ETV Bharat / bharat

Chardham Yatra : આ વખતે પ્રવાસીઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, વાંચો સંપૂર્ણ સમાચાર

ચારધામની યાત્રા આ વખતે 22મી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. જેને લઇ સરકાર-વહીવટી તૈયારીઓમાં લાગેલી છે. સાથે જ ચારધામમાં આવતા શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. ગઢવાલના કમિશનર સુશીલ કુમારે આ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.

Chardham Yatra : આ વખતે પ્રવાસીઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, વાંચો સંપૂર્ણ સમાચાર
Chardham Yatra : આ વખતે પ્રવાસીઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, વાંચો સંપૂર્ણ સમાચાર
author img

By

Published : Mar 15, 2023, 8:37 AM IST

ઉત્તરાખંડ : આગામી ચારધામ યાત્રાની તૈયારીઓ સરકાર અને વહીવટીતંત્રે અમલમાં મૂકી દીધી છે. યાત્રામાં ભક્તોની સંખ્યા પર નજર રાખવા માટે દર વખતની જેમ આ વખતે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ આ વખતે ચારધામ યાત્રા અંતર્ગત ચારેય ધામો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જે બાદ આ વખતે પ્રવાસીઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ચારેય ધામોમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે : ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચારધામયાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ગઢવાલના કમિશનર સુશીલ કુમારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને યાત્રાના માર્ગો પરની તમામ વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. ગઢવાલ કમિશનરે કહ્યું કે, આગામી ચારધામ યાત્રાને લઈને ગઢવાલ વિભાગના તમામ જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે, પરંતુ નોંધણીની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે ચારેય ધામોમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Kedarnath માં હજુ પણ પાંચ ફૂટ બરફ જામ્યો, એક મહિનામાં સાત કિમી સુધી ગ્લેશિયર હટાવાયું

યાત્રાના માર્ગો પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ યાત્રીઓની નોંધણી ફક્ત બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે જ થતી હતી. ગઢવાલ કમિશનરે કહ્યું કે, આ દિવસોમાં યાત્રાના રૂટ પર તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મુખ્ય મંદિરો તરફ જતા પદયાત્રી માર્ગોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યાત્રાના માર્ગો પર આરોગ્ય અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, યાત્રાના માર્ગો પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચારેય ધામોમાં સ્વચ્છતા અંગે નગર પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોને સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Shani Gochar 2023 : શનિ શતભિષા નક્ષત્રમાં કરશે ગોચર, આ 5 રાશિઓ પર વરસશે કૃપા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.