ETV Bharat / bharat

Venus transit: ગ્રહગોચરમાં શુક્ર રાશિ પરિવર્તનની 12 રાશિઓ પર જાણો અસર - કુંડળી

અત્યારે શુક્ર ગ્રહ (Venus transit) વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને 30 ઓક્ટોબર 2021, શનિવાર 16:26 સુધી આ રાશિમાં રહેશે. ચાલો આપણે જાણીએ કે વૃશ્ચિક રાશિમાં શુક્રના ભ્રમણની તમામ રાશિઓ પર શું અસર થશે. આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.

Venus transit: ગ્રહગોચરમાં શુક્ર રાશિ પરિવર્તનની 12 રાશિઓ પર જાણો અસર

author img

By

Published : Oct 7, 2021, 9:32 PM IST

  • શુક્ર ગ્રહનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ
  • તમામ 12 રાશિઓ પર થશે અસર
  • જાણો તમારી રાશિ પ્રમાણે શુક્ર ગોચરની અસર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં સમયાંતરે પરિવર્તન કરે છે. આ સાથે કેટલાક ગ્રહો વક્રી અને માર્ગી ગતિએ પણ પરિવહન કરે છે. અત્યારે શુક્ર (Venus transit) ગ્રહ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને 30 ઓક્ટોબર 2021, શનિવાર 16:26 સુધી આ રાશિમાં રહેશે. ફિલ્મ, નૃત્ય, સંગીત, મનોરંજન, ભૌતિક આનંદ, સુગંધ, હીરા, ફેશન, થિયેટર વગેરે શુક્ર ગ્રહ હેઠળ આવે છે. શુક્રને સૌંદર્ય, ફળદ્રુપતા, સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે.

શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. કુંડળીમાં શુક્ર ગ્રહ પત્નીનો કારક છે. મીન રાશિ તેની ઉચ્ચ અને કન્યામાં નીચ રાશિ હોવાનું કહેવાય છે. કાલપુરૂષની કુંડળીમાં સાતમા ભાવનેે લગ્નનો ભાવ માનવામાં આવે છે અને બીજા ઘરમાંથી ધન અને વાણીનો વિચાર કરવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે વૃશ્ચિક રાશિમાં શુક્રના ગોચર ભ્રમણની (Venus transit) તમામ રાશિઓ પર શું અસર થશે. આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.

મેષ

સૌથી પહેલા જો આપણે મેષ રાશિના લોકોની વાત કરીએ તો શુક્ર તમારા બીજા અને સાતમા ઘરનો સ્વામી છે. શુક્રનું ગોચર તમારા 8માં ઘરમાં (8th house) થવાની છે. કેતુ સાથે યુતુના કારણે અચાનક લાભ અને નુકસાનની સંભાવના છે. મેષ રાશિના લોકોએ આ ગોચરકાળના સમયગાળા દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમે ખરાબ સ્વાસ્થ્ય માટે પણ ચિંતિત રહી શકો છો. કિડની, ડાયાબિટીસ વગેરે રોગોથી સાવચેત રહો. વૈવાહિક જીવનમાં મતભેદ થવાની સંભાવના છે. ખોટા કામ કરવાથી બચો. પ્રેમનો એકરાર ન કરો અને મેષ રાશિના તમામ લોકોએ વિજાતીય વ્યક્તિનો આદર કરે. જીવનસાથી અને લવ પાર્ટનર પ્રત્યે પ્રામાણિક બનો. ચારિત્ર્ય અધોગતિ સામે સાવધ રહો.

વૃષભ

શુક્રના આ ગોચરમાં દરમિયાન તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. વૃષભ રાશિના લોકોની વાત કરીએ તો શુક્ર તમારા પ્રથમ અને છઠ્ઠા ઘરનો સ્વામી છે. આ સમયે શુક્ર તમારી રાશિથી સાતમા ઘરમાં એટલે કે લગ્નભાવમાં ભ્રમણ કરશે. આ દરમિયાન તમારું વૈવાહિક જીવન સુખદ રહેશે, પરંતુ તમારા જીવનસાથી અને લવ પાર્ટનર સાથે પ્રમાણિક રહો, નહીં તો તમારી છબી ખરાબ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરતાં હોવ તો સારો નફો મેળવવાની સંભાવના છે. જ્યારે કાનૂની વિવાદોમાં આ સમયગાળા દરમિયાન તમને સફળતા મળશે. શુક્રના આ ગોચર દરમિયાન મીડિયા અને ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ થવાની અપેક્ષા છે. તમે વિજાતીય વ્યક્તિની મદદ મેળવી શકો છો. કબૂતરને અનાજ, પાર્ટનરને ભેટ અને પરફ્યૂમ આપો.

મિથુન

તમારી શક્તિનો સારો ઉપયોગ કરો, ચારિત્ર્ય પર નિયંત્રણ રાખો. આ પરિવર્તન સાથે શુક્ર તમારી રાશિથી છઠ્ઠા ઘરમાં એટલે કે દુશ્મનો અને રોગોના ઘરમાં ભ્રમણ કરશે. તમારા મનમાં ખોટા વિચારો આવી શકે છે જે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. જૂનો રોગ પાછો ઉથલો મારી શકે છે, 17-18 વર્ષના બાળકો પર ધ્યાન આપો. વિદેશ યાત્રાની સંભાવના છે. ભૌતિક સુવિધાઓનો આનંદ માણશો.જરુરી કે બિનજરૂરી ખર્ચની સંભાવના છે. વિજાતીય પાત્ર સાથે મતભેદ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર લાવી શકે છે. ગાયને લોટ ખવડાવો. આ સમયગાળા દરમિયાન કામનું વાતાવરણ સારું રહેશે. આ સાથે નોકરિયાત લોકો માટે પણ આ સમય પ્રોત્સાહન આપનાર છે. વ્યાવસાયિકેોને લાભની શક્યતા વચ્ચે મિથુન રાશિના લોકોને આ સમયે તેમના કામમાં સફળતા મળશે.

કર્ક

આ પરિવર્તન સાથે શુક્ર તમારી રાશિથી પાંચમા ઘરમાં એટલે કે બાળકો અને બુદ્ધિના ભાવમાંં ગોચર ભ્રમણ કરશે. બાળકને યોગ્ય સફળતા મળે તેવી શક્યતા છે. તમે સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહેશો, પેટની સમસ્યા થઈ શકે છે. દારૂ અને માંસાહારી ખોરાકથી દૂર રહો. કેતુ સાથે યુતિના કારણે અચાનક મન ભટકી શકે છે. તમારા જીવનસાથી જોડે સારો સમય વિતાવવાની સંભાવના વચ્ચે આ રાશિ પરિવર્તન તમારા માટે શુભ પરિણામ લાવી રહ્યું છે. તમારા જીવનસાથી અને લવ પાર્ટનર પ્રત્યે પ્રામાણિક બનો. લવ મેરેજ કરવા હોય તો મંજૂરી મળી શકે છે. સમય સુખદ રહેશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે પરંતુ મન વિચલિત થઈ શકે છે. નાની છોકરીઓને કોઈપણ ભેટ આપો જેમ કે શિક્ષણ સામગ્રી, સફેદ કપડાં વગેરે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે. કલા અને લેખન સાથે જોડાયેલા લોકોને લાભ મળશે.

સિંહ રાશિ

શુક્ર તમારા ચોથા ઘરમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ કુંડળીનું ચોથું ઘર માતા, વાહન અને સુખ વગેરેનું પણ માનવામાં આવે છે. શુક્રના આ ગોચર દરમિયાન તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે. શુક્ર ચોથા ઘરમાં આવતા માતા, વાહન અને સત્તા વગેરેને પ્રભાવિત કરી શકે છે. તમને વાહન અને મકાન વગેરેનું સુખપ્રાપ્તિનો યોગ બન્યો છે. ઘરના રાચરચીલા પર ખર્ચ થશે. ડાયાબિટીસ વધવાની શક્યતા છે, બિનજરૂરી વિવાદ ટાળો. નાના ભાઈઓ અને બહેનોનો ખાસ કરીને નાની બહેનનો સહયોગ મળશે. તમને કોઈ સારા સમાચાર મળશે. વેપારીઓ માટે લાભની સંભાવના છે, નોકરિયાત લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે. આ રાશિના લોકો માટે આ સમય કામમાં સફળતા અપાવશેે. માતાનો આદર કરો અને વિજાતીય વ્યક્તિનું અપમાન ન કરો.

કન્યા

શુક્ર તમારી રાશિથી ત્રીજા ઘરમાં ભ્રમણ કરશે. ત્રીજું ઘર શક્તિ, હિંમત, સંદેશાવ્યવહાર, લેખન અને નાના ભાઈબહેનો વગેરેનું ઘર માનવામાં આવે છે. શુક્રના આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને સાથે જ તમને માનસન્માન પણ મળશે. મીડિયા, ફિલ્મો સાથે જોડાયેલા લોકોના કામમાં વેગ આવશે. તમને નસીબ ફળશે. શુક્ર આ સ્થાનમાં બેસીને સુવિધાઓમાં વધારો કરી શકે છે. તમને પ્રેમમાં સફળતા મળી શકે છે. તમને જીવન સાથીનો સહયોગ મળશે. કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ઘરનો સ્વામી છે. બીજું ઘર વાણી, પૈસા વગેરેનું છે, જ્યારે નવમું ઘર ધર્મ, ગુરુ અને ભાગ્યનું માનવામાં આવે છે. શુક્રના આ સંક્રમણ સમયગાળા દરમિયાન, વ્યક્તિ દાન, ધર્મ વગેરે પણ કરી શકે છે. શ્રીસૂક્તનું પઠન કરો, શુક્રવારે વિશેષ લાભ મળશે.

તુલા

આ પરિવર્તન સાથે શુક્ર તમારી રાશિથી બીજા (2nd) ઘરમાં પ્રવેશ કરશે. શુક્રનું ગોચર તમારા માટે પૈસાની દ્રષ્ટિએ સારા પરિણામ લાવ્યું છે. શુક્રનું આ ગોચર મહિમા અને કીર્તિમાં વધારો કરે છે. રોજગાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આવકમાં વધારો થઈ શકે છે. તમારી રાશિમાં શુક્રનું ભ્રમણ તમામ કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે. સરકારનો સહયોગ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને લાભ થવાની અપેક્ષા છે. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે. ગાયની સેવા કરો. સંતાનની ચિંતા ઓછી રહેશે. નવા દંપતિ માટે સંતાનપ્રાપ્તિના યોગ છે. દાંમ્પત્યજીવનમાં મધુરતા રહેશે. પરિવારમાં લગ્ન સંબંધિત માંગલિક કાર્યોની તક મળશે.

વૃશ્ચિક

શુક્ર તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કેતુ હાલમાં વૃશ્ચિક રાશિમાં બેઠો છે. શુક્રનું ગોચર ભ્રમણ તમારા પ્રથમ ભાવમાં થવા જઇ રહ્યુંં છે. પહેલા ભાવમાં શુક્રને મજબૂત કરવાનો પ્રયાસ કરો. શુક્રના ભ્રમણ દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. શુક્ર તમારા પ્રથમ ઘરમાં ભ્રમણ કરશે. વૈવાહિક જીવનને લગતી સમસ્યાઓ દૂર થશે. તમને જીવન સાથીનો સહયોગ મળશે. પ્રેમ માટે પણ આ ગોચર વધુ સારા પરિણામ આપશે. વેપારની સ્થિતિ પણ સુધરી શકે છે. ચકલીઓ, કબૂતરોને દાણા ખવડાવો. શુક્રના ગોચરમાં આવક અને ખર્ચમાં વધારો થશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. નોકરીમાં પ્રશંસા મળવાની તક છે. નોકરીને લઇ તમે વિદેશ જઈ શકો છો.

ધન

આ પરિવર્તન સાથે, શુક્ર તમારી રાશિથી 12 મી એટલે કે ખર્ચભાવમાં ગોચર ભ્રમણ કરશે. લાભેશ ખર્ચ ભાવમાં સંચરણ કરશે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પહેલાથી ચાલી આવતી સમસ્યા હલ થશે. ભાઈબહેનો અને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. વેપારમાં લાભ થશે. આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની સંભાવના છે. પરંતુ આ સમયે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. સાથે તમારા માટે કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહેવું ફાયદાકારક રહેશે. આ સિવાય વિદેશ યાત્રાના યોગ પણ આ સમય દરમિયાન જોવા મળી રહ્યાં છે. રોકાણ વગેરેમાંથી નાણાંની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે. શુક્રના ગોચર ભ્રમણ દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. ભોગવિલાસ તરફ આકર્ષણ રહેશે તેને ટાળો. શિવની પૂજા કરો.

મકર

શુક્રના ગોચર ભ્રમણ દરમિયાન તમારી સુખસુવિધામાં વધારો થશે. આ પરિવર્તન સાથે શુક્ર તમારી રાશિથી 11 મી એટલે કે આવકના ઘરમાં જશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આ સમયે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં વિજાતીય વ્યક્તિનું અપમાન ન કરો. જૂના રોગમાંથી રાહત મળવાથી આરોગ્ય સુધરશે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે. આ ગોચર ભ્રમણમાં પ્રેમ સંબંધ માટે વધુ સારા પરિણામો પણ મળશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. એકંદરે આ સમય તમારા માટે શુભ રહેશે. ભૌતિક ભોગવિલાસ તરફ આકર્ષણ રહેશે. વિદેશમાં રહેતાં લોકો માટે સમય લાભદાયી છે. તમે સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહી શકો છો. કોઇ જ્યોતિષીની સલાહ લઇને હીરાની વીંટી પહેરો.

કુંભ

આ ગોચર સાથે શુક્ર તમારી રાશિથી દસમા એટલે કે કર્મ અને પિતાના ઘરમાં પરિવહન કરશે. આ સમયે તમને તમારા ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની આશા છે. જેના કારણે તમારી જવાબદારીઓ વધવા સાથે તમારા પર કામનું દબાણ પણ વધશે. જો તમે વ્યવસાય કરો છો તો શક્ય છે કે આ સમયે તમને જથ્થાબંધ ઓર્ડર પ્રાપ્ત થશે. તમારે વ્યવસાય હોય કે નોકરી, સખત મહેનત કરવી પડશે. કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ઘરનો સ્વામી છે. જન્મકુંડળીનું ચોથું ઘર માતા, વાહન અને સુખ વગેરેનું માનવામાં આવે છે. જ્યારે નવમું ઘર ધર્મ, ગુરુ અને ભાગ્યનું માનવામાં આવે છે. ગાયની સેવા કરો. જો તમે નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યાં હોવ તો રાહ જોવા સાથેે નવી તકો શોધવી યોગ્ય રહેશે. પ્રેમ, વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવશે. લાંબી યાત્રા ન કરો.

મીન

આ પરિવર્તન સાથે શુક્ર તમારી રાશિથી નવમાં અર્થાત ભાગ્યભાવમાં ભ્રમણ કરશે. આ સમયે તમારા ભાગ્યમાં કેટલાક નવા ફેરફાર જોવા મળશે. સાથે જ તેની કેટલીક મિશ્ર અસરો પણ જોવા મળશે. આ સમયે તમારામાંના કેટલાકને સગવડોમાં વધારા વચ્ચે દેવું થઈ શકે છે. આ સમય દરમિયાન તણાવ તેમજ વિવાદોથી અંતર રાખવું યોગ્ય રહેશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. ઘણાં આર્થિક ઉતાર ચડાવ આવશે. સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે, પરંતુ સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. મહિલાઓ માટે સમય પ્રમાણમાં સારો રહેશે. ગાયની સેવા કરો. દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરો. દુશ્મનોથી બચીને રહો. કાર્યસ્થળમાં પણ વિવાદોથી દૂર રહો અને કોઈપણ બાબતને બહાર જ ઉકેલી લેવી વધુ સારું રહેશે.

આ પણ વાંચોઃ Weekly Horoscope for 3 to 9 October : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

આ પણ વાંચોઃ જુઓ કેવી રહેશે ગ્રહોની યુતિની જુદા-જુદા ક્ષેત્રો પર અસર !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.