- દેહરાદૂનનો એક પોલીસ કોન્સ્ટેબલ રાતોરાત બન્યો કરોડપતિ
- ડ્રીમ 11 પર ગેમ જીતતા પોલીસ કોન્સ્ટેબલ જીત્યો 1 કરોડ રૂપિયા
- પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ચૌધરીએ બનાવેલી ટીમ પહેલા સ્થાન પર આવી
દેહરાદૂનઃ રમત-રમતમાં એક કોન્સ્ટેબલનું નસીબ બદલાઈ ગયું અને તે કરોડપતિ બની ગયો. જી હાં, દેહરાદૂન એસ.પી. સિટી ઓફિસના VIP સેલમાં તહેનાત દિનેશ ચૌધરીએ મોબાઈલ ગેમ એપના માધ્યમથી 1 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, કોન્સ્ટેબલ દિનેશ ચૌધરીએ મોબાઈલ એપ પર એક પોતાની ટીમ બનાવી છે, જે રમતમાં પહેલા નંબર પર આવી ગઈ. બસ આ ટીમની ચૂંટણીમાં કોન્સ્ટેબલ દિનેશ ચૌધરીને 1 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે.
આ પણ વાંચોઃ ભરૂચના 14 વર્ષીય અનમોલ શાસ્ત્રીએ કૌન બનેગા કરોડપતિમાં ઝળકી રૂ. 25 લાખ જીત્યા
કોન્સ્ટેબલ પહેલા પણ અનેક ધનરાશિ જીતી ચૂક્યો છે
દેહરાદૂન એસ.પી. સિટી ઓફિસમાં તહેનાત દિનેશસિંહ ચૌધરી પહેલા જ આ પ્રકારની મોબાઈલ ગેમમાં હજારો રૂપિયાની ધનરાશિ જીતી ચૂક્યો છે. જોકે, આ વખતે તેનો દાવ મોટો રહ્યો કે, તેણે 1 કરોડ રૂપિયાની રકમ જીતી હતી.
આ પણ વાંચોઃ રાજકોટની રચનાએ KBC શો દરમિયાન અમિતાભ બચ્ચને કવિતાની બુક ગિફ્ટ કરી
કોન્સ્ટેબલની ટીમ પહેલા સ્થાને આવી
મળતી માહિતી અનુસાર, ડ્રીમ 11 ઓનલાઈન ગેમના માધ્યમથી એક ટીમ બનાવ્યા પછી તે ટીમની રમત પહેલા સ્થાન પર આવી ગઈ. આ ગેમના કારણે દિનેશ ચૌધરીને 1 કરોડ રૂપિયાનું ઈનામ જીતવામાં સફળતા મળી છે.