ETV Bharat / bharat

UP Assembly Election Results 2022 : BJP ચમત્કારિક બીજી ટર્મની જીત સાથે શાસન સંભાળવા તૈયાર છે, જાણો અન્ય પક્ષોની સ્થિતિ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં (UP Assembly Election Results 2022 ) ભાજપ સરકારે વિજયનો ભગવો લહેરાવી (BJP Win UP Elections 2022 ) દીધો છે. ભાજપ મક્કમ વલણ સાથે 273 બેઠક પર આગળ છે. જેમાં યોગી આદિત્યનાથ રેકોર્ડબ્રેક જીત ( Yogi Adityanath Won ) દર્જ કરાવી ચૂક્યાં છે.ભાજપ, સપા, કોંગ્રેસ, બસપા સહિતના પક્ષોના પ્રદર્શન વિશે વાંચો આ અહેવાલ.

UP Assembly Election Results 2022
UP Assembly Election Results 2022
author img

By

Published : Mar 10, 2022, 8:45 PM IST

Updated : Mar 11, 2022, 9:05 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં (UP Assembly Election Results 2022 )જીતના વલણ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસને અન્ય રાજ્યોની જેમ જ યુપીમાં પણ ધોબીપછાડ મળી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જનતાના ચૂકાદાને સ્વીકારી લઇ તેમાંથી વધુ શીખશે તેવી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી દીધી છે. યુપીમાં 403 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપ 273 સીટ પર જીતની નજીક(BJP Win UP Elections 2022 ) પહોંચી ગઇ છે. સમાજવાદી પાર્ટીએ ગત ચૂંટણી પ્રદર્શન સુધારી લેતાં આજના પરિણામોમાં 128 બેઠક પર આગળ છે. યુપીમાં એકસમયે શાસન સંભાળનાર બહુજન સમાજ પાર્ટી 1 બેઠક પર આગળ છે. અપનાદલ સૌનેલાલ-ભાજપ સાથે કરનાર ગઠબંધન પક્ષ- 11 બેઠક પર આગળ છે અને અન્ય એક સહયોગી પક્ષ નિષાદ પાર્ટી 7 બેઠક સાથે આ લખાય છે ત્યાં સુધી આગળ ચાલી રહ્યાં છે.જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ છે.

વલણ મુજબ આગળ

ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election Results 2022 )માટે મતોની ગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપે યુપીમાં 273 સીટો પર લીડ મેળવી છે. જ્યારે સપા માત્ર 123 સીટો પર જ સીમિત જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 1,02,399 મતોની સરસાઈથી ચૂંટણી ( Yogi Adityanath Won ) જીતી છે. ભાજપના સંગીત સોમ હારી ગયા છે. સ્વામી પ્રસાદ મૌર્ય કુશીનગરની ફાઝિલનગર સીટ પરથી હારી ગયા છે. મોહનલાલગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવારે જીત નોંધાવી છે.

સમાજવાદી પાર્ટીની ગઠબંધન પાર્ટી આરએલડી 10 બેઠક પર અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 4 બેઠક પર આગળ ચાલી રહી છે.

જનતાએ ભાજપમાં ફરી મૂક્યો વિશ્વાસ

ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામોમાં પહેલાં કદી નથી થયું તેવું પરિમાણ જોવા મળ્યું છે. યુપીની જનતાએ ભાજપને ફરીવાર જનાદેશ આપ્યો અને યોગી આદિત્યનાથની સરકારમાં વિશ્વાસ જતાવતાં ફરીવખત સત્તાની ધૂરા સોંપી છે. મોદી-યોગીની જોડી સામે સપાની સાઈકલ પાછળ રહી ગઇ છે. જનતાના સ્પષ્ટ ચૂકાદાના પગલે આગામી પાંચ વર્શ માટે ભાજપ સરકાર સામે ઉઠેલી બધી આંગળીઓ નીચી કરી દીધી છે અને યોગીની શાનદાર વાપસી ( Yogi Adityanath Won ) થઇ છે.

યોગી સરકારના પ્રધાનોએ જીત મેળવી

યુપી વિધાસસભા ચૂંટણી પરિણામોમાં (UP Assembly Election Results 2022 )યોગી સરકારમાં પ્રધાન રહેલા કેટલાક મહત્ત્વના નેતાઓની વાત કરીએ તો કાનપુરની મહારાજપુર બેઠર પર સતીષ મહાના સતત 8મી વાર જીતી ગયાં છે.તેમણે સપાના ફતેહબહાદુર ગિલને હરાવ્યાં છે. મહાના અગાઉ કાનપુર છાવણીથી 5 વાર ચૂંટણી જીતી ચૂક્યાં છે. યોગી સરકારમાં પ્રધાન આશુતોષ ટંડન તેમના સપા પ્રતિસ્પર્ધી અનુરાગ ભદોરીયા સામે નિર્ણાયક લીડ મેળવી જીત સાથે આગળ વધી ગયાં છે. પ્રધાન અનિલ રાજભર વારાણસીની શિવપુર બેઠકથી જીતી ગયાં છે. તેમણે સુભાસપા પ્રમુખ ઓપી રાજભરના પુત્ર અરવિંદ રાજભરને હરાવ્યાં છે. દેવરીયાની પથરદેવા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સૂર્યપ્રતાપ શાહી મોટી લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યાં છે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: યુપીમાં સાયકલ પર બુલડોઝર ભારે, CM યોગી 1 લાખ મતોથી જીત્યા

પક્ષપલટુઓની હાલત થઇ કફોડી

વાત કરીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન લાભ ખાટવા પક્ષપલટો કરનારા નેતાઓની તો લગભગ મોટાભાગના પક્ષપલટુઓની જનતાએ બેન્ડ વગાડી દીધી છે. જનતાએ પક્ષપલટુઓને સ્વીકાર્યા નથી અને વિધાનસભાની બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપ સરકારનું પ્રધાનપદ- કમળ છોડીને સપાની સાઈકલ પકડી લેનાર સ્વામીપ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈનીને ભારે ચોટ ખાવી પડી છે. ઓબીસી સમુદાયના મોટા નેતા ગણાતા સ્વામીપ્રસાદ મૌર્ય કુશીનગરની ફાઝિલનગર બેઠક પર ભાજપના સુરેન્દ્ર કુશવાહા સામે હાર ખમવી પડી છે. મૌર્ય પોતાની પરંપરાગત બેઠક પડરૌનાના બદલે ફાઝિલનગર બેઠક પર લડી રહ્યાં હતાં પણ તે કંઇ ફળદાયી બની નહીં. જોકે સ્વામીપ્રસાદે પોતાની હાર સ્વીકારીને કહ્યું કે ચૂંટણી હાર્યો છું હિમત નહી.

એ જ રીતે બહુજન સમાજ પાર્ટી છોડી સપાનું ભવિષ્ય ઉજ્જવળ ભાળીને સપામાં શામેલ થનારા કેટલાક દિગ્જગો વિધાનસભાના પગથિયાં નહીં ચડી શકે.

સમાજવાદી પાર્ટી બનશે સૌથી મોટો વિરોધ પક્ષ

ઉત્તરપ્રદેશમાં બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી બનીને સમાજવાદી પાર્ટી વિરોધપક્ષમાં (UP Assembly Election Results 2022 )બેસશે તે નક્કી છે. અખિલેશ યાદવના વડપણમાં વિધાનસભા ચૂંટણી લડીને સપાએ ગત ચૂંટણીની સરખામણીએ સારો દેખાવ કર્યો છે. ખુદ અખિલેશ યાદવ યુપીની કરહાલ વિધાનસભા બેઠક (Karhal assembly seat of UP) પરથી ચૂંટણી જીતી (AKHILESH YADAV WINS FROM KARHAL) લીધી છે, તેમણે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયપ્રધાન એસપી સિંહ બઘેલને હરાવ્યા છે. તમામની નજર આ સીટ પર ટકેલી હતી કારણ કે, ભાજપે અખિલેશને તેમના ઘરમાં ઘેરવાની મોટી રણનીતિ બનાવી હતી. અખિલેશ યાદવે પોતાના માટે એસેમ્બલી પસંદ કરી હતી જ્યાં તેમના પિતા એક સમયે સ્કૂલ ટીચર હતાં. સમાજવાદી પાર્ટી માટે આ સૌથી સુરક્ષિત બેઠક હતી. ભારતીય જનતા પાર્ટીએ પણ અખિલેશ યાદવ સામે રમત રમી અને તેમની સામે કેન્દ્રીયપ્રધાન એસપી સિંહ બઘેલને મેદાનમાં ઉતાર્યા. અખિલેશની જીતથી તેમનું રાજકીય કદ વધ્યું છે તે તેમનો અંગતપણે પણ મોટો ફાયદો ગણાશે.

લખીમપુર ખેરી અને હાથરસની ઘટનાઓ સંદર્ભે જનતાએ મોળો પ્રતિસાદ આપ્યો

યુપી ચૂંટણીમાં યુપીની બે ઘટનાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેનું રાજકીય માઇલેજ આંકવામાં આવ્યું હતું. જોકે ચૂંટણી (UP Election Result 2022) પરિણામોમાં સ્પષ્ટ થઇ ગયું છે કે જનતાએ તે મુદ્દાઓને રાજકીય મહત્વ આપ્યું નથી. આ બે ઘટનામાં હાથરસ અને લખીમપુર ખેરીમાં બની હતી. ખેડૂતોને કચડવાની ઘટના અને રાતોરાત કિશોરીના (Result of Lakhimpur Kheri 2022) મૃતદેહને સળગાવવાની ઘટના સામે આવી હતી. લખીમપુર ખેરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા તેનીના પુત્ર આશિષ પર ગંભીર આરોપો લાગ્યા હતાં. આશિષ પર ખેડૂતોને કચડી નાખવાનો આરોપ હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 2022ની યુપી ચૂંટણીના (Result of Lakhimpur Kheri 2022) પરિણામોને જોતા કહી શકાય કે લોકોએ લખીમપુર ખેરીની ઘટનાને મોટો મુદ્દો નથી માન્યો. લખીમપુર ખેરીની આઠેઆઠ બેઠકો ભાજપે જીતી લીધી છે. જ્યારે હાથરસની ત્રણ બેઠકમાંથી એક ભાજપે અને બે સપા ઉમેદવારોએ જીતી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ચોથા તબક્કામાં મતદાન થયું હતું. લખીમપુર ખેરી જિલ્લામાં 8 વિધાનસભા મતવિસ્તાર છે. પાલિયા, નિગાસન, ગોલા ગોકરનાથ, શ્રી નગર, ધૌરહારા, લખીમપુર, કાસ્તા અને મોહમ્મદી. ખેડૂતોના આંદોલન અને તિકોનિયાની ઘટનાને કારણે તમામની નજર આ બેઠકો પર હતી.

આ પણ વાંચોઃ UP Election Result 2022 : લખીમપુર ખેરીમાં હાથરસ-ખેડૂત આંદોલનની કોઈ અસર નહીં, તમામ બેઠકો પર ભાજપનો કબજો

દેશનો મુખ્ય રાજકીય પક્ષ આ પરિણામોમાં અત્યંત દયનીય હાલતમાં મૂકાયો, પ્રિયંકા નિષ્ફળ

એકસમયે કોંગ્રેસ દેશનો મુખ્ય પક્ષ હતો તેની વાત છેલ્લે કરવી પડે તેવી હાલત આ વખતની ચૂંટણીમાં (UP Assembly Election Results 2022 )થઇ ગઇ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના (UP Election Result 2022) નેતૃત્વમાં કોંગ્રેસ સતત ચોથી ચૂંટણી છે. પહેલા લોકસભા, વિધાનસભા પેટાચૂંટણી, પંચાયતની ચૂંટણી અને હવે યુપી વિધાનસભાની ચૂંટણીઓ પણ હારી ગઈ છે. વર્ષ 2019માં જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Congress National General Secretary Priyanka Gandhi) રાષ્ટ્રીય મહાસચિવની સાથે પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સંભાળી ત્યારે લખનૌમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઉજવણીનો માહોલ હતો. કાર્યકરોને આશા હતી કે પ્રિયંકા કોંગ્રેસને જીવનદાન આપી શકશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રિયંકાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી યુપીમાં 4 અલગ-અલગ ચૂંટણીઓ થઈ ચૂકી છે, પરંતુ સ્થિતિ સુધરવાને બદલે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસને બિલકુલ પસંદ નથી આવી રહ્યાં. કોંગ્રેસ પાર્ટી પ્રિયંકાના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ઘડી પણ આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની હાલત સુધારી શકાય તેવા પૂરા પ્રયાસો કર્યા, પરંતુ આ ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ માટે અગાઉની ચૂંટણીઓ જેવી સાબિત થઈ હતી. યુપીમાં પ્રિયંકાનો ડંકો વાગ્યો નહીં અને સતત 4 ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ કરિશ્મા કરી શક્યા નથી.

ગત ચૂંટણીની સ્થિતિ

આપને જણાવીએ કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં 403 વિધાનસભા સીટો છે. 2017ની વિધાનસભા (2017 UP Assembly Election) ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ 312 બેઠકો જીતીને સત્તામાં આવ્યો હતો. જ્યારે 2012માં સરકાર બનાવનાર સમાજવાદી પાર્ટી માત્ર 47 સીટો પર જ સમેટાઈ ગઇ હતી. જ્યારે બસપા માત્ર 19 સીટો જીતી શકી હતી.

Last Updated : Mar 11, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.