ઉઝ્બેકિસ્તાન: ઉઝ્બેકિસ્તાનમાં ભારતમાં બનેલી કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત (UZBEKISTAN CLAIMS 18 CHILDREN DIE) થયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાયલે જણાવ્યું છે કે મૃતક 18 બાળકોએ કફ સિરપ Doc-1 Max પીધી હતી.’ આ દવા નોઇડા સ્થિત Marion Biotech કંપની ((CONSUMING COUGH SYRUP MADE BY INDIAN FIRM)) દ્વારા બનાવવામાં આવી છે. ઉઝબેકિસ્તાનની સરકારે 18 બાળકોના મોત માટે એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને જવાબદાર ગણાવી છે.
-
Made in India cough syrups seem to be deadly. First it was the deaths of 70 kids in Gambia & now it is that of 18 children in Uzbekistan. Modi Sarkar must stop boasting about India being a pharmacy to the world & take strictest action.
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Made in India cough syrups seem to be deadly. First it was the deaths of 70 kids in Gambia & now it is that of 18 children in Uzbekistan. Modi Sarkar must stop boasting about India being a pharmacy to the world & take strictest action.
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2022Made in India cough syrups seem to be deadly. First it was the deaths of 70 kids in Gambia & now it is that of 18 children in Uzbekistan. Modi Sarkar must stop boasting about India being a pharmacy to the world & take strictest action.
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2022
કંપનીએ શરૂ કરી તપાસ: ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 18 બાળકોનાં મોત પછી દરેક ફાર્માસિસ્ટ પાસેથી Doc-1 Max ટેબલેટ અને સિરપ હટાવી દેવામાં આવી છે. આ સાથે સમયસર સ્થિતિને ના સંભાળી શકનાર અને કડક પગલા ન લેનારા 7 કર્મચારીઓને કાઢી મૂકાયા છે. ભારતે ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોના મોત બાદ નોઇડા સ્થિત દવા બનાવતી કંપની Marion Biotechએ તપાસ શરૂ કરૂ દીધી છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી ટીમે ઉત્તર પ્રદેશ ડ્રગ્સ લાઇસન્સ ઓથોરિટીનો સંપર્ક કર્યો છે. જોકે, દવા કંપની વિરુદ્ધ પણ તપાસ શરૂ થઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કેન્દ્ર અને રાજ્યની ડ્રગ્સ રેગ્યુલેટરી ટીમ સાથે તપાસ કરશે.
ડૉક્ટરની સલાહ વિના લીધી સિરપ: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સિરપની એક બેચના લેબ ટેસ્ટમાં ethylene glycol મિક્ષ કરાયું છે. જે એક ઝેરી પદાર્થ છે.” સાથે તેમણે એ પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘મરનારા બાળકોને ડૉક્ટરની સલાહ વગર ઘરે આ સિરપ આપવામાં આવી હતી. આ સિરપ બાળકોના માતા-પિતા અથવા ફાર્માસિસ્ટની સલાહ પર આપવામાં આવી હતી. આ સિરપ બનાવતી કંપનીની વેબસાઇટ મુજબ, આ સિરપ શરદી અને ફ્લૂના લક્ષણોની સારવાર માટે આપવામાં આવે છે.’
આ પણ વાંચો: કેરળમાં NIAએ PFIના 56 થી વધુ સ્થળો પર પાડ્યા દરોડા
WHO કરશે સહયોગ: આ ફાર્માસ્યુટિકલ કંપનીએ વર્ષ 2012માં ઉઝબેકિસ્તાનના માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું કે તે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 18 બાળકોના મૃત્યુની વધુ તપાસમાં મદદ કરવા તૈયાર છે. WHO કહે છે કે તે ઉઝબેકિસ્તાનમાં આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે. આ પહેલા ઓક્ટોબરમાં આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતીય બનાવટની કફ સિરપ ખાવાથી 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી, પરંતુ હજુ સુધી ભારતીય કંપનીના કફ સિરપના કારણે બાળકોના મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: G-20 દેશોને સમર્પિત પાર્ક બનાવવામાં આવશે, તમામ દેશોના રાષ્ટ્રીય પ્રાણીઓ જોવા મળશે
રિપોર્ટ મુજબ કરશે કાર્યવાહી: મેરિઓન બાયોટેક ફાર્મા કંપની ઉઝબેકિસ્તાનમાં સિરપના મૃત્યુ અંગેના કાયદાકીય વડા હસન રઝાએ જણાવ્યું હતું કે અમને મૃત્યુ અંગે દુઃખ છે, સરકાર તપાસ કરી રહી છે. રિપોર્ટ મુજબ કાર્યવાહી કરીશું. નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને ઉત્પાદનનું ઉત્પાદન હાલ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને અન્ય પ્રક્રિયાઓ ચાલી રહી છે.
ભારતમાં રાજકારણ ગરમાયું: આ અંગે ભારતમાં પણ રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ મેડ ઈન ઈન્ડિયા કફ સિરપને ઘાતક ગણાવ્યું છે. જયરામ રમેશે ટ્વિટ કર્યું કે મેડ ઇન ઇન્ડિયા કફ સિરપ જીવલેણ લાગે છે. અગાઉ ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા છે. કેન્દ્ર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે ભારત વિશે બડાઈ મારવાનું બંધ કરવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.