પલામુઃ યુપી પોલીસે ઈરાની ગેંગને લઈને ઝારખંડ પોલીસને એલર્ટ કરી દીધી (UP POLICE ALERTS JHARKHAND POLICE) છે. આ અંગે યુપી પોલીસે પલામુ પોલીસને એક પત્ર મોકલ્યો છે, જેમાં ઈરાની ગેંગ સાથે જોડાયેલા અપરાધીઓ વિશે માહિતી આપવામાં આવી છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાની ગેંગ ખૂબ જ ચાલાકીથી લૂંટ, સ્નેચિંગ અને છેતરપિંડી જેવી ગુનાહિત ઘટનાઓને અંજામ આપે છે. પલામુના એસપી ચંદન કુમાર સિન્હાએ ઈરાની ગેંગ વિશે મળેલા પત્રની પુષ્ટિ કરતા કહ્યું કે પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ચારધામ યાત્રામાં 29 શ્રદ્ધાળુના મોત પણ ઉત્તરાખંડના ડીજી હેલ્થ કંઈક અલગ જ મૂડમાં
ઝારખંડ પોલીસને એલર્ટ કરી: આ ગેંગ ગયા મહિને યુપીના વારાણસીમાં સક્રિય હતી. આ ટોળકીમાં સામેલ ગુનેગારો પોલીસ બનીને લૂંટ અને સ્નેચિંગ જેવા ગુનાહિત બનાવોને અંજામ આપતા હતા. આ દરમિયાન વારાણસી પોલીસે ઈરાની ગેંગના ચાર ગુનેગારોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી ઈરાની ગેંગના સભ્યોના ખુલાસા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે ઝારખંડ પોલીસને એલર્ટ કરી દીધી છે.
ઈરાની ગેંગ વિશે માહિતી: વારાણસી પોલીસ કમિશનરે ઝારખંડ પોલીસને પત્ર લખીને ઈરાની ગેંગ વિશે માહિતી (Palamu SP Chandan Kumar Sinha ) આપી છે. આ પત્ર લગભગ 12 પાનાનો છે, જેમાં ઈરાની ગેંગ સાથે જોડાયેલા ગુનેગારોના ફોટા છે. વારાણસી પોલીસ કમિશનરે જણાવ્યું કે, ઈરાની ગેંગ છેલ્લા 15 વર્ષથી ભારતના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને ગુનાહિત ઘટનાઓને અંજામ આપે છે.
આ પણ વાંચો: EDની કાર્યવાહી: પૂજા-અભિષેક અને સુમનની પૂછપરછ, બિલ્ડર પર પણ દરોડા
ગુનેગારો એકબીજાના સંબંધી: ઈરાની ગેંગમાં (irani gang) સાતથી આઠ ગુનેગારો છે. ઘટનાને અંજામ આપતા પહેલા, તેઓ શહેરની સંપૂર્ણ તપાસ કરે છે અને ઘટનાને અંજામ આપ્યા પછી તેઓ થોડા કલાકોમાં શહેરમાંથી ભાગી જાય છે. ઉત્તર પ્રદેશ પોલીસના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાની ગેંગનો એક પણ સભ્ય બહારનો નથી. ટોળકીમાં સામેલ તમામ ગુનેગારો એકબીજાના સંબંધી છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ગેંગ હાલમાં ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારોમાં સક્રિય છે અને જો ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોની ધરપકડ કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ પોલીસને ચોક્કસ જાણ કરવી.