ETV Bharat / bharat

લખનઉ: યુપી એટીએસએ બે શંકાસ્પદ લોકોને પકડ્યા, સર્ચ ઓપરેશન ચાલુ છે - લખનઉ

યુપી એટીએસ એ કાકોરીના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આતંકીઓને પકડ્યા હતા. રવિવારે લખનઉના કાકોરી રીંગ રોડ પરના એક ઘર પર યુપી ATSએ દરોડો પાડ્યા હતા. જે બાદ બે શંકાસ્પદ આતંકવાદીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આતંકીઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ તેમના નિશાન પર હતા. IB, ATS અને ગુપ્તચર ટીમ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. યુપીના ADG પ્રશાંત કુમારે જણાવ્યું છે કે, બે આતંકીઓની ધરપકડ કરવા ઉપરાંત હથિયારોને પણ જપ્ત કર્યા છે.

લખનઉ: યુપી એટીએસએ બે શંકાસ્પદ લોકોને પકડ્યા

author img

By

Published : Jul 11, 2021, 1:58 PM IST

Updated : Jul 11, 2021, 7:39 PM IST

  • બન્ને શંકાસ્પદ લોકોનો અલકાયદા સાથે જોડાણ છે
  • એટીએસ એ કાકોરીના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આતંકીઓને પકડ્યા
  • લખનઉના કાકોરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા

લખનઉ: યુપી એટીએસ એ રવિવારે લખનઉના કાકોરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. એટીએસ એ કાકોરીના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને શંકાસ્પદ લોકોનો અલકાયદા સાથે જોડાણ છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir): LOC પર આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન ઘાયલ

ATSએ મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો

શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવતા આ બન્ને પાસેથી પ્રેશર કૂકર બોમ્બ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. યુપીના ADG, લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર આ સમગ્ર ઘટના સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, યુપી ATSએ મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, યુપી ATSએ અંસાર ગજવાતુલ હિન્દ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.

  • ATS UP has uncovered a big terror module. The team has arrested two terrorists linked with al-Qaeda's Ansar Ghazwat-ul-Hind. Cache of arms, explosive materials recovered: Prashant Kumar, ADG Law and Order, UP, on Lucknow ATS' operation in Kakori today. pic.twitter.com/2kXH4Bok2V

    — ANI UP (@ANINewsUP) July 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાકિસ્તાન અલકાયદા દ્વારા સંચાલિત

ઉત્તરપ્રદેશના ADG પ્રશાંત કુમારે દાવો કર્યો હતો કે, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન અલકાયદા દ્વારા સંચાલિત હતા. 15 ઓગસ્ટ પહેલા બોમ્બ વિસ્ફોટ કરવાની તેમની યોજના હતી. ઘણા શહેરોમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

મોટા બોમ્બ બ્લાસ્ટની યોજના

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બન્ને શંકાસ્પદ લોકો મોટા બોમ્બ બ્લાસ્ટની યોજના ઘડી રહ્યા હતા. ઉત્તરપ્રદેશ ATSને બાતમી મળી હતી કે, કેટલાક આતંકીઓ કાકોરી ખાતે એક મકાનમાં રહેતા હતા, ત્યારબાદ એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બન્ને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.

સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હાજર હતો

અગાઉ એટીએસ એ બપોરે 12.30 વાગ્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા હતા, તે કાકોરીના રીંગ રોડ પર આવેલું છે. દરોડા દરમિયાન એટીએસ એ સાવચેતી રૂપે ઘરની આજુબાજુના મકાનો ખાલી કરાવ્યા હતા. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હાજર હતો.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડાણ, 2 આતંકી ઠાર

એટીએસ એ 6-7 કિલો વિસ્ફોટક મળ્યા હોવાનો દાવો કર્યો છે

એટીએસ એ સ્થળ પરથી બે પ્રેશર કૂકર બોમ્બ, એક અર્ધ ઉત્પાદિત ટાઇમ બોમ્બ અને 6-7 કિલો વિસ્ફોટક મળ્યા હોવાનો દાવો કર્યો છે.

Last Updated : Jul 11, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.