ETV Bharat / bharat

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં વિજય મેળવવો ભાજપ માટે જરૂરી, જો હારશે તો દિલ્હીની ગાદી મુકાશે મુશ્કેલીમાં! - લોકસભા ચૂંટણી 2024

ખેડૂત આંદોલન (Farmers Protest In India)ના અંત પછી 5 રાજ્યોની ચૂંટણીમાં (Assembly Election 2022) ભાજપ માટે અગ્નિપરીક્ષા થશે. કોરોના અને મોંઘવારીનાં પડછાયા હેઠળ યોજાયેલી ચૂંટણી ભાજપ અને વડાપ્રધાન મોદી માટે ઘણી મહત્વની છે. ખાસ કરીને UPમાં બીજેપી માટે જીતવું કેમ મહત્વનું છે, વાંચો આ ખાસ રિપોર્ટમાં.

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં વિજય મેળવવો ભાજપ માટે જરૂરી, જો હારશે તો દિલ્હીની ગાદી મુકાશે મુશ્કેલીમાં!

author img

By

Published : Jan 22, 2022, 9:55 PM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિશે એક પ્રસિદ્ધ કહેવત છે કે, 'દિલ્હીની ગાદી પર જવાનો રસ્તો ઉત્તર પ્રદેશની ગલીઓમાંથી નીકળે છે'. કેટલાક અપવાદોને બાદ કરતાં, જે પક્ષે યુપીમાં પોતાનો ધ્વજ ઊભો કર્યો, દિલ્હીની ગાદી પર તેને બેસવા મળ્યું છે. અત્યાર સુધીના રાજકીય ઈતિહાસ (Political history Of Uttar Pradesh)માં બેઠકોના અંકગણિતના કારણે આ કહેવત સાચી સાબિત થઈ છે.

યુપીએ દેશને 9 વડાપ્રધાન આપ્યા

ફક્ત 1991ની ચૂંટણી એવી હતી, જ્યારે યુપીમાં વધારે બેઠકો ન જીતી શકનારી પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 1991 (UP Assembly Election 1991)માં કોંગ્રેસને યુપીમાં વધારે બેઠકો મળી નહોતી, પરંતુ નરસિમ્હા રાવે કેન્દ્રમાં અલ્પમતની સરકાર બનાવી. યુપીની રાજકીય તાકાત એ છે કે, અત્યાર સુધી ઉત્તર પ્રદેશે જવાહરલાલ નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીના 9 વડાપ્રધાનો (PM From Uttar Pradesh) દેશને આપ્યા છે. કાર્યવાહક વડાપ્રધાનને છોડીને, દેશમાં અત્યાર સુધીમાં કુલ 14 વડાપ્રધાન બની ચૂક્યા છે.

વિધાનસભામાં જીતની અસર લોકસભા ચૂંટણીમાં

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો (Lok Sabha seats in Uttar Pradesh) છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. સવાલ એ છે કે દિલ્હીની સીટ લોકસભાની સીટો પરની જીતથી નક્કી થાય છે, તો પછી વિધાનસભાની ચૂંટણીમાં જીત દિલ્હી માટે શું મહત્વ રાખે છે. 2017માં (UP assembly election 2017) ભાજપે પ્રચંડ બહુમતી સાથે યુપીમાં સત્તા મેળવી હતી. ત્યારે ભાજપને 39.67 ટકા વોટ અને 312 સીટો મળી હતી. આ પછી, 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી (lok sabha election 2019)માં, પાર્ટીને 61 બેઠકો મળી. 2019માં ભાજપને દેશમાં કુલ 303 બેઠકો મળી હતી. એટલે કે કેન્દ્રમાં પૂર્ણ બહુમતીવાળી સરકારમાં ઉત્તર પ્રદેશની મોટી ભાગીદારી રહી.

કોરોના, ખેડૂત આંદોલન અને મોંઘવારી

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ખેડૂત આંદોલનનો પડછાયો.

2024ની સામાન્ય ચૂંટણી (lok sabha election 2024) પહેલા યુપી સહિત 5 રાજ્યોની ચૂંટણીને બીજેપી માટે સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ખેડૂત આંદોલન (Farmers Protest In India)નો પડછાયો છે. મોંઘવારી પણ તેની ટોચ પર છે. પેટ્રોલ-ડીઝલ (price hike in petrol-diesel)થી લઇને અનાજ સુધીના ભાવમાં વધારો થયો છે. જો બીજેપી દેશના સૌથી મોટા રાજ્યમાં સત્તા કબજે કરવામાં સફળ થાય છે, તો તે માનવામાં આવશે કે તેણે કોરોના, ખેડૂતોના આંદોલન અને મોંઘવારી જેવા મોટા પડકારને પાર કરી લીધો છે.

હારશે તો રાજ્યસભામાં બગડશે બીજેપીનું ગણિત

ભાજપ યુપી વિધાનસભામાં હારી જાય છે તો તેની અસર રાજ્યસભામાં પણ જોવા મળશે.

બીજી હકીકત એ છે કે, યુપી વિધાનસભાની ચૂંટણીમાં જીતથી માત્ર લોકસભામાં જ નહીં રાજ્યસભામાં પણ કોઈપણ પક્ષને ફાયદો થાય છે. યુપીથી રાજ્યસભાના 31 સાંસદો ચૂંટાય છે. હાલમાં આમાંથી 22 સાંસદો ભાજપના છે. ધારાસભ્યોની સંખ્યાના આધારે રાજ્યસભામાં જીત કે હાર નક્કી થાય છે. કેન્દ્રમાં બેઠેલી સરકારને પણ રાજ્યસભામાં બહુમતી માટે સંખ્યાની જરૂર હોય છે. એટલે કે જો ભાજપ યુપી વિધાનસભામાં હારી જાય છે તો તેની અસર રાજ્યસભામાં પણ જોવા મળશે. સંસદના આ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના 95 સભ્યો છે, પરંતુ આગામી સમયમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભાજપની બેઠકો ઓછી થશે. આવતા વર્ષે જુલાઈમાં ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની 12 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાંથી 6 બેઠકો હાલમાં ભાજપ પાસે છે. જો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી નહીં મળે તો તેને રાજ્યસભામાં ઝાટકો લાગશે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ જોવા મળશે અસર

વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા ઘટશે તો ભાજપને પોતાની પસંદગીના રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં મુશ્કેલી પડી શકે છે.

યુપી વિધાનસભા ચૂંટણી બાદ જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જો વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા ઘટશે તો ભાજપને પોતાની પસંદગીના રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં મુશ્કેલી પડી શકે છે. રાષ્ટ્રપતિ માટે મત આપનાર દરેક રાજ્યના સાંસદ અને ધારાસભ્યના વોટની સંખ્યા અલગ-અલગ હોય છે. યુપીના ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે, જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર 7 છે. એટલે કે જેટલા વધુ ધારાસભ્યો એટલા વધુ વોટ.

યુપીમાં નબળી થતાં જ વિપક્ષમાં જતું રહ્યું ભાજપ

2004 અને 2009ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. આનું પરિણામ એ આવ્યું કે સત્તાની દોડમાં તે કોંગ્રેસથી પાછળ રહી ગઈ. આ દાયકામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સરેરાશ કરતા પણ ઓછું હતું. ભાજપને 2002માં 88, 2007માં 51 અને 2012માં માત્ર 47 બેઠકો મળી હતી. આ દરમિયાન યુપીમાં સારું પ્રદર્શન કરનારી સમાજવાદી પાર્ટી ક્યારેક પ્રત્યક્ષ કે આડકતરી રીતે કેન્દ્રના સમર્થનમાં હતી. 2007થી બસપાએ ક્યારેય કેન્દ્ર સરકાર સાથે સીધો મુકાબલો કર્યો નથી.

યુપીમાં મજબૂતીથી કેન્દ્રની સત્તા મળે છે

1989માં ભાજપને દેશમાં 85 બેઠકો મળી હતી, જેમાંથી માત્ર 7 બેઠકો યુપીમાંથી આવી હતી. 1996માં અગિયારમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. ભારતીય જનતા પાર્ટીએ યુપીમાંથી 161માંથી 52 બેઠકો જીતી. અટલ બિહારીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર બની. 1998માં ભાજપ ઉત્તર પ્રદેશમાં માત્ર 29 બેઠકો જ જીતી શકી હતી. જો કે કેન્દ્રમાં તેની સીટોની સંખ્યા 182 રહી.

આ પણ વાંચો: Assembly Elections 2022 : રેલીઓ-રોડ શો પર જારી રહી શકે પ્રતિબંધ, પ્રચારમાં કેટલીક છૂટની સંભાવના

2009માં BJPના ખાતામાં ફક્ત 10 સીટો આવી હતી

2004ની 14મી લોકસભામાં ભાજપને યુપીમાં માત્ર 10 બેઠકો મળી હતી. પરિણામ એ આવ્યું કે, કેન્દ્રમાંથી એનડીએ સરકારનો સફાયો થઈ ગયો. 2009માં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપના ખાતામાં માત્ર 10 સીટો આવી હતી જ્યારે યુપીમાં કોંગ્રેસને 21 સીટો મળી હતી. આ સિવાય સપા અને બસપા જેવા પક્ષો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુપીએમાં ગયા. એટલે કે યુપીના સાંસદોના કારણે કોંગ્રેસે સરકાર બનાવી. ઉત્તર પ્રદેશમાં પ્રદર્શન ન કરવાને કારણે ભાજપે સત્તા ગુમાવી. નરેન્દ્ર મોદી અને શાહના યુગમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં 2014 અને 2019માં મોટી સફળતા મેળવી. ભાજપે 2014માં ઉત્તર પ્રદેશમાં 71 અને 2019માં 62 બેઠકો જીતી.

2017માં 41 સીટો પર ઘણું જીતનું અંતર ઘણું ઓછું હતું

ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણીમાં 41 બેઠકો એવી હતી, જ્યાં જીત-હારનું માર્જિન એક ટકાથી ઓછું હતું. જબરદસ્ત મુકાબલાવાળી મોટાભાગની બેઠકો ભાજપના ભાગે આવી હતી. આમાંથી 23 બેઠકો ભાજપે, 13 સપા અને 8 બેઠકો બસપાએ જીતી હતી. કોંગ્રેસ, અપના દળ અને આરએલડીને એક-એક સીટ મળી હતી. આ દરમિયાન ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગઠબંધનના ઘણા ભાગીદારોએ પક્ષ બદલી નાંખ્યો છે. જો ભાજપ વિધાનસભાની ચૂંટણી હારી જાય છે તો 2024માં તેને લોકસભામાં પણ નુકસાન વેઠવું પડશે. આ સાથે નરેન્દ્ર મોદી માટે દિલ્હીનો રસ્તો આસાન નહીં રહે.

આ પણ વાંચો: UP Assembly Elections 2022: યુપી ચૂંટણીમાં બિકીની અને સોશિયલ મીડિયાની વાર્તા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.