ETV Bharat / bharat

રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાના પ્રશ્ન પર વિરાટ કોહલી ચોંક્યો, પત્રકારને કહ્યું- વિવાદ ઉભો કરવો હોય તો પહેલા જ જણાવી દો - રોહિત શર્મા

ICC ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયું હતું. ત્યારબાદ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માને ટીમ ઈન્ડિયાથી બહાર કરવાના પ્રશ્ન પર માથું પકડી લીધું હતું. ત્યારબાદ વિરાટે પત્રકારને કહ્યું હતું કે, તમે આવું કઈ રીતે વિચારી શકો. સાથે જ વિરાટે કહ્યું હતું કે, તમારે કોઈ વિવાદ ઉભો કરવો છે તે પહેલા જ જણાવી દો.

રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાના પ્રશ્ન પર વિરાટ કોહલી ચોંક્યો, પત્રકારને કહ્યું- વિવાદ ઉભો કરવો હોય તો પહેલા જ જણાવી દો

author img

By

Published : Oct 25, 2021, 2:11 PM IST

  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારની બોલતી કરી બંધ
  • રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાના પ્રશ્ન પર વિરાટે આપ્યો વળતો જવાબ
  • વિરાટે ચોખ્ખું કહી દીધું કે, કોઈ વિવાદ ઉભો કરવો હોય તો પહેલા જ કહી દો

દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ મેચ રમાઈ હતી, જેમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયું હતું. આ સાથે જ પાકિસ્તાને 29 વર્ષથી ચાલતો આવતા ઈતિહાસને બદલી કાઢ્યો હતો. પાકિસ્તાનના પહેલા જ બે ઓપનરે સમગ્ર સ્કોર ચેઝ કરીને ટીમને જીતાડી દીધી હતી.

વિરાટે પાકિસ્તાની પત્રકારોનો ક્લાસ લીધો

આ મેચ પછી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં એક પાકિસ્તાની પત્રકાર વિરાટ કોહલીને જેવાતેવા પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. એક પત્રકારે તો એમ પણ પૂછી લીધું કે, શું રોહિત શર્માને આ મેચથી બહાર ન કરી શકાત. તો તેનો વળતો જવાબ આપતા વિરાટે કહ્યું હતું કે, રોહિત શર્માને ટીમથી બહાર કાઢી શકાય તેવું તમે કઈ રીતે વિચારી શકો. સાથે જ વિરાટે કહ્યું હતું કે, તમારે કોઈ વિવાદ ઉભો કરવો છે તે પહેલા જ જણાવી દો. વિરાટે પણ પાકિસ્તાની પત્રકારોનો ક્લાસ લઈને તેમની બોલતી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો- IND VS PAK T20 World Cup 2021 Live: પાકિસ્તાને ભારતને હરાવ્યું, બાબાર-રિજવાન પડ્યા ભારે

યોગ્ય રણનીતિ અમલ ન કરી શકવાના કારણે મેચ હાર્યાઃ વિરાટ કોહલી

પાકિસ્તાની પત્રકારે જણાવ્યું હતું કે, ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્માથી સારો વિકલ્પ હોઈ શકે છે. આ પ્રશ્ન પર વિરાટે પોતાનું માથું પકડી લીધું હતું. વિરાટે જવાબમાં કહ્યું હતું કે, શું તમે રોહિત શર્માને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમથી બહાર કરી શકો છો. એ જાણતા કે, તેણે છેલ્લી મેચમાં અમારા માટે શું કર્યું છે. વિરાટે વધુમાં કહ્યું હતું કે, વિશ્વાસ નથી આવતો. જો તમને કોઈ વિવાદ ઉભો કરવો છે તો પહેલા જ જણાવી દો. વિરાટે કહ્યું હતું કે, અમે યોગ્ય રણનીતિનો અમલ ન કરી શક્યા. આનો શ્રેય ઝાકળ અને પાકિસ્તાનના બોલર્સને જાય છે. તેણે બોલિંગની શાનદાર શરૂઆત કરી અને 20 રન પર ત્રણ વિકેટ પડવાથી અમારી શરૂઆત સારી ન રહી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારની બોલતી કરી બંધ

આ પણ વાંચો- T20 world cup 2021:નેધરલેન્ડને પછાડી શ્રીલંકાએ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, સુપર 12 માં બાંગ્લાદેશ સામે ટકરાશે

જોઈએ એવી ગતિ ન મળતા તકલીફ પડીઃ કોહલી

વિરાટ કોહલીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમને રન જોતા હતા, પરંતુ તેણે અમને કોઈ તક ન આપી. પહેલા હાફમાં ધીમી ગતિથી રમત અને 10 ઓવર પછી બીજા હાફમાં તેજ ગતિ જોઈતી હતી, પરંતુ આ સરળ નહતું. અમે 15-20 વધી રનની જરૂર હતી, જેના માટે અમે સારી શરૂઆત જોઈતી હતી, પરંતુ પાકિસ્તાનના બોલર્સે અમને તે વધુ રન બનાવવા ન દીધા. આ ટૂર્નામેન્ટ ફક્ત પહેલી મેચ છે, છેલ્લી નહીં.

લોકોને આશા હતી તે પ્રમાણે ભારતીય ટીમને શરૂઆત ન થઈ શકી

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમની ટી20 વર્લ્ડ કપમાં સારી શરૂઆત ન થઈ શકી, જેની લોકો આશા કરતા હતા. તેનાથી સુપર 12 ગૃપમાં કટ્ટર હરિફ પાકિસ્તાને એકતરફી મુકાબલામાં 10 વિકેટથી હરાવી દીધું હતું. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદીના કારણે 20 ઓવરમાં 7 વિકેટ પર 151 રન જેવો પડકારજનક સ્કોર થયો હતો. પાકિસ્તાની ટીમે કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની અડધી સદીની ઈનિંગના કારણે 17.5 ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું હતું.

પાકિસ્તાન પહેલી વખત ભારત સામે 10 વિકેટથી જીત્યું

ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપ ઈતિહાસ (વન ડે અને ટી20)માં પાકિસ્તાનની ભારત પર પહેલી જીત રહી છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાને પહેલી વખત ભારત સામે 10 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ઉચ્ચક્રમ ફ્લોપ સાબિત થયો હતો. ઓપનર રોહિત શર્મા પણ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે કે. એલ. રાહુલ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ 11 રન જ બનાવી શક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.