ચંદીગઢ: IPS અધિકારી વીકે ભાવરાને પંજાબના નવા DGP (New DGP of Punjab) બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણીની આચારસંહિતા (election code of conduct India) લાગુ થવાના થોડા કલાકો પહેલા જ તેમના નામ પર મહોર મારી દીધી હતી. સરકારે તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ભાવરા 1987 બેચના IPS અધિકારી છે.
વિજિલન્સ ચીફ તરીકે પણ કામ કરી ચૂક્યા ભાવરા
-
IPS Viresh Kumar Bhawra has been appointed as the new DGP of Punjab on the consideration of the panel received from UPSC pic.twitter.com/mzdzEAPKdS
— ANI (@ANI) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">IPS Viresh Kumar Bhawra has been appointed as the new DGP of Punjab on the consideration of the panel received from UPSC pic.twitter.com/mzdzEAPKdS
— ANI (@ANI) January 8, 2022IPS Viresh Kumar Bhawra has been appointed as the new DGP of Punjab on the consideration of the panel received from UPSC pic.twitter.com/mzdzEAPKdS
— ANI (@ANI) January 8, 2022
પંજાબ સરકારે DGP સિદ્ધાર્થ ચટોપાધ્યાય (dgp siddhartha chattopadhyay)ને હટાવીને વીકે ભાવરાને નવા DGP બનાવ્યા છે. PMની સુરક્ષામાં ચૂક (pm modi security breach) થવાના મામલે DGP સિદ્ધાર્થ ચટોપાધ્યાય પર પ્રશ્નો ઊઠી રહ્યા હતા. પંજાબમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ (electoral code of conduct applied in punjab 2022) થાય તે પહેલા જ પંજાબ સરકારે UPSC પેનલને IPS અધિકારીઓના નામ મોકલ્યા હતા. આમાં વીકે ભાવરાને નવા DGP નિયુક્ત કર્યા છે. વીકે ભાવરા 1987 બેચના IPS અધિકારી છે. તેઓ વિજિલન્સ ચીફ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન
સિદ્ધુના નજીકના હતા સિદ્ધાર્થ ચટોપાધ્યાય
ઉલ્લેખનીય છે કે પંજાબમાં સરકાર બદલાતા જ કેપ્ટન અમરિંદર સિંહના નજીકના દિનકર ગુપ્તાને જાણ થઈ ગઈ હતી કે તેમને DGP પદેથી હટાવવામાં આવશે. આ કારણે તેઓ રજા પર જતા રહ્યા. ત્યારબાદ પહેલા કાર્યકારી DGPના પદ પર IPS સહોતાને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો, પરંતુ નવજોત સિંહ સિંદ્ધુએ વાંધો ઊઠાવતા સિદ્ધુના નજીકના IPS સિદ્ધાર્થ ચટોપાધ્યાયને DGPનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો PM મોદીની સુરક્ષા ચૂકનો મામલો, આજે થશે સુનાવણી