નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવિડ- 19ની તપાસ માટે નવી એડવાઈઝરી (covid test advisory) જાહેર કરી છે. ICMR અનુસાર હવે માત્ર કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવવા પર જ ટેસ્ટ કરાવવાની જરૂર નથી પરંતુ જો ચેપગ્રસ્ત વ્યક્તિ ઉચ્ચ જોખમની (High risk) શ્રેણીમાં છે, તો તેણે પરીક્ષણ કરાવવું પડશે. કોઈપણ ગંભીર બીમારીથી પીડિત અને વૃદ્ધો ઉચ્ચ જોખમ અથવા જોખમની શ્રેણીમાં આવે છે, તેથી આવા લોકોએ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી પરીક્ષણ કરાવવું આવશ્યક છે. ICMRએ એવા લોકોને પણ ટેસ્ટ (ICMR on Corona test) કરાવવાની સલાહ આપી છે, જેમના સંપર્કમાં આવ્યા પછી કોરોનાના લક્ષણો દેખાય છે.
બીજા રાજ્યમાં પ્રવાસ કરતા લોકોને પણ કોવિડ ટેસ્ટની જરૂર નહીં
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની નવી એડવાઈઝરી અનુસાર હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતા લોકોને પણ કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હોમ આઈસોલેશનની ગાઈડલાઈનના (ICMR guidelines on Covid testing) આધારે ડિસ્ચાર્જ ઘોષિત કરાયેલા વ્યક્તિને પણ ફરી ટેસ્ટ નહીં કરાવવો પડે. આ ઉપરાંત હોસ્પિટલ અથવા કોવિડ સેન્ટરમાંથી રજા અપાયેલા લોકોને પણ તપાસમાંથી મુક્તિ આપવામાં આવી છે.
-
Advisory on Purposive Testing Strategy for COVID-19 in India (Version VII, dated 10th January 2022) @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/0bFN4R5gZ4
— ICMR (@ICMRDELHI) January 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Advisory on Purposive Testing Strategy for COVID-19 in India (Version VII, dated 10th January 2022) @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/0bFN4R5gZ4
— ICMR (@ICMRDELHI) January 10, 2022Advisory on Purposive Testing Strategy for COVID-19 in India (Version VII, dated 10th January 2022) @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/0bFN4R5gZ4
— ICMR (@ICMRDELHI) January 10, 2022
કોઈ દર્દીનું ઓપરેશન થવાનું હોય તો તેનો કોવિડ ટેસ્ટ ત્યારે જ કરાશે
આ સિવાય લક્ષણો વગરના લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે નહીં. જો અન્ય રોગોથી પીડિત દર્દીનું ઑપરેશન કરવાનું થાય તો તેમનો કોવિડ ટેસ્ટ ત્યારે જ કરવામાં આવશે, જ્યારે તેઓમાં કોઈ લક્ષણો દેખાય. આ નિયમ સિઝેરિયન અને નોર્મલ ડિલિવરીના કિસ્સામાં પણ લાગુ પડશે.
અઠવાડિયામાં એક કરતા વધુ વખત કોરોના ટેસ્ટ ન કરાવવો જોઈએ
ICMRએ સલાહ આપી છે કે, જેઓ હોસ્પિટલમાં દાખલ છે તેઓએ અઠવાડિયામાં એક કરતા વધુ વખત કોરોના ટેસ્ટ ન કરાવવો જોઈએ. જો જરૂરી હોય તો RT-PCR, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, રેપિડ મોલેક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમ્સ અથવા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) દ્વારા પરીક્ષણ કરી શકાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સૂચના આપી છે કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો છે પરંતુ સ્વ- પરીક્ષણમાં રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેણે RT- PCR ટેસ્ટ કરાવવો પડશે.
જો કેસ વધશે તો પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં માત્ર 5થી 10 ટકા એક્ટિવ કેસમાં જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, જો કેસ વધશે તો પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. તેમણે રાજ્યોને કોવિડના કેસની દેખરેખ રાખવા અને હોમ આઈસોલેશન, હોસ્પિટલમાં દાખલ થવાના કેસ, ઓક્સિજન બેડ, ICU અને વેન્ટિલેશન સપોર્ટની સ્થિતિની સતત સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: HIV Infection Case Study : હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની ભૂમિકા પર સંશોધનથી HIVની નવી સારવારની આશા
આ પણ વાંચો: પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નરે Etv Bharatને કહ્યું, 'ધર્મ સંસદ પર મૌન દરેકને સમજાય છે'