નવી દિલ્હી: દેશની સુપ્રીમ અદાલતના ચૂંટણી ગાઈડલાઈનના નિયમોનું સમાજવાદી પાર્ટીએ (samajvadi party Candidate list 2022) ઉલ્લંઘન કર્યું છે, ત્યારે આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયએ આ મામલે (UP Assembly Election 2022) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગરા
સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયએ સોમવારના સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશના કૈરાનામાં એક ગેંગસ્ટરને યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટીએ એક ગેંગસ્ટરને કૈરાનાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. આમ કરીને પાર્ટીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગરા છે.
આ પણ વાંચો:
UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'
UP Assembly Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહ 23 જાન્યુઆરીથી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે