- બંગાળમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ આક્રમક અંદાજમાં
- પશ્ચિમ બંગાળમાં ભાજપ 7 રેલીઓનું આયોજન કરશે
- રાજનાથસિંહ, જે. પી. નડ્ડા, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતા ગજવશે સભા
આ પણ વાંચોઃ બંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તૃણમૂલ સુપ્રીમો મમતા બેનરજી વ્હિલચેર પર હોવા છતા છેલ્લા 2 દિવસથી સતત જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભાજપ પણ મમતાના જવાબમાં સતત ચૂંટણી રેલીઓ અને રોડ શૉનું આયોજન કરી રહી છે. આ અંતર્ગત જ મંગળવારે ભાજપ કુલ 7 રેલીનું આયોજન કરશે, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ યશવંત સિન્હાને TMCમાં મળી મોટી જવાબદારી, કાર્યસમિતિમાં પણ શામેલ
બંગાળની ચૂંટણી જીતવા ભાજપના દિગ્ગજ નેતા મેદાને
આ અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મંગળવારે પુરુલિયા, બાંકુડા અને મોદિનીપુરમાં જનસભા સંબોધશે. આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દાસપુર, સબાંગ અને સલબોનીમાં જનસભા સંબોધશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વિષ્ણુપુરમાં રોડ શૉ કરશે તેમજ કોતુલપુરમાં રેલી પણ યોજશે.