (Mobile Services Price) 20થી 25 ટકાનો વધારો ઝિંકી દીધો છે. આ અગાઉ એરટેલે શરૂઆતી સ્તરના વોઈસ પ્લાનમાં (Voice plan) 25 ટકા સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) આ વધારો કરતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

author img

By

Published : Nov 23, 2021, 3:25 PM IST

  • ભારતી એરટેલ (Bharti Airtel) પછી હવે વોડાફોન-આઈડિયાએ (Vodafone-Idea) ગ્રાહકોને આપ્યો ઝટકો
  • વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) મોબાઈલ સેવાઓની કિંમત (Mobile Services Price) 20થી 25 ટકા વધારી
  • એરટેલે (Airtel) ભાવવધારાની જાહેરાતના એક દિવસ પછી વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) પણ કર્યો ભાવવધારો

મુંબઈઃ દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની (Telecom Company) વોડાફોન-આઈડિયા (Vodafone-Idea)એ મંગળવારે તમામ પ્લાનમાં મોબાઈલના કોલ અને ડેટાના પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ નવો ભાવવધારો 25 નવેમ્બરથી અમલમાં લેવાશે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

રિચાર્જની ઓછામાં ઓછી કિંમત 25ની જગ્યાએ હવે 79થી 99 રૂપિયા

કંપનીએ 28 દિવસના સમયગાળા માટે રિચાર્જની ઓછામાં ઓછી કિંમત 25.31 રૂપિયાથી વધારીને 79થી 99 રૂપિયા કરી દીધી છે. વોડાફોન આઈડિયાએ લોકપ્રિય અનલિમિટેડ શ્રેણીના પ્લાનની (Unlimited plan) કિંમતોમાં પણ 20થી 23 ટકાનો વધારો કર્યો છે.

અનલિમિટેડ પ્લાનની કિંમત પણ વધી

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 28 દિવસની મર્યાદાની સાથે પ્રતિદિવસ એક જીબી ડેટા મર્યાદાવાળા અનલિમિટેડ પ્લાનની (Unlimited plan) કિંમત 25 નવેમ્બરથી 269 રૂપિયા હશે. જોકે, અત્યારે તેની કિંમત 219 રૂપિયા છે. આ ઉપરાંત 1.5 જીબી પ્રતિદિવસ ડેટા મર્યાદાની સાથે 84 દિવસના સમયગાળાવાળા પ્લાનની કિંમત 599 રૂપિયાની જગ્યાએ હવે 719 રૂપિયા હશે.

આ પણ વાંચો-Paytmના શેરોમાં કડાકો યથાવત, 2 દિવસમાં પ્રતિ શેર 850 રૂપિયાનું નુકસાન

કંપનીના ઓછી કિંમતવાળા ડેટા ટોપ અપની કિંમતમાં પણ લગભગ 20 ટકાનો વધારો કર્યો

કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 1.5 જીબી પ્રતિદિવસ ડેટા મર્યાદાવાળા 365 દિવસોના પ્લાનની કિંમત 20.8 ટકા વધારીને 2,899 રૂપિયા થઈ જશે. જોકે, અત્યારે તેની કિંમત 2,399 રૂપિયા છે. કંપનીના ઓછી કિંમતવાળા ડેટા ટોપ અપની કિંમતમાં પણ લગભગ 20 ટકાનો વધારો કર્યો છે. વોડાફોન આઈડિયાની આ જાહેરાત ભારતી એરટેલે (Bharti Airtel) પ્લાનમાં કરેલી કિંમતમાં વધારો કર્યાના એક દિવસ પછી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.