- શબનમની ફાંસી ફરી એકવાર ટળી
- રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી
- 14 જુલાઈ, 2010ના રોજ જજે બન્નેને દોષિત ઠેરવ્યાં હતાં
ઉત્તર પ્રદેશ : અમરોહાના બાવનખેડી ગામે પરિવારના સાત સભ્યોની હત્યા કરનારા શબનમને અમરોહા સેશન કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જે સુનાવણીમાં શબનમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે બાદ શબનમની રાષ્ટ્રપતિએ ફાંસીની સજા માફ કરવા માટે દયા અરજી કરવામાં આવી હતી. જે રાષ્ટ્રપતિ તેની દયા અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન જિલ્લા અદાલતે આરોપી શબનમની વિગતો માંગી હતી. જે બાદ તેનો રિપોર્ટ રામપુર અને મથુરા જેલને મોકલવામાં આવશે.
અમરોહા સેશન કોર્ટમાં થઇ સુનાવણી
ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલા પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના સાત લોકોની નિર્મમ હત્યા કરનારી આરોપી શબનમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે બાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી હતી. જો કે રાષ્ટ્રપતિએ તેની દયા અરજી નામંજૂર કરી હતી. જે બાદ આ મામલે 23 ફેબ્રુઆરીના રોજ અમરોહા સેશન કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે શબનમનો રિપોર્ટ રામપુર અને મથુરા જેલને મોકલવામાં આવશે.
અમરોહા સેશન કોર્ટે આ મામલે ચુકાદો
હાલ શબનમ રામપુર જેલમાં બંધ છે અને શબનમના વકીલ દ્વારા દયા અરજી દાખલ કરવામાં આવી નથી. આ મામલે અમરોહા સેશન કોર્ટે 23 ફેબ્રુઆરીના રોજ થનારી સુનાવણી થઇ શકી ન હતી. શબનમના વકીલ રામપુર જેલમાં શબનમને મળ્યાં હતાં. જે બાદ શબનમના વકીલ શમશેર સૈફીએ જણાવ્યું હતું કે, અમરોહા સેશન કોર્ટે આ મામલે ચુકાદો આપશે અને જે પણ નિર્ણય આવશે તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શબનમના પુત્રએ રાષ્ટ્રપતિને પોતાની માતાની ફાંસીની સજાને માફ કરવાની અપીલ કરી
ઉત્તર પ્રદેશમાં અમરોહાના બહુચર્ચિત બાવનખેડી હત્યાકાંડની ગુનેગાર શબનમના ડેથ વોરન્ટ પર ગમે ત્યારે હસ્તાક્ષર થઇ શકે છે અને તેને ફાંસી આપવામાં આવી શકે છે, પરંતુ ફાંસીની સંભાવનાઓ દરમિયાન શબનમના પુત્રએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાની માતાની ફાંસીની સજાને માફ કરવાની અપીલ કરી છે. શબનમનો પુત્ર ન ફક્ત રાષ્ટ્રપતિને પોતાની માતાના ગુનાને માફ કરવાની અપીલ કરી ચૂક્યો છે, પરંતુ તે પળને યાદ કરીને તેની આંખો ભીની થઇ જાય છે જ્યારે તે પોતાની માતાને મળવા માટે રામપુર જેલ જતો હતો.
ક્યાં છે શબનમનો દીકરો
બુલંદશહેરના સુશીલા વિહાર કોલોનીમાં રહેનાર ઉસ્માન સૈફીએ શબનમની એકમાત્ર સંતાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ માસૂમને કસ્ટોડિયન ઉસ્માનનું કહેવું છે કે, નિચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી શબનમને ફાંસીની સજા સંભળાવી છે. શબનમના પુત્રનો જન્મ જેલમાં થયો હતો. જ્યારે તેની ઉંમર 6 વર્ષની થઇ તો તેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો અને અમરોહા જિલ્લા વહિવટી તંત્રએ ઉસ્માનને કસ્ટોડિયન બનાવી દીધો. સૈફીના કહેવા પ્રમાણે, કોલેજના દિવસોથી જ તે પૈસા, સ્વાસ્થ્ય અને અભ્યાસની દ્રષ્ટિએ નબળો હતો અને પછી શબનમે તેની મદદ કરી. શબનમે પણ તેની કોલેજની ફી ચૂકવી દીધી હતી. સૈફી શબનમને તેની મોટી બહેન માને છે અને તેનો પરિવાર શબનમના બાળકની સંભાળ લઈ રહ્યો છે.
શબનમના બાળકનો ચાલી રહ્યો છે અભ્યાસ
બુલંદશહેરના સુશીલા વિહાર કોલોનીમાં રહેનાર ઉસ્માન સૈફીએ શબનમની એકમાત્ર સંતાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ માસૂમને કસ્ટોડિયન ઉસ્માનનું કહેવું છે કે, નિચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી શબનમને ફાંસીની સજા સંભળાવી છે. શબનમના પુત્રનો જન્મ જેલમાં થયો હતો. જ્યારે તેની ઉંમર 6 વર્ષની થઇ તો તેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો અને અમરોહા જિલ્લા વહિવટી તંત્રએ ઉસ્માનને કસ્ટોડિયન બનાવી દીધો. ઉસ્માને જણાવ્યું કે, શબનમનો છોકરો બુલંદશહેરની તે એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરે છે.
જાણો શું છે સમગ્ર ઘટના
15 એપ્રિલ 2008 ના રોજ અમરોહાના બાવનખેડી ગામની રહેવાસી શબનમ તેના પ્રેમી સલીમની મદદથી પ્રેમ સંબંધોમાં અડચણરૂપ બનેલા તેના માતા-પિતા, બે ભાઈઓ, ભાભી, માસીની છોકરી અને સાત મહિના ભત્રીજાની કુહાડીથી હત્યા કરી હતી. ત્યારબાદ શબનમને નીચલી અદાલતથી સુપ્રીમ કોર્ટમાં મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. રાષ્ટ્રપતિએ પણ શબનમની સજાને પણ સમર્થન આપી અને દયા અરજીને ફગાવી દીધી. આ સાથે જ શબનમને ફાંસી આપવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રામપુર જેલમાં શરૂ થઈ ફાંસીની તૈયારી
રામપુર જેલમાં શબનમને ફાંસી આપવામાં આવશે અને સ્વતંત્ર ભારતની મહિલા માટે આ પહેલી ફાંસી હશે. જેલ પ્રશાસને દોરડા બનાવવાનો હુકમ શરૂ કર્યો છે અને શબનમના વજન જેટલા પથ્થર લટકાવવા માટે રિહર્સલ કરી રહી છે. મેરઠના જલ્લાદ પવન પણ અનેક વાર મથુરા જિલ્લા જેલમાં ફાંસીની તૈયારીની સમીક્ષા કરી ચૂક્યો છે, જોકે જેલ પ્રશાસન હજી શબનમના ડેથ વોરંટની રાહ જોઇ રહ્યું છે.
કેટલી સુનાવણી થઈ
શબનમ-સલીમ કેસમાં લગભગ 100 તારીખો સુધી દલીલો ચાલી. જેમાં 27 મહિના ગયા. ચુકાદાના દિવસે જજે 29 સાક્ષીઓની જુબાની સાંભળી. 14 જુલાઈ 2010ના રોજ જજે બન્નેને દોષિત ઠેરવ્યા હતા. બીજા દિવસે જજ એસએએ હુસૈનીએ ફક્ત 29 સેકન્ડમાં બન્નેને ફાંસીની સજા સંભળાવી. આ કેસમાં 29 લોકોને 649 સવાલ પૂછવામાં આવ્યા હતા. 160 પાનાનો ચુકાદો લખાયો હતો. ત્રણ જજોએ સમગ્ર મામલે સુનાવણી કરી.
2010માં થઈ હતી ફાંસીની સજા
આ મામલે અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ 15 જુલાઈ 2010ના રોજ જિલ્લા જજ એસએએ હુસૈનીએ શબનમ અને સલીમને ફાંસીની સજા સંભળાવી હતી.