નવી દિલ્હીઃ મોટિવેશન સ્પીકર વિવેક બિન્દ્રાની ઘરેલુ હિંસા મામલામાં મુશ્કેલીઓ વધતી જાય છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલ તેમની પત્ની યાનિકા પોતાના વકીલ વાસુ શર્માના માધ્યમથી ઘરેલુ હિંસા સહિતની કલમો અંતર્ગત બિન્દ્રા વિરુદ્ધ કેસ કરવાની તૈયારી કરી રહી છે. આ જાણકારી બિન્દ્રાની પત્નીના વકીલ વાસુ શર્માએ આપી છે. આ મામલાની સમગ્ર જાણકારી પોલીસને શરુઆતમાં આપી દેવામાં નહીં આવે.
વાસુ શર્મા જણાવે છે કે યાનિકા અત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે, પરંતુ તે પોલીસને નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. યાનિકાની માનસિક સ્થિતિ બહુ ક્ષિપ્ત વિક્ષિપ્ત છે. સોમવારે યાનિકાની મુલાકાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોઠવાઈ હતી પણ અગમ્ય કારણોસર આ મુલાકાત ગોઠવાઈ નથી. યાનિકાની તબિયત વધુ સુધરશે ત્યારબાદ અધિકારીઓ યાનિકાની મુલાકાત કરશે, યાનિકા આ મામલામાં બીજી પણ કલમો ઉમેરાવા માંગે છે. આ સમગ્ર મામલે વિવેક બિન્દ્રાની પત્ની ઘરેલુ હિંસા સહિત અનેક કલમો અંતર્ગત કેસ કરવાની ઈચ્છા ધરાવે છે.
આ ઘટનાના દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિવેક બિન્દ્રા પોતાની પત્નીને સોસાયટીના ગેટથી અંદર લાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. જો કે ઈટીવી ભારત આ વીડિયોને પ્રસારિત કરી શકે નહીં. આ મામલે અધિકારીઓ જણાવે છે કે વિવેક બિન્દ્રાને નોટિસ આપી દેવાઈ છે અને સત્વરે તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી નિવેદન અને પુરાવાને આધારે કરવામાં આવશે. આ મામલે પોલીસ સત્વરે ચાર્જશીટ દાખલ કરી શકે છે.